Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૬ ડ્રો] રાવણની ઉન્મત્તતા જોઈ વિભીષણે બોલાવેલ કુળપ્રધાને. [ ૧૦૯ પુરૂષને મેં મારી નાંખે, તે ઘણું ખોટું કર્યું ” એવો પશ્ચાત્તાપ કરતા મારા દિયર તેમના મોટા ભાઈ પાસે આવ્યા. થોડી વારમાં મારા દિયરને પગલે પગલે તે ખગસાધકની ઉત્તરાધિકા કોઈ સ્ત્રી કે પયુક્ત ચિત્તે અમારી પાસે આવી. અદ્દભુત રૂપવડે ઇંદ્ર જેવા મારા પતિને જોઈને એ કામપીડિત સ્ત્રીએ કીડા કરવાને માગણી કરી, પણ મારા પતિએ તેને જાણી લઈને તેની માગણીને અસ્વીકાર કર્યો એટલે તે ત્યાંથી ચાલી ગઈ અને મેટું રાક્ષસોનું ઉગ્ર સૈન્ય લઈને પાછી આવી. પછી “જે સંકટ પડે તે સિંહનાદ કરે એ સંકેત કરીને લક્ષમણ તેની સાથે યુદ્ધ કરવા ગયા. પછી માયાવડે બેટે સિંહનાદ કરી, મારા પતિને મારાથી દૂર કરીને, માઠી વાંછાવડે આ રાક્ષસ (રાવણ) પિતાના વધ માટે જ મને અહીં લઈ આવ્યું છે.આ પ્રમાણે તેનું સર્વ વૃત્તાંત સાંભળીને વિભીષણે રાવણ પાસે જઈ નમસ્કાર પૂર્વક કહ્યું-“હે. સ્વામી! તમે આ કામ આપણા કુળને દૂષણ લાગે તેવું કર્યું છે. પણ હવે જ્યાં સુધી રામલક્ષ્મણ આપણને મારવા માટે અહીં નથી આવ્યા, ત્યાં સુધીમાં આ સીતાને સત્વર તેમની પાસે મૂકી આવે.” વિભીષણનાં આવાં વચન સાંભળી રાવણ ક્રોધથી રતાં નેત્ર કરીને બે કે-“અરે ભીરૂ! તું આવું શું બેલે છે? શું તું મારા પરાક્રમને ભૂલી ગયે? આ સીતા અનુનય કરવાથી અવશ્ય મારી સ્ત્રી થશે અને પછી જે એ બીચારા રામલક્ષ્મણ અહીં આવશે તે હું તેમને મારી નાંખીશ.” વિભીષણે કહ્યું-“હે ભ્રાતા ! જ્ઞાનનું વચન સત્ય થવાનું જણાય છે કે રામની પત્ની સીતાને માટે આપણા કુળને ક્ષય થવાને છે, નહિ તો આ ભક્ત બંધુનું વચન તું શા માટે ન માને અને મેં માર્યા છતાં દશરથ રાજા કેમ જીવે? હે મહાભુજ ! જે ભાવી વસ્તુ છે તે અન્યથા થવાની નથી, તથાપિ હું તને પ્રાણું છું કે આપણા કુળને ઘાત કરનારી સીતાને છેડી દે.જાણે વિભીષણની વાણી સાંભળી જ ન હોય તેમ કરી સીતા પાસે જઈ તત્કાળ સીતાને પુષ્પક વિમાનમાં બેસારીને રાવણ ફરવા લાગ્યા અને પોતાની સમૃદ્ધિ બતાવવા લાગ્યું કે-“હે હંસ મિની! આ રત્નમય શિખરવાળા અને સ્વાદિષ્ટ જળના નિઝરણાવાળા મારા ક્રીડાપર્વતે છે, નંદનવનની જેવાં આ ઉદ્યાન છે, આ ઈચ્છા પ્રમાણે ભેગવવાયેગ્ય ધારાગૃહે છે, આ હંસ સહિત ક્રીડાનદીઓ છે. હે સુંદર બ્રગુટીવાળી સ્ત્રી ! સ્વર્ગના ખંડ જેવાં આ રતિગૃહે છે, આમાં જ્યાં તારી પ્રીતિ હોય ત્યાં તું મારી સાથે ક્રીડા કર.” હંસની જેમ રામના ચરણકમળનું ધ્યાન કરતી સીતા રાવણની આવી વાણું સાંભળીને પૃથ્વીની જેમ ધીરજ ધરીને કિંચિત્ પણ ક્ષેભ પામી નહિ. રાવણે સર્વ રમણીય સ્થાનમાં ભમી ભમીને છેવટે સીતાને પાછી અશોકવનમાં મૂકી.
જ્યારે રાવણને ઉન્મત્ત થઈ ગયેલ છે અને પિતાનાં વચનની યુક્તિમાં આવે તેમ ન લાગ્યું ત્યારે વિભીષણે તે વિશે વિચાર કરવાને માટે કુળપ્રધાનને બોલાવ્યા. પછી વિભીષણ બલ્ય કે-“હે કુળમંત્રીઓ ! કામાદિક અંતરશત્રુઓ ભૂતની પેઠે વિષમ છે, તેમાંથી એક પણ પ્રમાદી જનને હેરાન કરે છે. આપણે સ્વામી રાવણ અત્યંત કામાતુર થયે છે. એલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org