Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૦૦ ] રાવણે કરેલ સીતાનું હરણ
[પર્વ ૭ મું સંકેત પ્રમાણે બરાબર સાંભળવામાં આવે છે. આ પ્રમાણેના તર્કવિતર્કમાં મહા મનવાળા રામ વ્યગ્ર થઈ ગયા. તે વખતે સીતા લક્ષ્મણ પરના વાત્સલ્યભાવથી આ પ્રમાણે છેલ્યા–“હે આર્યપુત્ર! વત્સ લક્ષ્મણ સંકટમાં પડયા છતાં તમે ત્યાં જવામાં કેમ વિલંબ કરો છે? સત્વર જઈને વત્સ લક્ષ્મણની સહાય કરે.” આવાં સીતાનાં વચનથી અને સિંહનાદથી પ્રેરાયેલા રામ અપશુકનને પણ નહિ ગણતાં ત્વરાથી ત્યાં ગયા.
પછી લાગ આવેલ જઈ રાવણ નીચે ઉતરીને રૂદન કરતા જાનકીને પુષ્પક વિમાનમાં બેસાડવા લાગ્યા. જાનકીને રેતાં સાંભળીને “હે સ્વામિની ! ભય રાખશે નહિ, હું આવી પુ છું.” “અરે નિશાચર ! ઊભે રહે” એમ રેષથી બોલતો જટાયુ પક્ષી દૂરથી રાવણ ઉપર દે; અને પિતાના તીણ નખની અણીઓથી હળવડે ભૂમિની જેમ તે મોટા પક્ષીએ રાવણના ઉરસ્થલને ઉઝરડી નાંખ્યું. તેથી રાવણે ક્રોધ કરી દારૂણ ખળ ખેંચી તેના વડે તેની પાંખે છેદી નાંખીને તેને પૃથ્વી પર પાડી નાંખે. પછી રાવણ નિઃશંક થઈ સીતાને પુષ્પક વિમાનમાં બેસાડી, પિતાના મનોરથ પૂર્ણ કરી ઉતાવળે આકાશમાર્ગે ચાલ્યું. તે વખતે “શત્રુઓને મથન કરનારા હે નાથ રામભદ્ર! હે વત્સ લક્ષ્મણ ! હે પૂજ્ય પિતા ! હે મહાવીર બંધુ ભામંડલ! બલિને કાગડો ઉપાડી જાય તેમ આ રાવણ છળથી તમારી સીતાને હરી જાય છે.” આ પ્રમાણે રૂદન કરતી સીતા ભૂમિ અને આકાશને રોવરાવવા લાગી.
માર્ગમાં અર્કજીના પુત્ર રત્નજીટીના ખેચરે આ રૂદન સાંભળી વિચાર કર્યો કે “જરૂર આ રામની પત્ની સીતાનું રૂદન જણાય છે અને આ શબ્દ સમુદ્રપર સંભળાય છે, તેથી જરૂર રાવણે રામલક્ષ્મણને છેતરીને એ સીતાનું હરણ કર્યું હશે એમ લાગે છે, તે આ વખતે મારા સ્વામી ભામંડલની ઉપર હું ઉપકાર કરૂં.” એવું વિચારીને તે રત્નજી ખેચર ખગ ખેંચી રાવણને આક્ષેપ કરતે તેના પર દેડડ્યો. યુદ્ધને માટે બોલાવતા એ રત્નજીનું કાંઈક હાસ્ય કરી રાવણે પિતાની વિદ્યાના સામર્થ્યથી તેની બધી વિદ્યાઓ હરી લીધી, તેથી તત્કાળ જેની પાંખે છેદી નાંખી હોય તેવા પક્ષીની જેમ રત્નજી વિદ્યા હરણ થતાં કંબુદ્વીપમાં પડયો, અને ત્યાં આવેલા કંબુગિરિપર રહેવા લાગ્યા.
અહીં રાવણે વિમાનમાં બેસીને આકાશમાગે સમુદ્ર ઉપર ચાલતાં કામાતુરપણે ઘણા અનુનયથી સીતાને આ પ્રમાણે કહ્યું- “હે જાનકી ! સર્વ ખેચર અને ભૂચર લેકોને હું સ્વામી છું, તેની પટ્ટરાણના પદને તમે પ્રાપ્ત થયાં છે, તે છતાં કેમ રૂઓ છે? હર્ષને સ્થાને તમે શેક શા માટે કરે છે? પૂર્વે મંદ ભાગ્યવાળા રામની સાથે તમને જોડી દીધા, એ વિધિએ યેગ્ય કર્યું નહોતું; તેથી મેં હવે યોગ્ય કર્યું છે. હે દેવી! સેવામાં દાસ જેવા મને તમે પતિ તરીકે માને. હું જયારે તમારો દાસ થઈશ ત્યારે સર્વ ખેચર અને ખેચરીઓ પણ તમારાં દાસદાસી થઈને રહેશે.” આ પ્રમાણે રાવણ કહેતા હતા, તે વખતે ભક્તિથી મંત્રની જેમ “રામ” એ બે અક્ષરનો જાપ કરતાં સીતા નીચું જોઈને જ બેસી રહ્યાં, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org