________________
૧૧૦]
સીતાની શોધ માટે સુગ્રીવનું નીકળવું. [ પર્વ ૭ મું કામદેવજ ઘણે દુર્જય છે, તે પછી જે પરસ્ત્રીની ઇચ્છાથી તેને સહાય મળે તે પછી તેની વાત જ શી કરવી? તે કામના પ્રસંગથી લંકાપુરીનો સ્વામી અતિ બળવાન છતાં પણ તે અત્યંત દુખસાગરમાં જલદી આવી પડશે.” મંત્રીઓ બોલ્યા- “અમે તે નામનાજ મંત્રીઓ છીએ, ખરેખરા મંત્રી તો તમેજ છે, કે જેની આવી દૂરદર્શી દષ્ટિ છે. જ્યારે સ્વામી કેવળ કામને વશ થયા છે, ત્યારે મિથ્યાદષ્ટિ પુરૂષને જૈનધર્મના ઉપદેશની જેમ તેને આપણે મંત્ર (વિચાર) શું અસર કરી શકશે? સુગ્રીવ અને હનુમાન જેવા પુરૂષે પણ તે રામને મળી ગયા છે; પરંતુ “ન્યાયી મહાત્માના પક્ષને કેણ ગ્રહણ ન કરે?” સીતાના નિમિત્તે રામભદ્રને હાથે આપણું કુળને ક્ષય જ્ઞાનીએ કહેલ છે, તથાપિ પુરૂષને આધીન હોય તે સમયને યોગ્ય કર્તવ્ય કરવું ઘટિત છે.”
આ પ્રમાણેનાં મંત્રીઓનાં વચન સાંnળીને વિભીષણે લંકાના કિલ્લા ઉપર યંત્ર વિગેરે ગોઠવી દીધાં. કેમકે “મંત્રી મંત્રરૂપ નેત્રથી અનાગત વસ્તુને પણ જુએ છે. ”
અહીં સતના વિરહથી પીડિત રામ, લમણે આપેલા આશ્વાસનથી માંડમાંડ કાળ નિર્ગમન કરતા હતા. એક વખતે રામે લક્રમણને શિક્ષા આપીને સુગ્રીવની પાસે મોકલ્યા. લક્ષ્મણ ભાથાં, ધનુષ્ય અને ખગ લઈને સુગ્રીવની પાસે ચાલ્યા. ચરણન્યાસથી પૃથ્વીને ચૂર્ણ કરતા, પર્વતને કંપાવતા અને વેગના ઝપાટાથી લટકતી ભુજાવડે માર્ગનાં વૃક્ષેને પાડી નાંખતા તે કિષ્કિધામાં આવ્યા. ઉત્કટ બ્રગુટથી ભયંકર લલાટવાળા અને રાતાં લોચનવાળા લક્ષ્મણને જોઈને ભય પામેલા દ્વારપાળેએ તત્કાળ માર્ગ આપે, એટલે તે સુગ્રીવના મંદિરમાં આવ્યા. લક્ષ્મણને આવેલા સાંભળી કપિરાજ સુગ્રીવ અંતઃપુરમાંથી તત્કાળ બહાર નીકળ્યો અને ભયથી કંપતે કંપતે તેમની પાસે ઊભે રહ્યો. લક્ષ્મણે કોધથી કહ્યું-“અરે વાનર ! હવે તું કૃતાર્થ થઈ ગયે ! કામ સરી રહ્યા પછી અંતઃપુરથી પરિવૃત્ત થઈ નિઃશંકપણે સુખમાં નિમગ્ન થઈ રહ્યો છે. સ્વામી રામભદ્ર વૃક્ષ તળે બેસી વર્ષ જેવા દિવસે નિગમન કરે છે, તે તું જાણતો નથી ? સ્વીકારેલી વાત પણ ભૂલી ગયા જણાય છે. હવે સીતાની શેધ લેવાને ઊભું થા. સાહસગતિને માર્ગે જ નહિ, તે માર્ગ હજુ સંકેચ પામી ગયે નથી.” લક્ષ્મણનાં આવાં વચન સાંભળી સુગ્રીવ તેમના ચરણમાં પડીને બે -“હે સ્વામી ! પ્રસન્ન થાઓ, મારા પ્રમાદને સહન કરે, કેમકે તમે મારા પ્રભુ છે. આવી રીતે લક્ષમણુને આરાધી તેમને આગળ કરીને સુગ્રીવ રામભદ્રની પાસે આવ્યું, અને ભક્તિથી તેમને પ્રણામ કર્યા પછી સુગ્રીવે પિતાના સૈનિકોને આજ્ઞા કરી કે “હે સૈનિકે ! તમે સર્વ પરાક્રમી છે, અને સર્વત્ર અખલિત ગતિવાળા છે, માટે સર્વ ઠેકાણે ફરીને સીતાની શોધ કરે.” આ પ્રમાણે આજ્ઞા થતાં સર્વ સૈનિકે સર્વ બેટમાં, પર્વતેમાં, સમુદ્રમાં અને ગુફાઓમાં ત્વરાથી ફરવા લાગ્યા.
સીતાનું હરણ થયાના ખબર સાંભળી ભામંડલ રામચંદ્રની પાસે આવ્યું અને અત્યંત દુખી થઈને ત્યાંજ રહ્યો. પિતાના સ્વામીના દુઃખથી પીડિત થયેલે વિરાધ મોટું સૈન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org