________________
સગ ૬ ઠ્ઠી ] સહાય માટે સાચા સુગ્રીવનું રામ સમીપે જવું
[૧૦૫ કરવા લાગ્યા. બંને વીર રણમાં ચતુર હેવાથી એક બીજાનાં તીણ શસ્ત્રોને પોતપોતાના તીક્ષણ શસ્ત્રોથી તૃણની જેમ છેદવા લાગ્યા. તે વખતે બે મહિષના યુદ્ધમાં વૃક્ષના ખંડની જેમ તેઓના યુદ્ધમાં શસ્ત્રોના ખંડ એવા ઉછળવા લાગ્યા કે જેથી આકાશમાં રહેલે ખેચરીઓને સમૂહ ભય પામવા લાગે. ક્રોધી જનમાં શિરોમણિ તે બનેનાં જ્યારે સર્વ અસ્ત્રો છેદાઈ ગયાં ત્યારે જાણે જંગમ પર્વતે હોય તેમ તેઓએ મલયુદ્ધ કરવા માંડયું. ક્ષણવારમાં આકાશમાં ઉછળતા અને ક્ષણવારમાં પૃથ્વી પર પડતા તે બન્ને વીરચૂડામણિ કુકડાની જેમ જણાવા લાગ્યા. પ્રાંતે બંને સરખા બળવાન હોવાથી એક બીજાને જીતવાને અસમર્થ થતાં તેઓ બે વૃષભની જેમ દૂર ખસીને ઊભા રહ્યા.
પછી સાચા સુગ્રીવે પિતાની સહાયને માટે હનુમાનને બેલાવ્યા, અને જાર સુગ્રીવની સાથે ફરીવાર ઉગ્ર યુદ્ધ કરવા માંડ્યું. હનુમાન બનેને ભેદ ન જાણવાથી જેઈજ રહ્યો તેથી જાર સુગ્રીવે ઉગ્રપણે સાચા સુગ્રીવને કુટી નાંખે. બીજીવાર યુદ્ધ કરવાથી સુગ્રીવ મનથી અને શરીરથી ખિન્ન થઈ ગયે; તેથી કિષ્કિધાપુરીમાંથી બહાર નીકળીને કઈ આવાસમાં જઈને રહ્યો. જાર સુગ્રીવ સ્વસ્થ મનથી રાજમહેલમાંજ રહ્યો, પણ વાલીકુમારના અટકાવવાથી અંતપુરમાં પ્રવેશ કરી શક્યો નહિ. સાચે સુગ્રીવ ગ્રીવા નમાવીને ચિંતવવા લાગે કે“અહા ! આ મારે સ્ત્રીલંપટ શત્રુ કુડકપટમાં ચતુર જણાય છે. તેણે માયાથી વશ કરેલા મારા પિતાના માણસે પણ તેના થઈ ગયા છે. અહા ! આ તે પોતાના ઘડાથી જ પોતાને પરાભવ થયો છે. હવે માયાના પરાક્રમથી ઉત્કૃષ્ટ એવા આ શત્રુને મારે કેવી રીતે મારો ? અરે! પરાક્રમ વિનાના અને વાલીના નામને લજાવનાર એવા મને ધિક્કાર છે ! એ મહાબળવાન વાલીને ધન્ય છે કે જે અખંડ પુરૂષવ્રત રાખી રાજને તૃણની જેમ છોડી દઈ પરમપદને પામી ગયા. મારે પુત્ર ચંદ્રરાશિમ સર્વ જગતમાં બળવાન છે પણ તે શું કરી શકે ! કારણ કે બનેના ભેદને નહિ જાણવાથી તે કોની સહાય કરે અને કોને મારે? પણ એ ચંદ્રરમિકુમારે એક કામ બહુ સારું કર્યું છે કે તે પાપીને અંતઃપુરમાં પ્રવેશ કરવા દીધું નથી. હવે એ બલિષ્ઠ શત્રુને વધ કરવાને માટે અતિ બળવાન એવા કયા વીરને હું આશ્રય કરું ? કારણ કે શત્રુ પિતાથી કે બીજાથી પણ હણવા ગ્યજ છે. આ શત્રુને ઘાત કરવાને ત્રણ લેકમાં વીર અને મરૂતના યજ્ઞને ભંગ કરનાર રાવણને જઈને ભજું ? પણ તે રાવણ પ્રકૃતિથી જ સ્ત્રીલંપટ અને ત્રણ લેકમાં કંટકરૂપ છે, તેથી તે તે તેને અને મને બનેને મારીને પિતેજ તારાને ગ્રહણ કરે. આવી આપત્તિમાં સહાય કરવાને સમર્થ તે અતિ ઉગ્ર એવો એક ખર રાક્ષસ હતું, પણ તેને તે લક્ષ્મણે મારી નાંખે છે, માટે આ વખતે તે ત્યાં જઈ એ રામલક્ષ્મણનેજ મિત્ર કરું. કારણ કે શરણે આવેલા વિરાધને તેઓએ તત્કાળ પાતાળલંકાનું રાજય આપ્યું છે, અને હાલ પૂર્ણ પરાક્રમવાળા તેઓ વિરાધના C - 14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org