Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૯૨]
કુલભૂષણ અને દેશભુષણ મુનિઓને પૂર્વભવ. [ પર્વ ૭ મું તે બંને મહર્ષિઓને ઉપદ્રવ કરવા લાગ્યા. તત્કાળ રામલક્ષમણ બંને સીતાને મુનિ પાસે મૂકીને કાળરૂપ થઈ તે વેતાળને મારવાને ઉદ્યત થયા. તેજ વખતે તેમના તેજના પ્રસારને સહન કરવાને અસમર્થ થઈ તે દેવ ત્યાંથી પોતાને સ્થાનકે ચાલ્યા ગયે, અને બને મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરત જ દેવતાઓએ આવી તેમના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. પછી રામે બંને મુનિને વંદના કરીને ઉપસર્ગ થવાનું કારણ પૂછ્યું, એટલે કુળભૂષણ નામના મુનિ બોલ્યા
પવિની નામની નગરીમાં વિજયપર્વત રાજા હતા. તેને અમૃતસ્વર નામે એક દૂત હતા, તેને ઉપયેગા નામની પત્નીથી ઉદિત અને મુદિત નામે બે પુત્ર થયા હતા. અમૃતસ્વર દૂતને વસુભૂતિ નામે એક બ્રાહ્મણ મિત્ર હતો. તેની ઉપર ઉપગા આસક્ત થવાથી તે પિતાના પતિ અમૃતસ્વરને મારી નાંખવાને ઇચ્છતી હતી. એક વખતે રાજાની આજ્ઞાથી અમૃતસ્વરને વિદેશ જવું પડ્યું; તેની સાથે વસુભૂતિ પણ ગયે અને માર્ગમાં કેઈ છળ કરીને તેણે અમૃતસ્વરને મારી નાંખે. વસુભૂતિ પાછા નગરીમાં આવી કેને કહેવા લાગ્યો કે “અમૃતસ્વરે કઈ કાર્યને માટે મને પાછું વાળે છે.” પછી તેણે ઉપયોગાને કહ્યું કે “આપણું સંભેગમાં વિદ્ધ કરનાર અમૃતસ્વરને મેં માર્ગમાં છળથી મારી નાખે છે.” ઉપયેગા બેલી-એ કામ તમે સારું કર્યું, હવે આ પુત્રોને પણ મારી નાંખે. પછી આપણે નિમક્ષિકપણું થશે. વસુભૂતિએ તેમ કરવું કબુલ કર્યું. દેવગે તેમને આ વિચાર વસુભૂતિની સ્ત્રીએ સાંભળે; તેથી ઈર્ષ્યાને લીધે તેણે એ વૃત્તાંત અમૃતસ્વરના પુત્ર મુદિત અને ઉદિતને જણાવ્યું. તત્કાળ ઉદિતે ક્રોધથી વસુભૂતિને મારી નાંખ્યું. ત્યાંથી મૃત્યુ પામી વસુભૂતિ નલપલીમાં શ્લેષ્ણપણે ઉત્પન્ન થયે.
એક વખતે મતિવદ્ધન નામના મુનિની પાસેથી ધર્મ સાંભળીને રાજાએ દીક્ષા લીધી, તે સાથે મુદિત અને ઉદિતે પણ દીક્ષા લીધી. અન્યદા ઉદિત અને મુદિત મુનિ સમેતશિખર ઉપરનાં ચિત્યને વંદન કરવાને માટે ચાલતાં માર્ગમાં ભૂલા પડવાથી પિલી નવપલ્લીમાં આવી ચડ્યા. ત્યાં વસુભૂતિને જીવ જે ઑરછ થયો હતે તેણે તે બંને મુનિઓને યા; તેથી તત્કાળ પૂર્વભવના વૈરને લીધે તે તેમને મારવાને દેડક્યો, તેને સ્વેચ્છરાજાએ અટકાવ્યું. કારણ કે તે સ્વેચ્છાપતિ પૂર્વભવમાં પક્ષી હતા, અને આ ઉદિત અને મુદિત બને ખેડુત હતા. તે વખતે તેમણે તે પક્ષીને કઈ શિકારી પાસેથી છેડાવ્યું હતું, તેથી તે સ્વેચ્છપતિએ અહીં તેમની રક્ષા કરી. પછી તે મુનિઓએ સંમેતગિરિ જઈને ત્યાંનાં ચૈત્યને વંદના કરી અને ચિરકાળ પૃથ્વી પર વિહાર કર્યો. પ્રાતે અનશન કરી મૃત્યુ પામીને તે બંને મુનિ મહાશુક્ર દેવલેકમાં સુંદર અને મુકેશ નામે મહદ્ધિક દેવતા થયા. વસુભૂતિને જીવ જે મ્લેચ્છ હતું તે અનેક ભવભ્રમણ કરી કેઈક પુણ્યયોગે મનુષ્યભવ પામે. તે ભવમાં તે તાપસ થશે. ત્યાંથી મૃત્યુ પામીને તે જતિષ્ક દેવતામાં ધૂમકેતુ નામે મિથ્યાદછી દુષ્ટ દેવ થશે. ઉદિત અને
૧ વચ્ચે અડચણ કરનાર રહિતપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org