Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સ ૬ ઠ્ઠો ]
ગંધવરાજની ત્રણ કન્યાઓના હનુમાનને થયેલ મેળાપ
[ ૧૧૩
શસ્રપ્રહાર કરતા હનુમાનની સાથે યુદ્ધ કરવા લાગ્યા. બ ંને સરખા બળવાન અને ખને સરખા અમ વાળા હાવાથી તેએ દૃઢ યુદ્ધથી પરસ્પરને શ્રમ ઉત્પન્ન કરવા લાગ્યા. આ પ્રમાણે યુદ્ધ કરતાં હનુમાનને વિચાર થયા કે ‘મને ધિક્કાર છે કે મેં સ્વામીના કાર્યોંમાં વિલંબ કરનારૂ' આ યુદ્ધ આરંભ્યું છે! જે ક્ષણવારમાં જીતી શકાય તે ખીજા, પણ આ મારૂં' મેાસાળ છે; તથાપિ જેને આરંભ કર્યાં તેને નિર્વાહ કરવાને માટે હવે તે અવશ્ય જીતવું જ જોઈ એ.’ આવે। વિચાર કરીને હનુમાને ક્રોધથી શસ્ત્રપ્રહાર વડે પ્રસન્નકીર્તિને મુંઝાવી દીધે। અને તેનાં અ, રથ તથા સારથિને ભગ્ન કરી દઇને તેને પકડી લીધેા. છેવટે અત્યંત યુદ્ધ કરીને મહેંદ્ર રાજાને પણ પકડી લીધા. પછી હનુમાને મહેદ્ર રાજાને નમીને કહ્યું “હું અંજનાને પુત્ર અને તમારે ભાણેજ છું. રામની આજ્ઞાથી સીતાની શોધ કરવા માટે લંકા તરફ જતાં મામાં અહી' આવતાં મારી માતાને તમે કાઢી મૂકેલ તે મને સાંભરી આવ્યું; તેથી ક્રોધ ઉત્પન્ન થવાને લીધે મેં તમારી સાથે યુદ્ધ કર્યુ છે, તે ક્ષમા કરશેા. હવે હું સ્વામીના કાર્યને માટે જાઉ છું, તમે મારા સ્વામી રામની પાસે જાઓ.” મહેન્દ્રે પોતાના વીરશ્રેષ્ઠ ભાણેજને આલિંગન કરીને કહ્યું કે- પ્રથમ લેકેાના મુખથી તારા પરાક્રમની વાતા સાંભળી હતી. આજે ભાગ્યયેાગે તુ પરાક્રમી ભાણેજ અમારા જોવામાં આવ્યેા છે. હવે તું શીઘ્ર સ્વામીના કાને માટે જા, તારૂં માર્ગોમાં કુશળ થાએ.' આ પ્રમાણે કહી મહેંદ્ર રાજા પેાતાનુ... સૈન્ય લઇને રામની પાસે આવ્યા.
ત્યાંથી હનુમાન આકાશમાર્ગે ચાલતાં ધિમુખ નામના દ્વીપમાં આવ્યેા. ત્યાં એ મહામુનિને કાઉસગ્ગયાને રહેલા તેણે જોયા. તેમની નજીકમાંજ નિર્દોષ અંગવાળી અને વિદ્યાસાધનમાં તત્પર એવી ત્રણ કુમારીકાએ ધ્યાન કરતી તેના જોવામાં આવી. તે સમયે અકસ્માત તે ખધા દ્વીપમાં દાવાનળ પ્રગટ થયેા; જેથી એ મુનિએ અને ત્રણ કુમારિકાએ અચાનક દાવાનળના સ’કટમાં આવી પડચાં; તેઓની ઉપરના વાત્સલ્યભાવથી હનુમાને વિદ્યાવડે સાગરમાંથી જળ લઈને મેઘની જેમ તે દાવાનળને શમાવી દીધેા, તત્કાળ વિદ્યા સિદ્ધ થવાથી ધ્યાનમાં રહેલા અન્ને મુનિને પ્રદક્ષિણા દઈને તે ત્રણ કન્યાએ હનુમાન પ્રત્યે કહેવા લાગી− હું પરમાત ! તમે ઉપસથી અમને બચાવ્યા તે સારૂ કર્યું, તમારી સહાયથી સમય જિના પણ અમારી વિદ્યા સિદ્ધ થઈ છે.' હનુમાને કહ્યું-‘તમે કાણુ છે?' કન્યાએ ખેલી—“ આ દષિમુખ દ્વીપમાં દધિમુખ નગરને વિષે ગંધવરાજ નામે રાજા છે. તેની કુસુમમાળા નામની રાણીના ઉદરથી અમે ત્રણે કન્યા જન્મ પામેલી છીએ. અમારે માટે ઘણા ખેચરપતિએ અમારા પિતા પાસે માગણી કરતા હતા, તેમાં એક અંગારક નામે ઉન્મત્ત ખેચર પણ અમારી માગણી કરતા હતા; પણ અમારા સ્વતંત્રવિચારી પિતાએ તેને કે કેાઈ ખીજાને અમેને આપી નહીં. એક વખત અમારા પિતાએ કોઈ મુનિને પૂછ્યું કે આ મારી પુત્રીઓને પતિ કેણુ થશે ?’
C - 15
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org