________________
સર્ગ ૫ મે ] જિતપન્નાનું લક્ષમણને વરવું.
[ ૯૧ એટલે તેણે કહ્યું-“અહીં શત્રુદમન નામે એક પરાક્રમી રાજા છે. તેને કન્યકાદેવી નામે રાણીની કુક્ષીથી ઉત્પન્ન થયેલી જિતપદ્યા નામે એક કન્યા છે. તે કમળલોચના બાળ લક્ષ્મીનું
સ્થાન છે. તેના વરના બળની પરીક્ષા કરવા માટે રાજાએ આ આરંભ કરે છે; પરંતુ તે વર મળતો નથી, તેથી દરાજ ઉષણા થયા કરે છે.” આ પ્રમાણે તે પુરૂષ પાસેથી હકીકત સાંભળીને લક્ષ્મણ તે રાજાની સભામાં ગયા. રાજાએ પૂછયું- તમે ક્યાં રહે છે ? અને કયાંથી આવે છે ?” લક્ષ્મણ બેલ્યા–“હું ભરતરાજાને દૂત છું, કેઈ કાર્યને અર્થે અહીંથી જતું હતું, તમારી કન્યાના ખબર સાંભળી તેને પરણવાને માટે હું આવ્યો છું.' રાજાએ પૂછયું કે-“તમે મારી શક્તિનો પ્રહાર સહન કરશે? 'લક્ષ્મણ બેલ્યા–“એક પ્રહાર તે શું પણ પાંચ પ્રહાર સહન કરીશ. ” તે સમયે જિતપદ્મા રાજકન્યા ત્યાં આવી, તે લક્ષ્મણને જોતાંવેંત જ કામાતુર થઈ ગઈ; તેથી તેનાપર અનુરાગી થઈને રાજાને વારવા લાગી, તથાપી રાજાએ પાંચ દુસહ શક્તિઓના પ્રહાર લક્ષ્મણની ઉપર કર્યા. લક્ષ્મણે બે પ્રહાર હાથ ઉપર, બે કાખમાં અને એક દાંત ઉપર-એમ પાંચ શક્તિપ્રહાર જિતપદ્માના મનની સાથે ગ્રહણ કર્યા, એટલે જિતપદ્માએ તરતજ લક્ષ્મણના કંઠમાં સ્વયંવરમાળા નાંખી. રાજાએ પણ કહ્યું કે-“આ કન્યાને ગ્રહણ કરો. ” લક્ષમણ બોલ્યા-“મારા મોટા ભાઈ રામચંદ્ર બહાર ઉઘાનામાં છે, તેથી હું સર્વદા પરતંત્ર છું. ” રાજા શત્રદમને એ બંને રામ લક્ષ્મણ છે એમ જાણી રામની પાસે જઈને તેમને નમસ્કાર કર્યા અને પિતાને ઘેર તેડી લાવ્યા. પછી ત્યાં તેમની મેટી ધામધૂમથી પૂજા કરી. “એક સામાન્ય અતિથિ પણ પૂજવા ગ્યા છે, તો પછી ઉત્તમ પુરૂષની તે વાત જ શી કરવી.” તેમને સત્કાર ગ્રહણ કરી રામ ત્યાંથી ચાલ્યા, તે વખતે સૌમિત્રિએ ( લમણે) કહ્યું-“જ્યારે હું પાછો વળીશ ત્યારે તમારી પુત્રીની સાથે પરણીશ.”
ત્યાંથી રાત્રિના પ્રાંત ભાગે નીકળેલા રામ સાયંકાળે વંશશૈલ્ય નામના ગિરિના તટ ઉપર રહેલા વંશસ્થળ નામના નગર પાસે આવી પહોંચ્યા. ત્યાં રાજાને અને સર્વ લોકોને તેમણે ભયભીત સ્થિતિમાં જોયા, તેથી રામે એક પુરૂષને તેમના ભયનું કારણ પૂછ્યું. તે પુરૂષે કહ્યું
અહીંઆ ત્રણ દિવસથી રાત્રે આ પર્વત ઉપર ભયંકર દવનિ થાય છે, તે ભયથી સર્વ જન બીજે સ્થળે જઈને રાત્રિ નિગમન કરે છે અને પ્રાતઃકાળે પાછા અહીં આવે છે. એવી રીતે નિત્ય લોકોની મહા કષ્ટકારી સ્થિતિ વતે છે.” તે સાંભળી લમણુની પ્રેરણાથી અને કૌતુકથી રામ તે ગિરિ ઉપર ચડ્યા. ત્યાં બે મુનિ કાગે રહેલા તેમના જેવામાં આવ્યા. રામ, લક્ષમણ અને સીતાએ તેમને ભક્તિથી વંદના કરી. પછી તેમના આગળ રામે ગોકર્ણ યક્ષે આપેલી વીણા વગાડવા માંડી, લક્ષ્મણે ગ્રામ અને રાગથી મનોહર એવું ગાયન કર્યું અને સીતાદેવીએ અંગહારથી વિચિત્ર નૃત્ય કર્યું. તે સમયે સૂર્ય અસ્ત પામ્ય અને રાત્રિ વૃદ્ધિ પામી, તેવામાં અનેક વેતાળને વિકુવીને અનલપ્રભ નામે એક દેવ ત્યાં આવ્યું, અને પોતે પણ વેતાળનું રૂપ લઈ અટ્ટહાસ્ય કરતે અને આકાશને ફેડી નાંખે તેવા શબ્દ કરતે તે દુરાશય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org