Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ પ મ ] ચંદ્રગુખાએ સીતા માટે રાવણને ઉત્પન્ન કરેલી આસક્તિ [૯ શું પૂજ્ય રામચંદ્ર પિતે યુદ્ધ કરે?” એવા વિચારથી લમણે તેઓની સાથે યુદ્ધ કરવાને માટે રામચંદ્ર પાસે માગણી કરી. રામે કહ્યું-“હે વત્સ! ભલે વિજય મેળવવાને માટે તું જા, પરંતુ જો તમે સંકટ પડે તે મને બોલાવવાને માટે સિંહનાદ કરજે.” લક્ષ્મણે તે વાત કબુલ કરી; અને તત્કાળ તેમની આજ્ઞા મેળવી ધનુષ્યમાત્ર લઈને ગયા પછી સર્પોને ગરૂડની જેમ તેઓને મારવાને પ્રવર્તા. જયારે તેમનું યુદ્ધ વધવા માંડ્યું, ત્યારે પિતાના સ્વામીને પક્ષ વધારવાને માટે ચંદ્રણખા પિતાના ભાઈ રાવણની પાસે ત્વરાથી આવી. તેણે આવીને રાવણને કહ્યું કે-“હે ભાઈ! કઈ રામલક્ષમણ નામે બે અજાણ્યા મનુષ્ય દંડકારણ્યમાં આવેલા છે, તેઓએ તારા ભાણેજને યમદ્વારમાં પહોંચાડ્યો છે. એ ખબર સાંભળીને તારે બનેવી પર વિદ્યાધર પિતાના અનુજબંધુ અને સૈન્યને લઈ ત્યાં ગયેલ છે, અને હાલ તે લક્ષમણુની સાથે યુદ્ધ કરે છે. પિતાના અને અનુજબંધુના બળથી ગર્વ પામેલો રામ સીતાન સાથે વિલાસ કરતો અલગજ બેસી રહેલું છે, અને સીતા રૂપલાવયની શોભાથી સ્ત્રીઓની સીમારૂપ છે, તેના જેવી કોઈ દેવી, નાગકન્યા કે માનુષી સ્ત્રી નથી, તે કઈ જુદી જ છે. સર્વ સુરાસુરની સ્ત્રીઓને દાસી કરે તેવું તેનું રૂપ ત્રણ લેકમાં અનુપમ અને વાણીથી ન કહી શકાય તેવું છે. હે બંધુ! આ સમુદ્રથી માંડીને બીજા સમુદ્ર પર્યત પૃથ્વી ઉપર જે જે રત્ન છે તે સર્વ રત્ન તારે માટે જ યોગ્ય છે. માટે રૂપસંપત્તિવડે દષ્ટિઓને અનિમેષ થવાને કારણરૂપ એ સ્ત્રીરત્નને તું ગ્રહણ કર, તેમ છતાં જે તું તેને મેળવીશ નહીં તે તું રાવણ જ નથી.” આવાં તેનાં વચન સાંભળીને રાવણુ તત્કાળ પુષ્પક વિમાનમાં બેઠે, અને તેને આજ્ઞા કરી કે “હે વિમાનરાજ! જ્યાં જાનકી છે ત્યાં તું ત્વરાથી જા.” તત્કાળ જાણે ત્યાં જવા ઈચ્છતા રાવણના મનની સ્પર્ધા કરતું હોય તેમ તે વિમાન અતિ વેગથી જાનકી પાસે આવ્યું. ત્યાં ઉગ્ર તેજવાળા રામને જોતાં જ અગ્નિથી વાઘની જેમ રાવણ ભય પામીને તેનાથી દૂર જઈને ઉભે રહ્યો. તરતજ તે વિચારમાં પડ્યો કે “અહીં એવા અતિ ઉગ્ર રામ અને તેની પાસેથી સીતાનું હરણ તે એક તરફ વાઘ અને એક તરફ નદીના જેવું મહાકષ્ટકારી છે.” આવે વિચાર કરીને તત્કાળ તેણે અવલોકની વિદ્યાનું સ્મરણ કર્યું, એટલે તરતજ તે વિદ્યા દાસીની જેમ અંજલિ જોડી તેની પાસે આવીને ઊભી રહી. રાવણે તેને જણાવ્યું કે-“સીતાહરણના કાર્યમાં તું મને સહાય કર.” વિદ્યાદેવી બોલી-“વાસુકિ નાગના મસ્તક ઉપરથી રત્ન લેવું તે સહેલું છે, પણ રામની સમીપેથી સીતાને લેવાનું દેવતાઓને પણ સહેલું નથી, પણ તેને એક ઉપાય છે, તે એ કે જ્યારે લક્ષમણુ યુદ્ધ કરવા ગયા ત્યારે રામે પોતાને બોલાવવા માટે સિંહનાદ કરવાનો સંકેત કરેલ છેમાટે જે તે ઉપાય કરીએ ને રામચંદ્ર ત્યાં જાય તે સીતાનું હરણ થઈ શકે.” રાવણે તેમ કરવાની આજ્ઞા કરી, એટલે તે દેવીએ ત્યાંથી દૂર જઈને સાક્ષાત્ લક્ષ્મણના જેવો સિંહનાદ કર્યો. તે સિંહનાદ સાંભળી રામ સંજમથી વિચારમાં પડ્યા કે “હસ્તિમલ્લની જેવા મારા અનુજબંધુ લક્ષમણને જે જગતમાં કોઈ પ્રતિમલ્લ નથી. લક્ષ્મણને સંકટમાં પાડે તેવા પુરૂષને હું તે નથી, તે છતાં આ સિંહનાદ પ્રથમ કરેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org