Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ પ મ ] સૂર્યહાસ ખગને સાધવા માટે સંબૂકનું દડકારણ્યમાં આવવું [૯૭ આ પ્રમાણેનું પોતાના પૂર્વભવનું વૃત્તાંત સાંભળીને પક્ષી ફરીવાર પણ ઘણે ખુશી થઈને મુનિના ચરણમાં પડયો, અને ધર્મ સાંભળીને તેણે શ્રાવકપણું સ્વીકાર્યું. મહામુનિએ તેની ઈચ્છા જાણીને તેને જીવઘાત, માંસાહાર અને રાત્રિભેજનનાં પચ્ચખાણ કરાવ્યાં. પછી મુનિએ રામચંદ્રને કહ્યું કે-“આ પક્ષી તમારો સહધમી છે, અને સાધમી બંધુઓ ઉપર વાત્સલ્ય કરવું તે કલ્યાણકારી છે, એમ જિનેશ્વર ભગવંતે કહેલું છે.” આવાં મુનિવચન સાંભળીને “હા, એ મારો પરમબંધુ છે એમ કહી રામે મુનિને વંદના કરી, એટલે તે બંને મુનિ આકાશમાગે ઊડીને બીજે ઠેકાણે ગયા. રામ, લક્ષ્મણ અને જાનકી તે જટાયુ પક્ષીને સાથે રાખી દિવ્ય રથમાં બેસીને ક્રીડા માટે અન્ય સ્થાનકે વિચરવા લાગ્યા.
એ અરસામાં પાતાળલંકામાં ખર અને ચંદ્રણ ખાના શબૂક અને સુંદ નામે બે પુત્રો યૌવનવયને પ્રાપ્ત થયા. એક વખતે માતાપિતાએ વાર્યા છતાં પણ શંબૂક સૂર્યહાસ ખગને સાધવા માટે દંડકારણ્યમાં આવ્યો. ત્યાં કચરવા નદીને તીરે એક વંશગદ્યરમાં તે રહૃાો. તે વખતે તે બે કે-“અહીં રહેતાં જે મને વારશે તેને હું મારી નાંખીશ.” પછી એકવાર એકાંતે જમનાર, વિશુદ્ધાત્મા, બ્રહ્મચારી અને જીતેંદ્રિય એવે તે એક વડની શાખા સાથે પિતાના બનને પગ બાંધી અધમુખી થઈને સૂર્યહાસ ખગને સાધનારી વિદ્યાનો જાપ કરવા લાગ્યા. એ વિદ્યા બાર વર્ષ અને સાત દિવસ સાધવાથી સિદ્ધ થાય છે. એવી રીતે વાગેળની જેમ ઉંધે મસ્તક રહેતાં તેને બાર વર્ષ ને ચાર દિવસ વીતી ગયાં, એટલે તેને સાધ્ય થવાની ઈચ્છાએ મ્યાનમાં રહેલું સૂર્યહાસ ખગ આકાશમાં તેજ અને સુગંધ ફેલાવતું સતું તે વંશગહૂવરની પાસે આવ્યું. તે સમયે કીડાથી આમ તેમ ફરતાં લક્ષમણ ત્યાં આવી ચડ્યા, એટલે સૂર્યનાં કિરણોના સમૂહ જેવું સૂર્યહાસ ખગ તેમના જેવામાં આવ્યું. લક્ષ્મણે તે ખગ્ન હાથમાં લીધું અને તરત જ તેને મ્યાનમાંથી બહાર ખેંચ્યું. કારણ કે “અપૂર્વ શસ્ત્ર જેવાથી ક્ષત્રિયેને કુતૂહલ થાય છે.” પછી “તે કેવું તીર્ણ છે” એવી પરીક્ષા કરવાને માટે લક્ષ્મણે તેનાવડે સમીપ રહેલા વંશજાળને કમળના નાલવાની જેમ છેદી નાંખ્યું. તેથી વંશજાળમાં રહેલા શંબૂકનું મસ્તકકમલ કપાઈ ગયું અને તે લક્ષ્મણની આગળ આવીને પડયું. પછી લક્ષ્મણે તે વંશજાળમાં પ્રવેશ કરીને જોયું, એટલે વડની શાખા સાથે લટકતું ધડ, પણ તેના જેવામાં આવ્યું. તે વખતે “અરે ! આ કઈ યુદ્ધ નહિ કરનારા અને શસ્ત્ર વિનાના નિરપરાધી પુરૂષને મેં મારી નાંખ્યો. આવા કૃત્યથી મને ધિક્કાર છે!” આ પ્રમાણે લક્ષ્મણ પોતાની નિંદા કરવા લાગ્યા. પછી એ સર્વ વૃત્તાંત તેણે રામ પાસે આવીને કહ્યો, અને તે ખર્ગ બતાવ્યું. રામ ખગ જોઈને બોલ્યા કે-“હે વીર! આ સૂર્યહાસ ખડૂગ છે અને આના સાધનારને જ તમે મારી નાંખે છે. એનો કોઈ ઉત્તરસાધક પણ આટલામાંજ હોવાનો સંભવ છે. '
એ સમયે પાતાળલંકામાં રાવણની બેન ચંદ્રણખાને વિચાર થયો કે “આજે અવધિ પૂરી થઈ છે, તેથી મારા પુત્રને સૂર્યહાસ ખગ આજે જરૂર સિદ્ધ થશે. માટે ઉતાવળથી C - 13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org