Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૫ ] લક્ષ્મણે સિંહદરને કરેલ પરાભવ.
[૮૧ ક્ષણવારમાં તે ચંદનનાં વૃક્ષોને સર્પો ઘેરી લે તેમ સિંહેદરે પુષ્કળ સૈન્યથી દશાંગપુરને ઘેરી લીધું. પછી એક દૂત એકલી વાકર્ણને કહેવરાવ્યું કે “હે કપટી! તે પ્રણામ કરવામાં માયા રચીને મને ચીરકાળ છેતર્યો છે, માટે હવે અંગુલીમાં તે મુદ્રિકા પહેર્યા વગર આવીને મને પ્રણામ કર, નહિ તે કુટુંબ સહિત તને યમસદનમાં પહોંચાડીશ.” વાકણે ઉત્તર કહેવરાવ્ય કે-“મારે અહંત અને સાધુ વિના બીજા કેઈને પ્રણામ કરે નહિ એ અભિગ્રહ છે, તેથી હું એમ કરું છું. મને કાંઈ પરાક્રમનું અભિમાન નથી પણ ધર્મનું અભિમાન છે, માટે એક નમસ્કાર સિવાય મારું જે કાંઈ છે તે સર્વ યથારૂચિ આપ ગ્રહણ કરે અને મને એક ધર્મકાર આપ, જેથી હું ધર્મને માટે અહીંથી બીજે ચાલ્યું જાઉં. ધર્મ જ મારૂં ધન થાઓ.”
વાકણે આ પ્રમાણે કહેવરાવ્યું, તથાપિ સિંહદરે તે માન્યું નહિ, કેમકે માની પુરો ધર્મ અને અધમને ગણતા નથી. ત્યારથી સિંહદર, વાકર્ણ સહિત તે નગરને રૂંધીને બહાર રહ્યો છે, અને તેના ભયથી સર્વ પ્રદેશ ઉજજડ થઈ ગયો છે. એ રાજવિગ્રહ જોઈને હું પણ કુટુંબ સહિત અહીં નાસી આવ્યું હતું. અહીં આજે કેટલાંક ઘરો બળી ગયાં. તે સાથે મારી જીણું ઝુંપડી બળી ગઈ તેથી મારી દૂર સ્ત્રીએ આ ધનાઢનાં શૂન્ય ગૃહમાંથી ઘરની સામગ્રી એરી લાવવાને માટે મને મોકલ્યો છે. દૈવગે તેનાં દુર્વચનનું પણ મને શુભ ફળ મળ્યું, કે જેથી તમારી જેવા દેવ સમાન પુરૂષના મને દર્શન થયાં.”
આ પ્રમાણે એ દરિદ્રી પુરૂષે રામને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું, તેથી કરૂણાનિધિ રઘુવંશી રામે તેને એક રત્ન સુવર્ણમય સૂત્ર આપ્યું. પછી તેને વિદાય કરીને રામ દશાંગપુર પાસે આવ્યા, અને નગર બહારના ત્યમાં ચંદ્રપ્રભ પ્રભુને નમસ્કાર કરીને ત્યાં રહ્યા.
પછી રામની આજ્ઞાથી લક્ષ્મણ દશાંગપુરમાં પ્રવેશ કરીને વજકર્ણની પાસે ગયા. “અલક્ષ્ય પુરૂષોની સ્થિતિ એવી જ હોય છે. આકૃતિ ઉપરથી તેમને ઉત્તમ પુરૂષ જાણીને વજકણે કહ્યું-“મહાભાગ! મારા ભેજન અતિથ્યને ગ્રહણ કરે.” લમણે કહ્યું–મારા પ્રભુ રામ પિતાની સ્ત્રી સાથે બહારના ઉદ્યાનમાં રહેલા છે, તેથી પ્રથમ તેમને ભેજન કરાવીને પછી હું જમીશ.” વાકણે તરત જ લક્ષ્મણની સાથે ઘણું શાક વિગેરેવાળું ભજન રામને માટે ઉધાનમાં મેકલાવ્યું. ભેજન કર્યા પછી રામે શિક્ષા આપીને મોકલેલે લક્ષ્મણ અવંતિપતિ સિંહેદરની પાસે આવ્યા. ત્યાં આવીને મિષ્ટ વચને કહ્યું કે “સર્વ રાજાઓને દાસ જેવા કરનાર, દશરથ રાજાના પુત્ર ભરત રાજા તમને વજકર્ણની સાથે વિરોધ કરવાનો નિષેધ કરે છે.” તે સાંભળી સિંહેદર બે-“ભરત રાજા જે પોતાના ભક્તિમાન સેવક હોય તેમની ઉપર પ્રસાદ કરે છે, બીજાની ઉપર કરતા નથી, તેવી રીતે આ મારો દુષ્ટ સામંત વાકણું મને નમતે નથી; તે કહે હું તેની ઉપર શી રીતે પ્રસાદ કરૂં?' લક્ષ્મણે ફરીથી કહ્યું– એ વાકર્ણ તમારે વિષે અવિનયી નથી, પણ ધર્મના અનુરોધથી, તેણે બીજાને પ્રણામ ન કરવાની C - 11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org