________________
પિતાના પિતાને મુક્ત કરાવવા કલ્યાણમાળાની વિનંતી. [પર્વ ૭ મું છે પણ મારા પિતાને છોડતા નથી. માટે હે કૃપાળુ ! તમે પ્રસન્ન થાઓ, અને પૂર્વે જેમ સિંહેદર રાજા પાસેથી વજકર્ણને છોડાવ્ય, તેમ મારા પિતાને પણ છેડા.” રામે કહ્યું – અમે તારા પિતાને લેક પાસેથી છેડાવીને લાવીએ, ત્યાં સુધી તું પુરૂષવેષ ધારણ કરીને કાયમ પ્રમાણે રાજય ચલાવજે.” કલ્યાણમાળાએ કહ્યું કે “મટી મહેરબાની” પછી તેણે પાછો પુરૂષવેષ ધારણ કર્યો. પછી સુબુદ્ધિ મંત્રી બે-આ કલ્યાણમાળાના પતિ લક્ષ્મણ થાઓ.” મે કહ્યું-“અત્યારે પિતાના આદેશથી અમે દેશાંતરમાં જઈએ છીએ, તેથી જ્યારે પાછા આવશું ત્યારે લક્ષ્મણ તેને પરણશે.”
આ પ્રમાણે કબુલ કરી રામ ત્રણ દિવસ ત્યાં રહ્યા પછી પાછલી રાત્રિએ જ્યારે સર્વે જન નિદ્રામાં હતા, ત્યારે સીતા અને લક્ષ્મણ સહિત રામચંદ્ર ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રાતઃકાળે રામ, સીતા અને લક્ષમણને જોયા નહીં, એટલે કલ્યાણમાળા કચવાતે મને પિતાના નગરમાં ગઈ અને પ્રથમની જેમ રાજ્ય કરવા લાગી. અનુક્રમે રામ નર્મદા નદી પાસે આવ્યા, અને તે ઉતરીને વટેમાર્ગુઓએ વાર્યા તે પણ વિંધ્યાટવીમાં પઠા. ત્યાં દક્ષિણ દિશામાં એક કંટકીના વૃક્ષ ઉપર રહેલા પક્ષીઓ વિરસ શબ્દ કર્યા અને ક્ષીરના વૃક્ષ ઉપર રહેલા એક બીજા પક્ષીઓ મધુર શબ્દ કર્યો, પરંતુ તે સાંભળીને રામને હર્ષ કે શેક કાંઈ યે નહિ. કારણકે શકુન કે અપશકુનને દુર્બળ લોકોજ ગણે છે. આગળ ચાલતાં ઊંચા હથી આરવાળું, અસંખ્ય હાથી, રથ અને અશ્વોથી ભરપૂર પ્લેચ્છ લેકેનું સૈન્ય દેશને ઘાત કરવાને માટે નીકળેલું તેમના જેવામાં આવ્યું. તે સિન્યમાં રહેલે એક યુવાન સેનાપતિ સીતાને જોઈને કામાતુર થઈ ગયે; તેથી એ સ્વછંદચારીએ તત્કાળ પિતાના તાબાના સ્વેચ્છાને ઊંચે સ્વરે આજ્ઞા કરી કે-“અરે! આ બન્ને પથિકને હાંકી કાઢીને અથવા મારી નાંખીને આ સુંદર સ્ત્રીને લઈ આવે.” આજ્ઞા થતાંજ તેઓ સેનાપતિ સહિત બારું અને પ્રાસ વિગેરે તીર્ણ આયુધથી પ્રહાર કરતાં રામ ઉપર દેડી આવ્યા. તે વખતે લક્ષ્મણે રામચંદ્રને કહ્યું-આર્ય! જ્યાં સુધી શ્વાનની જેમ આ મ્લેચ્છને હું હાંકી કાઢું ત્યાં સુધી તમે સીતા સાથે અહીં જ રહે.” આ પ્રમાણે કહી લક્ષ્મણે ધનુષ્ય ચડાવીને તેનો નાદ કર્યો. તે નાદમાત્રથીજ સિંહનાદથી હસ્તીઓની જેમ પ્લેચ્છ ત્રાસ પામી ગયા. “જેના ધનુષ્યનો નાદ આવે અસહ્યા છે તેના બાણને સહન કરવાની તે વાતજ શી કરવી?” એમ વિચારતો પ્લેચ્છરાજા તત્કાળ રામની પાસે આવ્યું, શો છેડી દઈ રથમાંથી ઊતરીને તેણે દીનમુખે રામભદ્રને નમસ્કાર કર્યો. તે વખતે લમણે ક્રોધથી તેની સામું જોયું. મ્લેચ્છપતિ બોલ્યો-“હે દેવ! કૌશાંબીપુરીમાં વૈશ્વાનર નામે એક બ્રાહ્મણ રહે છે. તેને સાવિત્રી નામે પત્ની છે. તેમને રૂદ્રદેવ નામે હું પુત્ર છું. હું જન્મથી જ ક્રૂર કર્મ કરનારે, ચાર અને પરસ્ત્રીલંપટ થયે છું. કોઈ એવું કુકર્મ નથી કે જે મેં પાપીએ નહિ કર્યું હોય! એક વખતે ખાત્ર પાડતાં ખાવમુખેજ રાજપુરૂષોએ મને પકડ્યો, અને રાજાની આજ્ઞાથી મને શૂલીપર ચડાવવા લઈ ચાલ્યા. કસાઈના ઘરમાં રહેલા ઘેટાંની જેમ શુલીની પાસે દીન થઈને ઊભા રહેલા મને એક શ્રાવક વણિકે દીઠે, તેથી તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org