Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૦૨] લક્ષ્મણ તથા ખરની વચ્ચે દારૂણ યુદ્ધ-ખરને વધ [પર્વ ૭ મુ સંજ્ઞા આવવાથી બેડા થઈને જોયું તો ત્યાં મરણોન્મુખ થયેલા જટાયુ પક્ષીને તેમણે દીઠે. તેને જોઈને તહણ બુદ્ધિએ રામચંદ્ર વિચાર્યું કે કોઈ માયાવીએ છળ કરીને મારી પ્રિયાનું હરણ કર્યું. તેના હરણથી ક્રોધ પામીને તેની સામે થયેલા આ મહાત્મા પક્ષીને તેણેજ હણેલે લાગે છે. પછી રામે તેને પ્રત્યુપકાર કરવાને તે શ્રાવક જટાયુને અંત સમયે પરલેકના માર્ગમાં ભાતારૂપ નવકાર મંત્ર સંભળાવ્યું. તત્કાળ મૃત્યુ પામીને તે પણિરાજ માહેંદ્રકલ્પમાં દેવતા થયે, અને રામચંદ્ર સીતાની શોધ માટે અટવીમાં આમ તેમ ભમવા લાગ્યા.
અહીં લક્ષ્મણ ઘણી સેનાવાળા ખરની સાથે એકલા યુદ્ધ કરતા હતા. કેમકે “યુદ્ધમાં સિંહને સહાયકારી સખા હોતો જ નથી.” તે સમયે ખરના અનુજ ભાઈ ત્રિશિરાએ આગળ આવીને “આવાની સાથે તમારે શું યુદ્ધ કરવું ?” એમ કહી પિતાના જ્યેષ્ઠ બંધુ ખરનું નિવારણ કર્યું, અને પોતે યુદ્ધ કરવા લાગ્યો. રામના અનુજ બંધુ લક્ષ્મણે રથમાં બેસીને યુદ્ધ કરવાને ઉદ્યત થયેલા ત્રિશિરાને પતંગની જે ગણીને મારી નાંખ્યો. તે વખતે પાતાળલંકાના પતિ ચંદ્રોદર રાજાને પુત્ર વિરાધ સન્નદ્ધબદ્ધ થયેલા પિતાના સર્વ સૈન્યને લઈને ત્યાં આવ્યો. શત્રુઓનો વિનાશ કરવા અને તેમની આરાધના કરવાની ઈચ્છાથી તેણે રામના સહોદર લક્ષ્મણને નમસ્કાર કરીને કહ્યું કે-“આ તમારા શત્રુઓ ઉપર દ્વેષ કરનાર અને તેમને શત્રુ હું તમારે સેવક છું. આ રાવણના સેવકે એ મારા પરાક્રમી પિતા ચંદ્રોદરને કાઢી મૂકીને પાતાળલંકાને કબજે કરી છે. હે પ્રભુ! અંધકારને નાશ કરવામાં સૂર્યને સહાયકારી કેણુ થઈ શકે છે? તથાપિ આ તમારા શત્રુઓને નાશ કરવામાં કિંચિત્ માત્ર આ સેવક તૈયાર છે, માટે તેને યુદ્ધ કરવાની આજ્ઞા આપે. લક્ષ્મણે હસતાં હસતાં કહ્યું કે-“હું હમણા જ આ શત્રુઓને મારી નાંખીશ, તે તું જોઈ લેજે. યુદ્ધમાં બીજાઓની સહાય લેવી તે પરાક્રમી વીરેને લજજાકારી છે. આજથી મારા મોટા ભાઈ રામચંદ્ર તારા સ્વામી છે, અને અત્યારે જ હું તેને પાતાળલંકાના રાજ્ય ઉપર બેસારૂં છું.”
પિતાના વિરોધી વિરાધને લક્ષ્મણની પાસે આવેલ જેઈ ખર અતિ ક્રોધ પામે તેથી તે ધનુષ્યને પણછ ચડાવીને બે -“અરે વિશ્વાસને ઘાત કરનાર ! મારો પુત્ર સંબૂક
ક્યાં છે તે બતાવ. એ અપરાધ કરીને આ રાંક વિરાધની સહાયથી શું તું રક્ષિત થવા માગે છે?” લક્ષ્મણે હસીને કહ્યું કે-“તારે અનુજ બંધુ ત્રિશિરા પિતાના ભ્રાતૃજ શબૂકને જેવા ઉત્કંઠિત હતો, તેથી મેં તેને તેની પછવાડે મોકલ્યો છે. હવે પુત્ર અને ભાઈ પાસે જવાની જે તારી બળવાન ઉત્કંઠા હોય તે તને પણ ત્યાં મેકલવાને હું ધનુષ્ય સાથે સજ્જ છું. રે મૂઢા ચરણવડે એક કુંથવાની જેમ પ્રમાદથી થયેલા પ્રહારથી મેં તારા પુત્રને હણ્ય છે, પણ તેમાં કાંઈ મારૂં પરાક્રમ નથી, પરંતુ પિતાના આત્માને સુભટ માનતે તું ને મારા રણકૌતુકને પૂર્ણ કરીશ તે વનવાસમાં પણ દાન આપનારે હું યમરાજને પ્રસન્ન કરીશ.” આવાં લક્ષ્મણનાં વચન સાંભળતાંજ ખર રાક્ષસ ગિરિશિખર પર હાથીની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org