________________
સ૫ મે]
સ્વેચ્છા પાસેથી મુક્ત કરાયેલ વાલિખિલ્ય રાજા.
[ ૮૫
દંડ આપીને મને છોડાવ્યેા. ‘હવે ફરીવાર ચારી કરીશ નહી.' એમ કહી એ મહાત્મા વિષ્ણુકે મને વિદાય કર્યાં, અને ત્યારથી મે તે દેશના ત્યાગ કર્યાં. અનુક્રમે ભમતા ભમતા હું આ પટ્ટીમાં આવી ચડયો, અને કાક એવા નામથી વિખ્યાત થઈ પણીપતિના પદને પામ્યા. અહીં રહીને લુંટારાઓની મદદથી હું... મેટા શહેર વિગેરેને લૂટું છું, અને સ્વયમેવ જઈ રાજાઓને પણ પકડી લાવું છું. હે સ્વામી! આજે વ્યંતરની જેમ હું તમારે વશ થયા છું; માટે મને આજ્ઞા આપે કે તમારા કિ ંકર હું તમારૂં શું કામ કરૂ? મારા અવિનયને ક્ષમા કરો.” રામે તે કરાતપતિને કહ્યુ કે · વાલિખિલ્ય રાજાને છેડી દે.' તત્કાળ તેણે વાલિખિલ્યને છેડી દીધા, એટલે તેણે આવીને રામને પ્રણામ કર્યાં. રામની આજ્ઞાથી તે કાકે વાલિખિત્ય રાજાને તેના કૂખર નગરમાં પહોંચાડયો. ત્યાં તેણે પેાતાની પુત્રી કલ્યાણમાળાને પુરૂષના વેષે જોઈ. પછી કલ્યાણમાળાએ અને વાલિખિલ્યે પરસ્પર રામલક્ષ્મણના બધા વૃત્તાંત એક ખીજાને કહ્યો.
"
કાક પેાતાની પલ્લીમાં પાો આળ્યે, અને રામ ત્યાંથી આગળ ચાલ્યા, અનુક્રમે વિંધ્યાટવીનું અતિક્રમણ કરીને તાપી નદી પાસે આવ્યા. પછી તાપીને ઉતરી આગળ ચાલતાં તે દેશના પ્રાંત ભાગ ઉપર આવેલા અરૂણ નામના એક ગ્રામમાં આવ્યાં. ત્યાં સીતા તરસ્યા થયાં એટલે રામ લક્ષ્મણને સાથે લઈને એક કપિલ નામના ક્રોધી અગ્નિહેાત્રી બ્રાહ્મણને ઘેર ગયા, તેની સુશર્મા નામની સ્રીએ તેમને જુદા જુદા આસને આપ્યાં અને શીતળ તેમ જ સ્વાદિષ્ટ જળનું પાન કરાવ્યું. તે સમયે પિશાચના જેવા દારૂણ કપિલ બહારથી ઘરે આવ્યે; એટલે તેમને બેઠેલાં જોઈ રાષ કરીને પેાતાની સ્ત્રીને કહેવા લાગ્યા−રે પાપિણી! તે આ મલીન લોકેાને મારા ઘરમાં પ્રવેશ કરવા કેમ દ્વીધા ? તેં મારા અગ્નિહેાત્ર અપવિત્ર કર્યાં. ’ આ પ્રમાણે કહીને આક્રોશ કરતા એ ક્રૂર વિપ્રને ક્રોધવડે હાથીની જેમ પકડીને લક્ષ્મણુ આકાશમાં ભમાડવા લાગ્યા. રામે કહ્યું- હું માનદ ! એક કીડા જેવા અને રાડો પાડતા આ અધમ બ્રાહ્મણ ઉપર કેપ શેા કરવેા ? માટે તેને છેડી દે; આવી આજ્ઞા થતાંજ લક્ષ્મણે તે બ્રાહ્મણને ધીમે રહીને છાડી દીધા. પછી સીતા અને લક્ષ્મણ સહિત રામ તેના ઘરમાંથી નીકળીને આગળ ચાલ્યા.
C
અનુક્રમે તેઓ એક બીજા મેાટા અરણ્યમાં આવ્યા, ત્યાં કાજળના જેવા શ્યામ મેઘના સમય (વર્ષાઋતુ) આવ્યેા વરસાદ વÖવાથી રામ એક વડના વૃક્ષ નીચે રહ્યા અને ખેલ્યા કે આ વડની નીચેજ આપણે વર્ષાકાળ નિ`મન કરશું.' તે વચન સાંભળી તે વડ ઉપર રહેનારા તે વડના અધિષ્ઠાયક ભિકણું નામે યક્ષ ભય પામી ગયેા, એટલે તે પેાતાના પ્રભુ ગાકણ્ યક્ષની પાસે ગયે. તેણે પ્રણામ કરીને ગાક ને કહ્યું- હે સ્વામી ! કઈ દુઃસહ તેજવાળા પુરૂષાએ આવીને મને મારા નિવાસરૂપ વડના વૃક્ષમાંથી કાઢી મૂકયો છે. માટે હે પ્રભુ ! શરણરહિત એવા મારૂં રક્ષણ કરે; કેમકે તેએ મારા નિવાસવાળા વડ વૃક્ષની નીચે આખી વર્ષાઋતુ સુધી રહેવાના છે.' વિચક્ષણ ગેાકણું અધિજ્ઞાનથી જાણીને કહ્યુ` કે- જે પુરૂષ! તારે ઘેર આવેલા છે તે આઠમા ખળભદ્ર અને વાસુદેવ છે, માટે તેઓ તે પૂજવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org