________________
સર્ગ ૬ ઢો] સીતા સહિત રાવણનું લંકાપુરીમાં આવવું
[૧૦૧ તે કામાતુર રાવણે જાનકીના ચરણમાં પિતાનું મસ્તક મૂક્યું અને પગે લાગ્યો. તે વખતે પરપુરૂષના સ્પર્શથી કાયર એવાં સીતાએ પિતાના ચરણ તેનાથી દૂર લઈ લીધા. પછી સીતાએ આક્રોશથી તેને કહ્યું કે-“અરે નિર્દય અને નિર્લજજ ! થેડા સમયમાં પરસ્ત્રીની કામનાના ફળરૂપ મૃત્યુ તને પ્રાપ્ત થશે.” તે સમયે સારણ વિગેરે મંત્રીઓ અને બીજા રાક્ષસસામંતે રાવણની સન્મુખ આવ્યા. પછી મોટા ઉત્સાહવાળે અને મહા સાહસ કામ કરનારે પરાક્રમી રાવણ મોટા ઉત્સવવાળી લંકાપુરીમાં આવ્યું. તે સમયે સીતાએ એવો અભિગ્રહ લીધે કે “જ્યાં સુધી રામ અને લક્ષમણના કુશળ સમાચાર આવશે નહિ ત્યાં સુધી હું ભજન કરીશ નહિ.” પછી લંકાનગરીની પૂર્વ દિશામાં રહેલા દેવતાને ક્રીડા કરવાના નંદનવન જેવા અને ખેચરની સ્ત્રીઓને વિલાસના ધામરૂપ–દેવરમણ નામના ઉધાનમાં રક્ત અશેકવૃક્ષની નીચે ત્રિજટા અને બીજા રક્ષકોથી વીંટાએલા જાનકીને મૂકીને તેજને નિધિ રાવણ હર્ષ પામતે પિતાના ધામમાં ગયે.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये
सप्तमे पर्वणि सीताहरणो नाम पंचमसर्गः ॥ ५ ॥
હે
હસર્ગ ૬ ઠ્ઠો. હહહહ હનુમાને કરેલી સીતાની શોધ
રામ લક્ષમણના જે સિંહનાદ સાંભળીને જ્યાં લક્ષમણ શત્રુઓની સાથે રણક્રીડા કરતા હતા ત્યાં ધનુષ્ય લઈને ત્વરાથી આવ્યા. રામને આવેલા જોઈ લક્ષ્મણે કહ્યું કે “હે આર્ય! સીતાને એકલા મૂકીને તમે અહીં કેમ આવ્યા?” રામ બોલ્યા-”હે લક્ષ્મણ ! તમે મને કષ્ટ સૂચક સિંહનાદથી બેલા, તેથી હું આવ્યું છું.' લક્ષ્મણે કહ્યું-“મેં સિંહનાદ કર્યો નથી અને આપના સાંભળવામાં આવ્યે, તેથી જરૂર કેઈએ આપણને છેતર્યા છે. આર્યા સીતાનું હરણ કરવાને માટે આ ઉપાય કરી તેમને ત્યાંથી ખસેડ્યા હોય એમ ખરેખર જણાય છે. આ સિંહનાદ કરવામાં બીજું જરા પણ કારણ હોય તેમ હું ધારતો નથી, માટે હે આર્ય! સત્વર સીતાના રક્ષણુને માટે તમે જાઓ, હું પણ શત્રુઓને મારીને તમારી પછવાડે આવું છું.” લક્ષ્મણે આમ કહેવાથી રામચંદ્ર સત્વર પિતાને સ્થાનકે આવ્યા, ત્યાં જાનકી દેવામાં આવ્યાં નહિ; તેથી તત્કાળ મૂછ ખાઈને તે પૃથ્વી પર પડી ગયા. થોડીવારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org