________________
૯૮]
રામ ઉપર ચંદ્રણખાને થયેલ આસક્તિ [ પર્વ ૭ મું તેને માટે પૂજાની સામગ્રી અને અન્નપાન લઈને હું ત્યાં જાઉં.” એમ વિચારીને સત્વર હર્ષથી તે વંશગણ્વર પાસે આવી. ત્યાં પોતાના પુત્રનું છુટા કેશવાળું અને કુંડળે જેમાં લટકી રહેલાં છે એવું મસ્તક લેવામાં આવ્યું, એટલે “હા વત્સ શબૂક! હે વત્સ સંબૂક! તું કયાં ગયો?” એમ પિકાર કરી કરીને તે રેવા લાગી, એટલામાં જમીન પર પડેલી લક્ષ્મણના મનહર પગલાની પંક્તિ તેના જેવામાં આવી; તેથી જેણે મારા પુત્રને મારી નાખ્યો છે તેના પગલાંની આ પંક્તિ છે એ નિશ્ચય કરીને ચંદ્રણખા તે પગલે પગલે વેગથી ચાલી. થોડે દૂર ચાલતાં એક વૃક્ષની નીચે સીતા લક્ષ્મણ સાથે બેઠેલા નેત્રાભિરામ એવા રામચંદ્રને તેણે દીઠા. સુંદર રામને જોઈને ચંદ્રણખા તત્કાળ રતિવશ થઈ ગઈ. અહે! મહા શોકમાં પણ કામિનીઓને કેવો કામને આવેશ થાય છે! પછી નાગકન્યા જેવું સુંદર કન્યાનું રૂપ વિકુવ એ કામ પીડિત ચંદ્રણખા ધ્રુજતી ધ્રુજતી રામની પાસે આવી. તેને જોઈને રામભદ્ર બેલ્યા-ભદ્રે ! યમરાજના સ્થાન જેવા આ દારૂણ દંડકારણ્યમાં તું એકાકી ક્યાંથી આવી ચડી?” તે બેલી–“હું અવંતિના રાજાની કન્યા છું. રાત્રે મહેલ ઉપર સૂતી હતી, ત્યાંથી રાત્રિમાં કઈ બેચરે મારું હરણ કર્યું, અને આ અરણ્યમાં લઈ આવ્ય; તેવામાં કઈ બીજા વિદ્યાધરકુમારે તેને અહીં દીઠે, એટલે હાથમાં ખળ લઈને તે બે કે-“અરે પાપી! હારલતાને ચિલ્લ પક્ષી લઈ જાય તેમ આ સ્ત્રીરત્નને હરીને તું ક્યાં જઈશ? હું તારે કાળ થઈને અહીં આવ્યો છું.” આવાં તેનાં વચન સાંભળીને મને હરી લાવનાર ખેચરે મને અહીં પડી મૂકી. અને તે બંનેએ ચિરકાળ ખડ્યા-ખગી યુદ્ધ કર્યું. પ્રાતે ઉન્મત્ત હાથીઓની જેમ તે બને મૃત્યુ પામી ગયા. પછી “હવે મારે ક્યાં જવું' એમ વિચારતી હું અહીં તહીં ભમ્યા કરું છું. તેવામાં જંગલમાં છાયાદાર વૃક્ષ મળી જાય તેમ તમે મને પુણ્યાગે પ્રાપ્ત થયા છે. હે સ્વામી! હું એક કુલીન કુમારીકા છું, માટે તમે મારી સાથે વિવાહ કરે. મહાપુરૂષોની પાસે કરેલી યાચકની પ્રાર્થના વૃથા થતી નથી. તેને
તાજ મહા બુદ્ધિમાન રામલક્ષ્મણ પરસ્પર પ્રફુલ્લ નેત્રે વિચારવા લાગ્યા કે આ કઈ માયાવી સ્ત્રી છે, અને નટની જેમ વેષ ધારણ કરી આ બધું કૂટનાટક બતાવીને આપણને છેતરવા આવી છે. પછી હાસ્ય સ્નાના પૂરથી હઠને વિકસિત કરતા રામ બેલ્યા કે-“ તે સ્ત્રી સહિત છું, માટે સ્ત્રીરહિત એવા લક્ષ્મણને તું ભજ.” રામનાં આવાં વચનથી ચંદ્રણખાએ લમણ પાસે જઈને તેની પ્રાર્થના કરી. એટલે તે બોલ્યા કે-“તું પ્રથમ મારા પૂજ્ય બંધુ પાસે ગઈ એટલે તું પણ મારે પૂજ્ય થઈ તેથી હવે તે વિષે મારી પાસે વાર્તા પણ કરવી નહિ.”
આ પ્રમાણે પિતાની યાચનાના ખંડનથી અને પુત્રના વધથી તેને અત્યંત ક્રોધ ઉત્પન્ન થશે. તેથી તત્કાળ પાતાળલંકામાં જઈને પુત્રના ક્ષય વિષેને બધે વૃત્તાંત પિતાના સ્વામી ખર વિદ્યાધર વિગેરેને કહ્યો; એટલે તત્કાળ પર્વતને ઉપદ્રવ કરવા હસ્તીઓ જાય તેમ રામને ઉપદ્રવ કરવાને માટે ચૌદ હજાર વિદ્યાધરનાં લશ્કરને લઈને તેઓ ત્યાં આવ્યા. “હું છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org