Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૮૦ ]
વજ્રણે સ્વીકારેલ શ્રાવકપણું.
[ પ ૭ મુ',
બુદ્ધિમાન
તેના પ્રશ્નથી તેને ચેષ્ય જાણી મુનિએ આત્મહિતકારક ધમ કહ્યો, તેથી તત્કાળ વાકણે શ્રાવકપણું સ્વીકાર્યું, અને એવા દૃઢ અભિગ્રહ લીધા કે ‘ અતદેવ અને જૈન મુનિ વિના ખીજા કાઈને હું' નમીશ નહિ.' પછી મુનિને વંદના કરીને વજાકણું દશાંગપુરમાં ગયા. શ્રાવકપણું પાલતા સતા એકદા તેણે વિચાર કર્યો કે ‘દેવ ગુરૂ વિના ખીજા કાઈ ને નમસ્કાર કરવા નહિ એવા મારે અભિગ્રહ છે, તેથી જો હું સિ ંહૈાદર રાજાને નમીશ નહિ તે તે મારે વૈરી થશે. ’ આવે। વિચાર કરી એ બુદ્ધિમાન સામંતે પાતાની મુદ્રિકામાં મુનિસુવ્રતસ્વામીની મણિમય પ્રતિમા સ્થાપન કરી. પછી પેાતાની અંગુલીમાં રહેલા પ્રભુના મિંખને નમન કરીને તે સિ'હૈાદર રાજાને છેતરવા લાગ્યા. “ અતિ બલવાન પુરૂષની આગલ માયાના ઉપાય જ ચાલે છે. ” વાકના આવા કપટનું વૃત્તાંત કેાઈ ખળ પુરૂષે સિડાદર રાજાને કહી દીધું. કેમ કે ખળ પુરૂષો સવને હાનિ કરનારા હાય છે. વાકણુ ના કપટવૃત્તાંતને જાણીને મેટા સર્પની જેમ નિશ્વાસ નાખતા સિંહાદર તત્કાળ વાકણુની ઉપર ગુસ્સે થયા. તે ખબર કેાઈ પુરૂષ આવીને વકણ ને જણાવી. વાકણે તે પુરૂષને પૂછ્યું કે-‘ મારી ઉપર તેના કેપ થયા છે એવુ' તેં શી રીતે જાણ્યુ ?' એટલે તે પુરૂષે કહ્યું-“કુંદનપુર નગરમાં સમુદ્રસંગમ નામે એક શ્રાવક વણિક રહે છે. તેને યમુના નામે પત્ની છે, તેમના વિઘુંગ નામે હુ પુત્ર છું. હું અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયા એટલે કેટલાક કરીયાણાં લઈ ક્રયવિક્રય કરવાને માટે ઉજ્જયિની નગરીએ ગયા. ત્યાં કામલતા નામની એક મૃગલાચના વેશ્યા મારા જોવામાં આવી. તેને જોતાં જ હું કામદેવના ખાણુનું સ્થાન થઈ પડયો. ‘ તેની સાથે હું એક રાત્રિજ રહીશ' એવા વિચારથી મે` તેને સમાગમ કર્યાં; પરંતુ પાસથી મૃગલાની જેમ હું” તેના રાગથી દૃઢ બંધાઈ ગયા. તેથી જન્મથી કષ્ટ ભાગવી લેાગવીને મારા પિતાએ જે ધન ઉપાર્જન કરેલુ હતુ. તે મે' તે વેશ્યાવશ થઈને છ માસમાં ઉડાવી દીધું. એક વખતે કામલતા વેશ્યાએ મને કહ્યુ` કે સિંહૈાદર રાજાની પટ્ટરાણી શ્રીધરાને જેવા કુંડળ છે તેવા કુંડળ મને લાવી આપ.' આ વખતે મેં વિચાર કર્યાં કે‘ મારી પાસે દ્રવ્ય નથી, તે તેવાં કુંડળ કચાંથી કરાવું? માટે હું તેના જ કુંડળ ચારી લાવું.' એવેા વિચાર કરીને હું રાત્રે સાહસિક થઈ ખાતર પાડીને રાજાના મહેલમાં પેઠે. તે વખતે રાણી શ્રીધરા રાજાને પૂછતી હતી તે મારા સાંભળવામાં આવ્યું કે- હે નાથ ! આજે ઉદ્વેગીની જેમ તમને નિદ્રા કેમ આવતી નથી ? ? સિંહાદર ખેલ્યે –‘ દેવી! જ્યાં સુધી મને પ્રણામ નહિ કરનાર વજ્રકને મારૂં' નહિ, ત્યાં સુધી મને નિદ્રા કચાંથી આવે ? હે પ્રિયા ! પ્રાતઃકાળે મિત્ર, પુત્ર અને ખાંધવા સહિત એ વાકણું ને હું મારીશ, ત્યાં સુધી આ રાત્રિ મારે જાગ્રતપણે જ નિગમન થાએ, ' આવાં તેનાં વચને સાંભળી તમારી ઉપર સાધી પણાની પ્રીતિને લીધે કુંડળની ચારી છેાડી દઈ ને તરત જ ત્યાંથી નીકળી અહીં તમને કહેવાને માટે ત્વરાથી આવ્યેા છે.
"
""
આ ખખર સાંભળી વકણે તરત જ પોતાની નગરી તૃણુ અને અન્નથી અધિક પૂ કરી દીધી. તેવામાં તે ઘેાડી વારે આકાશમાં પરચક્રથી ઉડતી રજ તેના જોવામાં આવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org