________________
જટાયુ પક્ષીને પૂર્વભવ.
[ પર્વ ૭ મું ગુપ્ત રીતે શસ્ત્રો દાટેલાં છે, તે આપ જાતે જઈને ખાત્રી કરો.” રાજાએ પાલકના કહેવા ઉપરથી મુનિઓના સ્થાન નીચે ખેદાવ્યું, એટલે ત્યાં વિચિત્ર જાતિનાં શોને દાટેલાં જોયાં, તેથી તે ઘણે ખેદ પામ્યું. પછી દંડકે વિચાર કર્યા વગર પાલકને આજ્ઞા કરી કે-“હે મંત્રી ! તમે આ બહુ સારું જાણી લીધું કેમકે હું તે તમારાથીજ નેત્રવાળે છું. હવે આ દુર્મતિ &દકને જે ચગ્ય શિક્ષા હોય તે તમે કરે, કારણકે તમે તે જાણે છે. હે મહામતિ! હવે ફરીવાર મને તે વિષે પૂછવું નહિ.” આ પ્રમાણે આજ્ઞા મળતાંજ પાલકે શીઘ જઈને મનુષ્યને પીલવાનું એક યંત્ર કરાવ્યું અને તે ઉદ્યાનમાં લાવીને તેમાં સ્કંદકની આગળ એક એક સાધુને પીલવા માંડયા. દરેક મુનિને પીલાતી વખતે સકંદકાચા દેશના પૂર્વક સમ્યફ પ્રકારે આરાધના કરાવી. જ્યારે સર્વ પરિવારમાં છેલ્લા રહેલા એક બાળમુનિને યંત્રની પાસે લાવવામાં આવ્યા, ત્યારે સકંદકાચા બહુ કરૂણા આવવાથી પાલકને કહ્યું કે-“પ્રથમ મને પલ. આ મારૂં વચન માન્ય કર, કે જેથી એ બાળમુનિને પીલતાં ન જોઉં.” તે બાળમુનિને પીડા કરવાથી સકંદ, વધારે પીડાશે એમ જાણી પાલકે તેમને પીડા કરવાને માટે જ તેમનું વચન ન માનતાં પ્રથમ તેમની નજરે તે બાળમુનિને પીલી નાખ્યા. સર્વ મુનિએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને અવ્યયપદને પામ્યા. કંઇક મુનિએ અંતિમ પચ્ચખાણું લઈ એવું નિયાણું કર્યું કે “જે આ તપસ્યાનું ફળ હોય તે હું આ દંડક તથા પાલક તેમજ તેના કુળ અને દેશનો નાશ કરનારો થાઉં.” આવું નિયાણું બાંધતા એ કંદકાચાર્યને પાલકે પીલી નાંખ્યા. ત્યાંથી કાળ કરીને તેમનો ક્ષય કરવાને માટે તે કાલાગ્નિની જેમ વહુનિકુમાર નિકાયમાં દેવતા થયા.
પુરંદરયશાએ આપેલું રત્નકંબલના તંતુથી બનાવેલું સકંદાક્રાચાર્યનું રજોહરણ કે જે રૂધિરથી વ્યાપ્ત થયેલું હતું તેને એક પક્ષિણી હારી ગઈ, તેને ભુજાદંડધારીને યત્નથી ગ્રહણ કર્યું હતું, પરંતુ દૈવગે તે છટકી જવાથી દેવી પુરંદરયશાની આગળજ પડયું. તે જોઈને તેની તપાસ કરતાં પિતાના મહર્ષિભાઈનું યંત્રમાં પીલાવાથી થયેલું મરણ તેના જાણવામાં આવ્યું. તેથી “અરે પાપી! તે આ શું પાપ કર્યું?” એમ તે પિતાના પતિ દંડકરાજાની ઉપર આક્રોશ કરવા લાગી, તેજ વખતે તે શેકમગ્ન પુરંદરયશાને ઉપાડીને શાસનદેવીએ મુનિસુવ્રત પ્રભુની પાસે મૂકી. ત્યાં તેણે તરત જ તેમની પાસે દીક્ષા લીધી. અગ્નિકુમાર થયેલા સ્કંદકના જીવે અવધિજ્ઞાનથી પોતાના પૂર્વ જન્મનો વૃત્તાંત જાણી પાલક અને નગરજન સહિત દંઢકરાજાને ભસ્મ કરી દીધું. ત્યારથી આ દારૂણ અને ઉજજડ એવું દંડકારણ્ય થયેલું છે, અને તે દંડકના નામથી જ પૃથ્વીમાં પ્રખ્યાત છે.
દંડકરાજા સંસારના કારણરૂપ અનેક નિઓમાં પરિભ્રમણ કરી પિતાના પાપ કર્મથી આ ગંધ નામનો મહારોગી પક્ષી થયેલ છે. અમારા દર્શનથી તેને જાતિસ્મરણુજ્ઞાન થયું, અને અમને પ્રાપ્ત થયેલી સ્પષધિ લબ્ધિના પ્રભાવથી તેના બધા રેગ ક્ષય પામી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org