Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૫ મે ]
અતિવીય રાજાના પરાભવ,
[ ૮૯
તેને વિદાય કર્યાં. પછી તેણે રામચંદ્રને કહ્યું- અહે ! અલ્પબુદ્ધિવાળા તે અતિવીની કેવી અજ્ઞાનતા છે કે જે મને ભરતની સાથે યુદ્ધ કરવાને મેલાવે છે, માટે હવે ભરત સાથેનુ સૌદપણું અને તેની સાથેનું દુશ્મનપણું જણાવ્યા વગર મેાટી સેના સાથે ત્યાં જઈ ભરતના શાસનની જેમ હું તેને હણી નાંખીશ.' રામ ખેાલ્યા‘રાજન! તમે અહીં જ રહેા. તમારા સૈન્ય અને પુત્રા સહિત હું ત્યાં જઈશ અને યથાયેાગ્ય કરીશ.' મહીધરે તેમ કરવાને કબુલ કર્યું, એટલે તેના પુત્રને અને સૈન્યને સાથે લઇ ને રામચંદ્ર, લક્ષ્મણુ તથા સીતા સહિત નધાવતા પુર સમીપે ગયા. રામે તે નગરના ઉદ્યાનમાં સૈન્યનો પડાવ નાંખ્યા. તે વખતે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવતાએ આવી રામભદ્રને કહ્યું કે-‘હું મહાભાગ ! તમારી શી ઇચ્છા છે ? જે હોય તે કહે. હુ. તે કરવાને તૈયાર છું.' રામે કહ્યું- શું કરવાનુ છે ?' ત્યારે દેવતા ખેલ્યું– “ જો કે ખીજું બધું ચેાગ્ય છે, તથાપિ એક ઉપકાર હું કરૂ છું, તે એ કે ‘ રાજા અતિવીય સ્ત્રીએથી જીતાયેા ’ એવી તેની અપકીતિ ફેલાવવાને માટે હું સૈન્ય સહિત તમારૂં કામિક સ્ત્રીનું રૂપ કરી દઉ' છું. ” આ પ્રમાણે કહીને તેણે તત્કાળ બધું સૈન્ય સ્ત્રીરાજ્ય હોય તેમ સ્ત્રીરૂપે કરી નાંખ્યું. રામ અને લક્ષ્મણ પણ સુંદર સ્ત્રી થઈ ગયા.
પછી રામ સૈન્ય સહિત રાજમંદિર પાસે આવ્યા, અને ‘ મહીધર રાજાએ તેમને સહાય કરવાને આ સૈન્ય મેકલ્યું છે' એમ દ્વારપાળદ્વારા અતિવીય રાજાને જણાવ્યું, અતિવીય મત્સ્યેા કે- મહીધર રાજા પેાતે આવ્યા નહીં, તે બહુમાની અને મરવાને ઇચ્છતા એવા તે રાજાના સૈન્યથી પણુ સયું, હું એકલા ભરતને જીતી લઇશ, મારે સહાયની શી જરૂર છે? માટે એ અપકીર્તિ કરનારા તેના સૈન્યને સત્વર પાછું કાઢી મૂકે. ' તે વખતે કેઈ માણુસ
D– દેવ ! મહીધર રાજા કેવળ પેાતે આવ્યેા નથી એટલું જ નહી પણ તેણે તમારૂ હાસ્ય કરવાને સૈન્ય પણ સ્ત્રીઓનું મેાકલ્યુ છે. ' તે સાંભળીને નંદ્યાવતપુરના રાજા અતિવીય ને ઘણા ક્રોધ ચડયો, તેથી રામ વિગેરે સવ સ્રીરૂપે રાજદ્વાર પાસે આવીને ઊભા રહ્યા હતા તેને માટે પેાતાના સેવકને તેણે આજ્ઞા કરી કે ‘ આ સ્ત્રીઓને દાસીએની જેમ ગ્રીવાએ પકડી પકડીને આપણા નગરની બહાર કાઢી મૂકે, ' તત્કાળ તેના મહાપરાક્રમી સામતે સેવકા સહિત ઉઠી તે શ્રીસૈન્યને ઉપદ્રવ કરવા પ્રવર્ત્યા. એટલે લક્ષ્મણે એક હાથવડે હાથીને ખાંધવાનો આલાનસ્તંભ ઉખેડી તેનેજ આયુધ કરી તેનાવડે સર્વાંને ભૂમિપર પાડી દીધા. સામંતેાના ભંગથી અતિવીય ને ઘણા ક્રોધ ચડયો, તેથી એક ભય'કર ખગ ખેંચીને તે પાતે યુદ્ધ કરવા સામે ઊઠયો. તરતજ લક્ષ્મણે તેનું ખડ્ગ ખેંચી લઇને તેને કેશ પકડીને ખેંચે અને તેનાજ વસ્ત્રથી તેને બાંધી લીધે।. પછી મૃગને વાઘ પકડે તેમ પકડીને તેને નરવ્યાઘ્ર લક્ષ્મણુ, ત્રાસ પામવાથી ચપલ લેાચનવાળા નગરજનોએ જોવાતા સતા લઈ ચાલ્યા. તે વખતે દયાળુ સીતાએ તેને ડાન્યા, અને લક્ષ્મણે તેની પાસે ભરતની સેવા કરવાનું કબુલ કરાવ્યું. પછી ક્ષેત્રદેવતાએ
C - 12
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org