Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
જાર સુગ્રીવને રામે કરેલ ઘાત.
[ પર્વ ૭ મું આગ્રહથી પાતાળલંકામાં રહેલા છે” આ વિચાર કરી સુગ્રીવે એક પિતાના વિશ્વાસપાત્ર હતને એકાંતમાં સમજાવીને વિરાધની પાસે મોકલ્યા. દૂતે પાતાળલંકામાં જઈ વિરાધને પ્રણામ કરીને પિતાના સ્વામીને પ્રાપ્ત થયેલા કષ્ટને બધે વૃત્તાંત જણાવ્યું અને કહ્યું કે- મારા સ્વામી સુગ્રીવ અત્યારે મોટી આપત્તિમાં આવી પડ્યા છે, તેથી તમારી મારફત રામલક્ષ્મણનું શરણ કરવા ઈચ્છે છે. તે સાંભળી વિરાધે દૂતને કહ્યું કે “તું જઈને કહે કે સુગ્રીવ સત્વર અહીં આવે, કેમકે સત્યુને સંગ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે કહેવાથી દૂત તરતજ ત્યાંથી સુગ્રીવની પાસે આવ્યો અને તે સંદેશો નિવેદન કર્યો.
પછી સુગ્રીવ અશ્વોના ગ્રીવાભરણના શબ્દથી સર્વ દિશાઓને ગજાવતે અને વેગથી દરને અદૂર કરતે ચાલી નીકળે અને ક્ષણવારમાં જેમ ઉપગૃહ (પાસેના ઘર) માં આવે તેમ તે પાતાળલંકામાં આવી પહોંચ્યું. વિરાધની પાસે આવતાં વિરાધ હર્ષથી સામે ઊભે થયે; પછી વિરાધે તેને સાથે લઈ જઈને દયાળુ રામભદ્રને નમસ્કાર કરાવ્યું, અને તેનું બધુ દુઃખ નિવેદન કર્યું. સુગ્રીવ બેલ્ય-“હે પ્રભુ! આ મારા દુઃખમાં તમે જ મારી ગતિ છે. જ્યારે છિંક તદ્દન બંધ થઈ જાય છે ત્યારે સૂર્યનું જ શરણ થાય છે, એટલે તેની સામું જેવાથી જ પાછી પ્રાપ્ત થાય છે.” પિતે સ્ત્રીવિગથી દુઃખી હતા છતાં તેના દુઃખને ઉચ્છેદ કરવાનું સામે કબુલ કર્યું. મહાન પુરૂષે પિતાના કાર્ય કરતાં બીજાના કાર્યમાં અધિક યત્ન કરે છે. પછી વિરાધે સીતાના હરણનું બધું વૃત્તાંત સુગ્રીવને જણાવ્યું, એટલે સુગ્રીવે અંજલિ જોડી રામભદ્રને કહ્યું કે-“હે દેવ! વિશ્વની રક્ષા કરવાને સમર્થ એવા તમારે અને વિશ્વને પ્રકાશ આપનાર સૂર્યને કાંઈ કારણની અપેક્ષા નથી, તથાપિ હું કહું છું કે તમારા પ્રસાદથી મારા શત્રુને નાશ થશે એટલે સૈન્ય સહિત હું તમારે અનુચર થઈને રહીશ અને અલ૫ સમયમાં સીતાની શોધ લાવીશ.” પછી રામ સુગ્રીવની સાથે કિષ્ક્રિધાનગરીએ આવ્યા. વિરાધ સાથે આવતું હતું તેને સમજાવીને પાછો વાળે.
| રામચંદ્ર કિષ્કિધાપુરના દ્વાર પાસે આવીને સ્થિત થયા એટલે સાચા સુગ્રીવે જાર સુગ્રીવને યુદ્ધ કરવા બોલાવ્યો. બોલાવતાં જ જાર સુગ્રીવ ગર્જના કરતે નગરની બહાર આવ્યું.
જનને માટે બ્રાહ્મણની જેમ રણને માટે શૂરવીરે આળસુ હોતા નથી.” પછી દુર્ધર ચરણના ન્યાસથી પૃથ્વીને કંપાવતા તે બને વીર વનના ઉન્મત્ત હાથીની જેમ યુદ્ધ કરવા લાગ્યા. રામ તેઓને સમાન રૂપવાળા જોઈને પિતાને સુગ્રીવ કર્યો અને બીજો સુગ્રીવ કર્યો? એમ સંશય પામી ક્ષણવાર તટસ્થપણે ઊભા રહ્યા. પછી પ્રથમ તે “આ પ્રમાણે કરવું” એ વિચાર કરીને રામે વજાવત્ત ધનુષ્યને ટંકાર કર્યો. તે ધનુષ્યના ટંકારમાત્રથી જ સાહસગતિ વિદ્યાધરની રૂપાંતર કરનારી વિદ્યા ક્ષણવારમાં હરિણીની જેમ પલાયન કરી ગઈ એટલે તેને એાળખીને રામે કહ્યું-રે પાપી! માયાથી સર્વને મોહિત કરીને તું પરસ્ત્રી સાથે રમવાને ઈચ્છે છે, પણ હવે ધનુષ્ય ચડાવ.” આ પ્રમાણે રામે તેને તિરસ્કાર કર્યો. પછી એક જ બાણથી રામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org