Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[ ૭૫
સર્ગ ૪ ]
દશરથ રાજાને વારંવાર પૂછ. હાથમાં ધનુષ્ય અને ભાથાં લઈને ચાલી નીકળ્યા, અને ભરત ઊંચે સ્વરે રૂદન કરતા રહ્યા. વનવાસને માટે જતા રામને જોઈ અત્યંત સહકાતર એવા દશરથ રાજા વારંવાર મૂછ પામવા લાગ્યા.
રામે ત્યાંથી નીકળી પોતાની માતા અપરાજિતાની પાસે આવીને કહ્યું-“હે માતા! જે હું તમારો પુત્ર છું તેજ તમારે ભરત છે. પિતાની પ્રતિજ્ઞા સત્ય કરવાને માટે મારા પિતાએ તેને રાજ્ય આપ્યું, પણ હું અહીં છતાં તે રાજ્ય લેતા નથી, તેથી મારે વનમાં જવું યંગ્ય છે. મારી ગેરહાજરીમાં તમે વિશેષ પ્રસાદવાળી દષ્ટિથી ભરતને જેજે, અને કદિ પણ મારા વિયેગથી કાતર થશે નહિ.” રામની આવી વાણી સાંભળી દેવી મૂછ પામી પૃથ્વી પર પડી ગયાં, એટલે દાસીઓએ ચંદનના જળનું સિંચન કર્યું, તેથી સ્વસ્થ થઈને બોલ્યા- “અરેમને સ્વસ્થ કરીને તેણે જીવાડી? મને મૂછજ સુખમૃત્યુને માટે છે, કેમકે હું જીવતી રહી સતી રામને વિરહ કેમ સહન કરીશ? અરે ! કૌશલ્યા! તારે પુત્ર વનમાં જશે અને પતિ દીક્ષા લેશે, તેવું સાંભળ્યા છતાં તું ફાટી પડતી નથી, તેથી ખરેખર તું વમય છે.” રામે ફરીથી કહ્યું-“હે માતા! તમે મારા પિતાના પત્ની થઈને પામર ીઓને યોગ્ય એવું આ શું કરે છે? સિંહણને પુત્ર વનમાં અટન કરવાને એક જાય છે, તથાપિ સિંહણ સ્વસ્થ થઈને રહે છે, જરા પણ ગભરાતી નથી. હે માતા ! જે પ્રતિજ્ઞા કરેલું વરદાન છે તે મારા પિતાને માથે ત્રણ છે. જે હું અહીં રહું અને ભરત રાજ્ય ન લે તે પછી પિતાનું અનુણ્ય (અણુરહિતપણું) શી રીતે થાય?”
આ પ્રમાણે યુક્તિવાળાં વચનેવડે કૌશલ્યાને સમજાવીને અને બીજી માતાઓને નમસ્કાર કરીને રામ બહાર નીકળ્યા. પછી સીતાએ દૂરથી દશરથ રાજાને નમી અપરાજિતા દેવીની પાસે આવી રામની સાથે જવાની આજ્ઞા માગી. એટલે જાનકીને ઉત્સંગમાં બેસારીને નેત્રના ઉષ્ણ અજલવડે બાળાની જેમ હવરાવતી અપરાજિતા બલી-“વત્સ! વિનીત રામચંદ્ર પિતાની આજ્ઞાથી વનમાં જાય છે, તે તે નરસિંહ પુરૂષને દુષ્કર નથી, પણ તું તો જન્મથીજ ઉત્તમ વાહનોમાં લાલિત થયેલી છે, તેથી પગે ચાલવાની વ્યથાને કેમ સહન કરી શકીશ? સુકુમારપણાથી કમલના ઉદર જેવું તારું અંગ છે, તે જ્યારે તાપ વિગેરેથી કલેશ પામશે, ત્યારે રામને પણ કલેશ થઈ પડશે; માટે પતિની સાથે અનુગમન કરવામાં તેમજ અનિષ્ટ કષ્ટ સહેવામાં હું નિષેધ કે આજ્ઞા કાંઈ પણ કરવાને ઉત્સાહ ધરતી નથી.” તે સાંભળી શેકરહિત સીતા પ્રાતઃકાળના કમળની જેવું પ્રફુલ્લિત મુખ કરી અપરાજિતાને નમીને બોલી-“હે દેવી! તમારા ઉપરની મારી ભક્તિ મને માર્ગમાં કુશલકારી થશે, માટે મેઘની પાછળ વિધુતની જેમ હું રામની પાછળ જાઉં છું.' એ પ્રમાણે કહદ કરશલ્પાને ફરહદ નખીને વિશ્વ બજાજ આત્મારામની જેમ રામનું જ ધ્યાન કરતી સીતા બહાર નીકળી. તે વખતે “અહો ! આવી અત્યંત પતિભક્તિથી જાનકી પતિને દેવ તુલ્ય માનનારી સ્ત્રીઓમાં આજે દષ્ટાંતરૂપ થઈ પડી છે. એ ઉત્તમ સતી કષ્ટથી કિંચિત્ પણ ભય પામતી નથી. અહા ! તે આવા અત્યુત્તમ શીલથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org