________________
કપિલ તથા તેની પત્નિનું રામ પાસે આવવું. [ પર્વ ૭ મું. યોગ્ય છે. આ પ્રમાણે કહીને તે કર્ણ યક્ષ રાત્રિએ તેની સાથે ત્યાં ગયે અને રાત્રિમાંજ નવ જન વિસ્તારવાળી, બાર જન લાંબી, ધનધાન્યથી પૂરિત, જેને કિલે અને અંદરના પ્રાસાદે ઊંચા છે અને જેની બજારે વિવિધ વસ્તુઓથી પૂર્ણ છે એવી રામપુરી નામે એક નગરી ત્યાં બનાવી. પ્રાત:કાળે મંગળશબ્દથી બોધ પામેલા રામે તે વીણાધારી પક્ષને અને મટી અદ્ધિવાળી નગરીને જોઈ. અકસ્માત્ બની ગયેલી નગરીને જોઈને વિસ્મય પામેલા રામચંદ્રને યક્ષે કહ્યું- હે સ્વામી! તમે મારા અતિથિ છે, હું ગેક નામે યક્ષ છું, અને આ નગરી મેં તમારા માટે રચેલી છે. તમે જ્યાં સુધી અહીં રહેશે ત્યાં સુધી રાતદિવસ પરિવાર સહિત હું તમારી સેવા કરીશ, માટે તમે અહીં રૂચિ પ્રમાણે સુખેથી રહો.” એવી રીતની તેની પ્રાર્થનાથી અનેક યક્ષેથી સેવાતા રામ અને લક્ષ્મણ ત્યાં સુખેથી રહ્યા.
એક વખતે પેલે કપિલ બ્રાહ્મણ સમિધ વિગેરે લેવાને માટે હાથમાં કુહાડે લઈને ભમ ભમતો તે મોટા અરણ્યમાં આવ્યો. ત્યાં તે નવીન નગરી જોઈને વિસ્મયથી વિચાર કરવા લાગે કે“આ તે માયા હશે? ઇંદ્રજાળ હશે? કે ગંધર્વપુર હશે? ” એવો વિચાર કરે છે તેવામાં ત્યાં સુંદર વેષ ધારણ કરીને માનુષી રૂપે ઊભી રહેલી એક યક્ષિણ તેના જોવામાં આવી. તેને જોઈ કપિલે પૂછ્યું કે-“આ નવીન નગરી કોની છે?” તે બોલી-“ગોકર્ણ નામના યક્ષે રામ, લક્ષમણ અને સીતાને માટે આ રામપુરી નામે નવીન નગરી વસાવી છે. અહીં દયાનિધિ રામ દીનજનોને દાન આપે છે, અને જે જે દુઃખી અહીં આવે છે તે સર્વે કૃતાર્થ થઈને જાય છે.” આ પ્રમાણેની હકીકત સાંભળી કપિલ સમિધને ભારે ભૂમિ પર નાંખી તેના ચરણકમળમાં પડીને બે -“હે ભદ્ર! મને કહે, તે રામના મારે શી રીતે દર્શન થાય?” યક્ષિણી બેલી-“આ નગરીને ચાર દ્વાર છે, અને દરેક દ્વાર ઉપર યક્ષે નિત્ય રક્ષા કરવા ઊભા રહે છે, તેથી અંદર પ્રવેશ કરે દુર્લભ છે; પરંતુ તેના પૂર્વ દ્વાર પાસે એક જિનચૈત્ય છે, તેમાં પ્રવેશ કરી શ્રાવક થઈ યથાવિધિ વંદના કરી જે નગરી તરફ જઈશ તે તારો પ્રવેશ થઈ શકશે.” તેની વાણીથી દ્રવ્યને અથી કપિલ જૈન સાધુઓની પાસે ગયે અને તેમને વંદના કરીને તેમની પાસેથી જૈનધર્મ સાંભળ્યો. તે લઘુકમી હોવાથી તત્કાળ પ્રતિબંધ પામીને શુદ્ધ શ્રાવક થઈ ગયે, અને પિતાને ઘેર આવી પોતાની પત્નીને ધર્મ સંભળાવીને તેને શ્રાવિકા કરી. પછી જન્મના દારિદ્રથી દગ્ધ થયેલાં તે દંપતી રામની પાસેથી ધન મેળવવાની ઈચ્છાએ રામપુરી આવ્યાં. ત્યાં પ્રથમ પૂર્વ દ્વાર પાસે રહેલા ચૈત્યમાં દેવવંદન કરીને તેમણે રામપુરીમાં પ્રવેશ કર્યો. અનુક્રમે રાજગૃહમાં પ્રવેશ કરતા જ રામ, સીતા અને લક્ષમણને કપિલે ઓળખ્યા, એટલે પોતે તેમની ઉપર જે આક્રોશ કરેલા તેનું તેને સમરણ થઈ આવ્યું. તેથી તે ભય પામીને નાસી જવાનો વિચાર કરવા લાગ્યું. તેને ભયબ્રાંત થયેલ જોઈને લક્ષ્મણ દયા લાવીને બેલ્યા-“હે દ્વિજ ! તું ભય પામીશ નહિ. તું જે યાચક થઈને આવ્યો હોય તો અહીં આવ અને જે જોઈએ તે માગી લે.” તે સાંભળી કપિલ નિઃશંક થઈને રામની પાસે આવ્યું, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org