Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪ ] રામનું વનવાસગમન.
[૭૭ વેગવડે દેડવા લાગ્યા, અને ક્રર કેકેયીના અત્યંત અપવાદ બલવા લાગ્યા. રાજા દશરથ પણ અંતઃપુરના પરિવાર સહિત નેહરૂપ દેરીથી ખેંચાઈને રૂદન કરતા સતા તત્કાળ રામની પછવાડે ચાલ્યા. જ્યારે રાજા અને સર્વ પ્રજાજન રામની પછવાડે બહાર નીકળ્યા ત્યારે બધી અયોધ્યાપુરી જાણે ઉજજડ હોય તેવી દેખાવા લાગી. રામે પિતા અને માતાઓને વિનય ભરેલી વાણીવડે સમજાવીને માંડમાંડ પાછા વાળ્યા, અને ઘટિત વચનોથી પુરજનેને પણ વિસર્જન કરીને સીતા લક્ષ્મણ સહિત ત્વરાથી આગળ ચાલ્યા. માર્ગમાં ગામે ગામ અને શહેરે શહેર ગ્રામના વૃદ્ધ પુરૂષે તેમને રહેવાની પ્રાર્થના કરતા હતા, પણ રામ કોઈ ઠેકાણે રકાતા નહોતા.
અહીં ભરત રાજ્ય અંગીકાર કર્યું નહિ, પણ ઉલટા બંધુના વિરહને સહન કરવામાં અસમર્થ એવા તેણે પોતાની માતા કૈકેયીની ઉપર કેટલાક આક્રોશ કર્યા. તેથી રાજા દશરથે દીક્ષા લેવાને ઉત્સુક થઈ રાજ્ય લેવાને માટે લક્ષ્મણ સહિત રામને પાછા લાવવા માટે સામતે અને મંત્રીઓને મોકલ્યા. રામ પશ્ચિમ દિશામાં જતા હતા, તેમની પછવાડે તેઓ ત્વરાથી ચાલ્યા, અને તેમની ભેળા થઈને રાજાની આજ્ઞાપૂર્વક તેમને પાછા આવવાની વિજ્ઞપ્તિ કરી. તે દીન થઈ ગએલા મંત્રીઓએ અને સામંતોએ ઘણી પ્રાર્થના કરી, પરંતુ રામ પાછા વળ્યા નહિ. કેમકે મહાન પુરૂષની પ્રતિજ્ઞા પર્વતની જેમ ચલાયમાન થતી નથી. રામે તેમને વારંવાર પાછા વાળવા માંડ્યાં, પણ રામની પાછા વળવાની આશાએ તેઓ સાથે સાથે જ ચાલ્યા.
અનુક્રમે રામ, લક્ષ્મણ અને જાનકી આગળ ચાલતાં શિકારી પ્રાણુઓના સ્થાન રૂપ એક નિર્માનુષ્ય અને ઘાટા વૃક્ષવાળી પરિયાત્રા અટવામાં આવી પહોંચ્યા. ત્યાં માર્ગમાં ગંભીર આવર્ત વડે ભયંકર અને વિશાળ પ્રવાહવાળી ગંભીરા નામે એક નદી આવી. તેને કઠે ઊભા રહીને રામે સામતેને કહ્યું કે “તમે આ ઠેકાણેથી નિવૃત્ત થાઓ, કારણ કે હવે અહીંથી આગળ ઘણે કચ્છકારી માર્ગ આવશે. અમારા કુશળ સમાચાર પિતાને કહેજે, અને હવેથી ભારતને મારી જેમ અથવા પિતાની જેમ ગણીને તેની સેવા કરજે.” “રામના ચરણને અયોગ્ય એવા અમને ધિક્કાર છે!” એમ કહીને ઘણું રૂદન કરતા અને અશ્રુથી વસ્ત્રને ભીંજવતા તે સામંતે માંડ માંડ પાછા વળ્યા. પછી તટ ઉપર રહેલા સામંતેએ સાથુ દષ્ટિએ જોયેલા રામ, સીતા લક્ષ્મણ સાથે તે દુસ્તર સરિતાને ઉતરી ગયા. રામ જ્યારે દષ્ટિમાર્ગને ઉલ્લંઘન કરી ગયા ત્યારે સામંતાદિક સર્વે હૃદયમાં મહા કષ્ટ પામતાં પાછા વળીને અયોધ્યામાં આવ્યા અને સર્વ વૃત્તાંત તેમણે દશરથ રાજાને જણાવ્યું. તે સાંભળીને રાજાએ ભરતને કહ્યું-“હે વત્સ! રામ લક્ષમણ તે પાછા આવ્યા નહિ, માટે હવે તું રાજય ગ્રહણ કર, મારી દીક્ષામાં વિદનરૂપ થા નહીં.” ભરતે કહ્યું-“હે તાત! હું કદીપણ રાજ્ય ગ્રહણ કરીશ નહિ, હું જાતે જઈને મારા અગ્ર બંધુને પ્રસન્ન કરી પાછા તેડી લાવીશ.” તે સમયે કૈકેયી પણ ત્યાં આવી દશરથ રાજાને કહેવા લાગી કે-“હે સ્વામી! તમે તે તમારી સત્ય પ્રતિજ્ઞા પ્રમાણે ભરતને રાજ્ય આપ્યું,
૧ વિભાટવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org