________________
૧૧૨]
સીતાની શોધ માટે હનુમાનનું લંકાપુરીગમન [ પર્વ ૭ મું કરવાની કોઈ જરૂર નથી, પરંતુ કઈ પરાક્રમી અને સમર્થ દૂતને ત્યાં મોકલવે, કારણ કે લંકાપુરીમાં પ્રવેશ કરવો અને નીકળવું તે પણ ઘણું મુશ્કેલ છે, એમ સંભળાય છે. તે દૂત લંકામાં જઈ સીતાને પાછી અર્પણ કરવા માટે વિભીષણને કહેવું; કારણ કે રાક્ષસકુળમાં તે ઘણે નીતિમાન પુરૂષ છે. વિભીષણ સીતાને છોડી દેવા રાવણને કહેશે, અને રાવણ જે તેની અવજ્ઞા કરશે તે તે તત્કાળ તમારી પાસે આવશે.” આવી વૃદ્ધ કપિએની સલાહને રામ સંમત થયા, એટલે સુગ્રીવે શ્રીભુતિની સામુ જોઈને હનુમાનને બેલાવ્યા. તેજથી સૂર્ય જેવા હનુમાને તત્કાળ ત્યાં આવી સુગ્રીવ વિગેરેથી વીંટાઈ સભામાં બેઠેલા રામને પ્રણામ કર્યા. સુગ્રીવે રામને કહ્યું કે-“આ પવનંજયના વિનયી પુત્ર હનુમાન વિપત્તિને વખતે અમારા બંધુ છે. સર્વ વિધાધરમાં તેના જેવા બીજે કઈ નથી, તેથી હે સ્વામી! સીતાની શેને માટે તેનેજ આજ્ઞા આપ.” તે વખતે હનુમાન બેલ્યા કે-“મારા જેવા અનેક કપિએ છે, પણ આ સુગ્રીવ રાજા મારી પર સનેહને લીધે આમ કહે છે. ગવ, ગવાક્ષ, ગવય, શરભ, ગંધમાદન નીલ, દ્વિવિદ, મૈદ, જાંબવાન, અંગદ, નલ અને બીજા ઘણા પરાક્રમી કપિએ અહીં હાજર છે, તે સઘળામાં હું પણ તમારું કાર્ય સાધવાને માટે તેઓની સંખ્યાને પૂરનારે છું, કહો તે રાક્ષસીપ સહિત લંકાને ઉપાડીને અહીં લાવું અને કહો તે બાંધવ સહિત રાવણને બાંધીને અહીં લઈ આવું?” રામ બોલ્યા- “વીર હનુમાન ! તારામાં એ સર્વ સંભવે છે; પરંતુ હમણાં તો લંકાપુરીએ જા અને ત્યાં સીતાની શોધ કર. આ મારી મુદ્રિકા એંધાણીને માટે લઈ જા, તે સીતાને આપજે, અને તેને ચૂડામણિ એંધાણને માટે અહીં લાવજે. તેને માટે સંદેશે આ પ્રમાણે કહેજે કે-હે દેવી ! રામભદ્ર તમારા વિયોગથી અત્યંત પીડિત થઈ તમારૂં જ ધ્યાન કરે છે. હે જીવિતેશ્વરી ! મારા વિયોગથી જીવિતનો ત્યાગ કરશે નહિ; કેમકે થડા સમયમાં તમે રાવણને લક્ષ્મણથી હણાએલ રેશે.” હનુમાને કહ્યું- હે પ્રભુ! જ્યાં સુધી તમારી આજ્ઞા પ્રમાણે કરીને હું લંકામાંથી પાછો આવું ત્યાં સુધી તમે અહીંજ રહેશે.”
આ પ્રમાણે કહી પરિવાર સહિત રામને નમીને હનુમાન એક વેગવાળા વિમાનમાં બેસી લંકા તરફ ચાલ્યું. આકાશમાર્ગે ચાલતાં હનુમાન મહેદ્રગિરિના શિખર ઉપર આવ્યા. ત્યાં પિતાના માતામહ મહેંદ્ર રાજાનું મહેંદ્રપુર પત્તન તેના જેવામાં આવ્યું. હનુમાને વિચાર્યું કે “આ મારા માતામહનું નગર છે કે જેણે મારી નિરપરાધી માતાને કાઢી મૂકી હતી. આ પ્રમાણે પૂર્વવાર્તા સંભારી કોપાયમાન થઈને તત્કાળ હનુમાને રણવાદ્ય વગાડ્યાં, જેથી બ્રહ્માંડને ફેડી નાંખે તેવો પ્રતિધ્વનિ દિશાઓમાં વ્યાપી ગયે. શત્રુનું આવું બળ જોઈને ઈંદ્રના જેવા પરાક્રમવાળો મહેદ્ર રાજા પણ સૈન્ય સહિત યુદ્ધ કરવા માટે પિતાના નગરની બહાર નીકળે. મહેંદ્ર અને હનુમાનની વચ્ચે રૂધિરની વૃષ્ટિથી ભયંકર ઉત્પાત સમયને મેઘ હોય તેવું આકાશમાં ઘર યુદ્ધ પ્રવત્યું. રણભૂમિમાં વેગથી ફરતા એવા હનુમાને વૃક્ષને પવન ભાંગી નાંખે તેમ શત્રુના સૈન્યને ભાંગી નાખ્યું. મહેંદ્રનો પુત્ર પ્રસન્નકીર્તિ પિતાના ભાણેજને સંબંધ જાણયા વગર નિશંકપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org