Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૯૦]
રામ આદિનું વિજયપુરથી નીકળવું. [ પ ૭ મું. સર્વનું સ્વરૂપ સંહરી લીધું; એટલે અતિવી રામ લક્ષમણુને ઓળખ્યા, તેથી તેમની અનેક પ્રકારે સેવાભક્તિ કરી. પછી એ માની રાજાને પિતાના માનને માટે વિચાર આવ્યું અને પોતાનું માન વંસ પામેલ જાણવાથી વૈરાગ્ય ઉત્પન્ન થયે; એટલે “હું શું બીજા કેઈની સેવા કરૂં?’ એમ હૃદયમાં અહંકાર ધરતે તે દીક્ષા લેવાનો અથ બન્યા. તત્કાળ તેણે પોતાના પુત્ર વિજયરથને રાજયપર બેસાર્યો. તે વખતે “તમે મારે બીજા ભરત જેવા છે, માટે ખુશીથી પૃથ્વી પર રાજ્ય કરે, દીક્ષા લે નહિ.” એમ રામે કહ્યું, પણ એ મહા માનવાળા અતિવયે તત્કાળ દીક્ષા લીધી. તેના પુત્ર વિજયરથે રતિમાળા નામની પિતાની બેન લક્ષ્મણને આપી, લક્ષ્મણે તેને ગ્રહણ કરી. ત્યાંથી રામ સિન્ય સહિત વિજયપુર ગયા અને વિજયરથ ભરતની સેવા કરવાને અધ્યાએ ગએ. ગૌરવતાના ગિરિરૂપ ભરતે તે વૃત્તાંત જાણું, આવેલા વિજયરથને સત્કાર કર્યો. સરૂ ભક્તવત્સલ હોય છે. પછી વિજયે રતિમાળાથી નાની વિજયસુંદરી નામની એક પિતાની સારભૂત બેન હતી તે ભરતને આપી. તે સમયે અતિવીર્ય મુનિ વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. ભરતરાજાએ અનેક રાજાઓ સાથે સામા જઈ વંદના કરીને ખમાવ્યા. પછી ભારતે પ્રસન્ન થઈને વિદાય કરેલે વિજયરથ આનંદથી નંદ્યાવર્ત પુરે ગયે.
અહીં રામચંદ્ર મહીધર રાજાની આજ્ઞા લઈને જવાને તૈયાર થયા, તે વખતે જવાની ઈચ્છાવાળા લક્ષમણે પણ વનમાળાની રજા માગી. વનમાળા અશ્રુ પૂર્ણ નયન કરીને બેલી
પ્રાણેશ! તે વખતે મારા પ્રાણની રક્ષા શા માટે કરી ? જે હું તે વખતે મૃત્યુ પામી હેત તે મારું સુખમૃત્યુ થાત, કેમકે તમારા વિરહનું આ અસહ્ય દુઃખ મારે સહન કરવું પડત નહિ. હે નાથ! હમણાં જ મને પરણીને તમે મને સાથે , નહિ તે તમારા વિચાગનું છળ પામીને યમરાજ મને લઈ જશે.” લમણુ બેલ્યા-“હે મનસિવની! હમણાં હું મારા વડીલ બંધુ રામની સેવા કરવામાં તત્પર છું, તમે સાથે આવીને મારી ભ્રાતૃસેવામાં વિનકારી થાઓ નહિ. હે વરવણિની! મારા ચેક બંધુને ઈચ્છિત સ્થાને પહોંચાડીને તરત જ તારી પાસે આવી તને લઈ જઈશ; કેમકે તારો નિવાસ મારા હૃદયમાં છે. હે માનિની ! ફરીવાર અહીં આવવાની પ્રતીતિને માટે તારે જે ઘોર શપથ આપવા હેય તે તેવા શપથ લેવાને હું તૈયાર છું.” પછી વનમાળાની ઈચ્છાથી લક્ષ્મણે “જે હું ફરીવાર અહીં ન આવે તે મને રાત્રિભૂજનનું પાપ લાગે” એવા શપથ (ગન) લીધા.
પછી રાત્રીના શેષ ભાગે રામ, સીતા અને લક્ષમણ સહિત ત્યાંથી આગળ ચાલ્યા. અનુક્રમે કેટલાંક વને ઉલ્લંઘન કરીને ક્ષેમાંજળિ નામે નગરીની પાસે આવ્યા. બહારના ઉદ્યાનમાં લક્ષ્મણે આણેલાં અને સીતાએ સુધારેલાં વનફળ વિગેરેને રામે આહાર કર્યો. પછી રામની આજ્ઞા લઈને લક્ષમણે તે નગરીમાં પ્રવેશ કર્યો, ત્યાં ઊંચે સ્વરે થતી એક ઉદૂષણ તેના સાંભળવામાં આવી કે “જે પુરૂષ આ નગરીના રાજાની શક્તિને પ્રહાર સહન કરશે તેને રાજા પિતાની કન્યા પરણાવશે. ” તે સાંભળી લમણે આવી ઉદ્દઘોષણા કરાવવાના હેતુ વિષે એક પુરૂષને પૂછ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org