Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૭૮]
રામને બેલાવવા કૈકેયી તથા ભરતનું જવું. [૫ ૭ મું. પણ એ તમારો વિનયી પુત્ર રાજ્યને ગ્રહણ કરતું નથી અને તેની બીજી માતાઓને તેમજ મને પણ મહત્વ દુઃખ પ્રાપ્ત થયું છે. આ બધું વગરવિચાર્યું કરનારી અને પાપીણી એવી મેં જ કર્યું છે. અરે! તમે સપુત્ર છતાં આ રાજય અત્યારે રાજા વગરનું થઈ ગયું છે. વળી કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભાનું દુઃશ્રવ રૂદન સાંભળતાં મારૂં હદય પણ ફાટી જાય છે. હે નાથ! હું ભારતની સાથે જઈ વત્સ રામ અને લક્ષ્મણને પાછા લઈ આવીશ, તેથી મને ત્યાં જવાની આજ્ઞા આપ.”
રાજા દશરથે હર્ષ થી આજ્ઞા આપી, એટલે કેકેયી ભરત અને મંત્રીઓની સાથે ત્વરાથી રામની પછવાડે ચાલી. કેકેયી અને ભરત છ દિવસે જયાં રામ વિગેરે હતા ત્યાં પહોંચ્યા.
ત્યાં એક વૃક્ષ તળે જાનકી, રામ અને લક્ષ્મણને બેઠેલા જોયા. તેમને જોતાંજ કેકેયી રથમાંથી ઉતરી; અને “હે વત્સ! હે વત્સ!' એમ બેલતી પ્રણામ કરતા એવા રામના મસ્તકપર ચુંબન કરવા લાગી. સીતા અને લક્ષ્મણ પણ તેના ચરણકમળમાં નમ્યા. તેમને બાહુથી દબાવી તે તારસ્વરે રૂદન કરવા લાગી. ભરતે નેત્રમાં અશ્રુ લાવીને રામના ચરણમાં પ્રણામ કર્યો, અને તત્કાળ મૂર્શિત થઈ ગયે. કેમકે સ્નેહ છે તે મહા વિષ તુલ્ય છે. પછી જ્યારે રામચંદ્ર તેને સારી રીતે સમજાવ્યું, ત્યારે ભારત વિનયપૂર્વક બે કે-“હે આર્યબંધુ! અભક્તની જેમ મારો ત્યાગ કરીને તમે અહીં કેમ આવ્યા? “ભારત રાજ્યના અથી છે” એ માતાના દેષથી મને જે અપવાદ લાગે છે તે તમે વનમાં મને સાથે લઈ જઈને ટાળી નાખે અથવા તે હે ભ્રાતા ! અહીંથી પાછા વળી અયોધ્યામાં આવે અને રાજ્યલક્ષમી ગ્રહણ કરે. તેમ કરવાથી મારૂં કૌલીનશલ્ય દૂર થઈ જશે. આપ રાજા થશે એટલે આ જગન્મિત્ર સામિત્રી [ લક્ષમણ ] તમારા મંત્રી થશે, આ માણસ (હું ભરત) તમારો પ્રતિહાર થઈને રહેશે અને શત્રુઘ્ન છત્ર ધરનાર થશે.” ભરતે આમ કહ્યા પછી કૈકેયી બેલી–“હે વત્સ! આ જાતાનું વચન માન્ય કરે, કેમકે તમે સદા બ્રાતૃવત્સલ છે. આ વિષયમાં તમારા પિતાને દેષ નથી અને ભરતને પણ દેષ નથી, માત્ર સ્ત્રીસ્વભાવને લીધે સુલભ એવો આ કૈકેયીને જ દોષ છે. સ્ત્રીઓમાં કુટિલતા વિગેરે જે જે જુદા જુદા દે હોય છે તે સર્વે દેની ખાણરૂપ મારામાં રહેલા છે. પતિને, પુત્રને અને તેમની માતાઓને અત્યંત દુઃખ ઉત્પન્ન કરનારૂં જે કર્મ મેં કર્યું છે તેને માટે મને ક્ષમા કરે; કારણકે તમે પણ મારા પુત્ર છે.” આ પ્રમાણે આંખમાં અશ્રુ લાવીને કૈકેયીએ કહ્યું, એટલે રામ બોલ્યા-“હે માતા! હું દશરથ જેવા પિતાને પુત્ર થઈ પ્રતિજ્ઞા કેમ ત્યાગ કરૂં? પિતાએ ભરતને રાજ્ય આપ્યું અને તેમાં હું સંમત થયે, તે અમે બન્ને જીવતાં એ વાણી અન્યથા કેમ થાય? માટે અમારા બન્નેના આદેશથી ભરત રાજા થાઓ. પિતાની જેમ મારી આજ્ઞા પણ ભરતને ઉલ્લંઘન કરવા યોગ્ય નથી.” આ પ્રમાણે કહી રામે સીતાના લાવેલા જળવડે સર્વ સામે તેની સાક્ષીએ ત્યાં જ
૧ કુલિનપણને નાશ કરનારું-અધમ કુળ બતાવનાર સભ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org