________________
[ ૮૩
સગ ૫ મે ]. કલ્યાણમાળાનું સ્ત્રીપણે પ્રગટ થવું. સામત સહિત સિંહોદરે ત્રણ કન્યાઓ લક્ષ્મણને આપી. તે વખતે લક્ષમણે તેમને કહ્યું કે “હમણું આ કન્યાઓને તમારી પાસે રાખે, કારણ કે હમણું રાજય ઉપર પિતાએ ભરતને બેસાર્યા છે, તેથી જે સમયે હું રાજ્યને ગ્રહણ કરીશ, ત્યારે તમારી કન્યાઓનું પાણિગ્રહણ કરીશ. હમણાં તે અમારે મલયાલ ઉપર જઈને રહેવું છે.” બહુ સારૂં, એમ કહી વજકર્ણ અને સિંહદરે તેમ કરવા કબુલ કર્યું. પછી રામે વિદાય કરેલા તેઓ પિતપિતાને નગરે ગયા.
• રામ ત્યાં રાત્રિવાસે રહીને સવારે સીતા અને લક્ષમણ સહિત ત્યાંથી ચાલતાં કઈ નિર્જળ પ્રદેશમાં આવી ચડયા. ત્યા સીતા તૃષાતુર થવાથી તેમને કોઈ વૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા બેસારીને રામની આજ્ઞાથી લક્ષ્મણ જળ લેવા ચાલ્યા. આગળ ચાલતાં અનેક કમળથી મંડિત અને પ્રિય મિત્રની જેવું વલલભ તેમજ આનંદજનક એક સરેવર તેમના જેવામાં આવ્યું. ત્યાં કુબેરપુરને કલ્યાણમાળા નામે રાજા ક્રીડા કરવા આવ્યો હતો, તેણે લક્ષ્મણને દીઠા. તત્કાળ અતિ દુરાત્મા કામદેવના બાણેથી તે ભૂદાઈ ગયે. તેણે લક્ષ્મણને નમસ્કાર કરીને કહ્યું કે “તમે મારે ઘરે ભેજનને માટે અતિથિ થાઓ.” તેના શરીરમાં કામવિકારનાં ચિહે અને સ્ત્રીનાં લક્ષણે જોઈ લક્ષ્મણ વિચાર કરવા લાગ્યા કે “આ જાતે સ્ત્રી છે, પણ કોઈ કારણને લઈને તેણે પુરૂષને વેષ ધારણ કર્યો જણાય છે. આ વિચાર કરી લમણ બેલ્યા–અહીંથી નજીકમાં મારા પ્રભુ સ્ત્રી સાથે છે, તેથી તેમના વિના ભેજન કરીશ નહિ.” પછી તે કલ્યાણમાળાએ પિતાના ભદ્રિક આકૃતિવાળા અને પ્રિય બોલનારા પ્રધાનપુરૂષને એકલી પ્રાર્થના કરાવીને સીતા સહિત રામને પિતાને ત્યાં બેલાવ્યા. ભદ્ર બુદ્ધિવાળા તેમણે રામભદ્રને અને સીતાને નમસ્કાર કર્યો, અને તત્કાળ તેમને માટે એક પટકુટી ઊભી કરાવી. રામે તેમાં રહીને સ્નાનજન કર્યું. પછી બીજા પરિવારને છેડી કલ્યાણમાળા સ્ત્રીને સ્પષ્ટ વેષ લઈ એક મંત્રીની સાથે ત્યાં આવી. લજજાથી નમ્ર મુખવાળી તે સ્ત્રીને રામે કહ્યું-“હે ભદ્ર! પુરૂષને વેષ લઈને તું તારા સ્ત્રીભાવને કેમ ગોપવે છે?” કુબેરપતિએ કહ્યું-“આ કુબેરપુરમાં વાલિખિલ્ય નામે રાજા હતો, તેને પૃથ્વી નામે પ્રિયા હતી. એક વખતે રાણું ગર્ભાિશું થઈ, તેવામાં મ્લેચ્છ લેકે એ લડાઈ કરી અને વાલિખિલ્ય રાજાને બાંધીને લઈ ગયા. ત્યારપછી પૃથ્વીદેવીને પુત્રીને પ્રસવ થયે. પણ બુદ્ધિશાળી સુબુદ્ધિ નામના મંત્રીએ નગરમાં “રાણીને પુત્રને પ્રસવ થયે છે” એવી આઘોષણા કરાવી. પુત્રજન્મના ખબર જાણી અહીંના મુખ્ય રાજા સિંહેદરે કહેવરાવ્યું કે “જ્યાં સુધી વાલિખિલ્ય રાજા આવે ત્યાં સુધી એ બાળકજ રાજા થાઓ.” અનુક્રમે હું પુરૂષને વેષ ધારણ કરતી મોટી થઈ છું. અદ્યાપિ માતા અને મંત્રી જન વિના મને કોઈએ આપણે જાણું નથી. કલ્યાણમાળાના નામથી પ્રખ્યાત થઈને હું રાજ્ય કરૂં છું. મંત્રીઓના મંત્ર (વિચાર) સામર્થ્યથી ટામાં પણ સત્યતા પ્રવ છે.” મારા પિતાને છેડાવવા માટે હું સ્વેચ્છને ઘણું ધન આપું છું, તેઓ દ્રવ્ય લઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org