Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૭૪]
રમે વનવાસ કરવાની દર્શાવેલી ઈચ્છા. [પર્વ ૭ મું ઉકેયી બલી-“હે સ્વામી! તમને યાદ છે? મારા સ્વયંવરના ઉત્સવમાં મેં તમારું સારથીપણું કર્યું હતું, ત્યારે તમે મને એક વરદાન માગવાને કહ્યું હતું. હે નાથ! તે વરદાન અત્યારે આપો કેમકે તમે સત્ય પ્રતિજ્ઞાવાળા છે અને મહાત્માઓની પ્રતિજ્ઞા પાષાણુમાં કતરેલી રેખા જેવી હોય છે. દશરથરાજા બોલ્યા કે-“મેં જે વચન આપ્યું છે તે મને યાદ છે, માટે એક વ્રત લેવાના નિષેધ સિવાય જે મારે આધીન હોય તે તું માગી લે.” તે વખતે કૈકેયીએ યાચના કરી કે-“હે સ્વામી! જે તમે પોતે દીક્ષા લેતા હે તે આ બધી પૃથ્વી મારા પુત્ર ભરતને આપો.” તરતજ દશરથ રાજા બોલ્યા કે “આ પૃથ્વી હમણાંજ લઈ લે.' એમ કહી લક્ષમણ સહિત રામને બોલાવીને તેમણે રામ પ્રત્યે આ પ્રમાણે કહ્યું-“હે વત્સ! પૂર્વે મારું સારથીપણું કરવાથી પ્રસન્ન થઈને મેં કૈકેયીને એક વરદાન આપેલું હતું, તે વરદાન અત્યારે ભરતને રાજ્ય આપવાને માટે તે મારી પાસે માગી લે છે. રામ હર્ષ પામીને બહયા–“મારી માતાએ મહા પરાક્રમી મારા ભાઈ ભરતને રાજ્ય મળવાનું વરદાન માગ્યું તે બહુ સારું કર્યું. હે પિતા! મારી ઉપર પ્રસાદ કરીને તમે આ વિષે મને પૂછે છે, તથાપિ લેકમાં તે અવિનયની સૂચનાનું કારણ થાય તેથી મને દુઃખ કરે છે. જે તાત સંતુષ્ટ થયા છે તે આ રાજ્ય ગમે તેને આપ તેમાં હું કે જે એક તમારા પાળા જે હું તેને નિષેધ કરવામાં કે સંમતિ આપવામાં કાંઈ પણ સત્તા નથી. ભરત છે તે હું જ છું, અમે બંને તમારે સરખા છીએ, માટે મોટા હર્ષથી ભરતને રાજ્ય ઉપર અભિષેક કરે.”
આવાં રામનાં વચન સાંભળી દશરથ રાજા પ્રીતિ અને વિસ્મય પામી ગયા. પછી તે પ્રમાણે કરવા મંત્રીઓને આજ્ઞા આપવા લાગ્યા, તેવામાં ભરત બેલ્યો-“હે સ્વામી! તમારી સાથે વ્રત લેવાને માટે મેં પ્રથમજ પ્રાર્થના કરેલી છે, તેથી તે કોઈના વચનથી અન્યથા કરવાને તમે યોગ્ય નથી.” દશરથે કહાં-“હે વત્સ! મારી પ્રતિજ્ઞા વ્યર્થ કર નહિ, તારી માતાને મેં પૂર્વે વરદાન આપ્યું હતું અને તેણે તે ચિરકાળ થાપણ કરીને રાખ્યું હતું, તે આજે તને રાજ્યદાન આપવાને માટે તેણે માગી લીધું છે માટે હે પુત્ર! મારી અને તારી માતાની આજ્ઞાને અન્યથા કરવાને તું ચગ્ય નથી.” પછી રામે ભરતને કહ્યું-“હે ભ્રાતા ! જો કે તમારા હૃદયમાં રાજ્યપ્રાપ્તિને કિંચિત પણ ગર્વ નથી, તથાપિ પિતાનાં વચનને સત્ય કરવાને માટે તમે રાજ્ય ગ્રહણ કરે.” રામનાં આવાં વચન સાંભળી ભારતે અશ્રુભરિત ને રામના ચરણમાં પડી અંજલિ જોડીને ગદ્ગદ્ સવરે કહ્યું- પૂજ્ય બંધુ! પિતાશ્રીને અને તમારા જેવા મહાત્માઓને મને રાજ્ય આપવું તે એગ્ય છે, પણ મારા જેવાએ તે ગ્રહ કરવું યોગ્ય નથી. શું હું રાજા દશરથને પુત્ર નથી? કે શું હું તમારા જેવા અને અનુજ બંધુ નથી? કે જેથી હું ગર્વ કરૂં અને ખરેખર માતુમુખે ગણાઉં.'
તે સાંભળી રામે દશરથ રાજાને કહ્યું-“હું અહીં છતાં ભારત રાજ્ય ગ્રહણ કરશે નહિ, માટે હું વનવાસ કરવાને જાઉં છું.” આ પ્રમાણે પિતાની આજ્ઞા લઈ ભક્તિથી નમીને, રામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org