Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૭૬ ]
રામ તથા સીતાની પાછળ લમણનું ગમન. [પર્વ છે મેં પિતાના બંને કુળને પવિત્ર કરે છે.” આ પ્રમાણે શોકથી ગદ્ગદ્ વાણીવડે વર્ણન કરતી નગરસ્ત્રીઓ વનમાં જતી સીતાને મહા કષ્ટ જોઈ શકી.
રામ વનવાસ કરવાને નીકળ્યા” એવા ખબર સાંભળી લક્ષ્મણને ક્રોધાગ્નિ પ્રજવલિત થયે, તે હદયમાં આ પ્રમાણે વિચારવા લાગે કે મારા પિતા દશરથ પ્રકૃતિથી જ સરલ છે અને સ્ત્રીએ સ્વાભાવિક રીતે સરલ હતી જ નથી; નહિ તે કૈકેયી ચિરકાળ પર્યત વરદાન રાખી મૂકીને આ વખતે કેમ માગી લે! પિતા દશરથે ભરતને રાજ્ય આપ્યું, અને પોતાની ઉપરથી અણ ઉતારી પિતૃઓનો ત્રાણુનો ભય દૂર કર્યો. હવે હું નિર્ભય થઈ મારા ક્રોધને વિરામ પાડવા માટે એ કુળાધમ ભરત પાસેથી રાજ્ય હરી લઈને પાછું તે રામને સેંપી દઉં? પરંતુ એ રામ મહા સત્યવાન છે, તેથી તૃણવત ત્યજી દીધેલા રાજ્યને તે પાછું લેશે નહિ, અને તેમ કરવાથી પિતાને પણ દુઃખ થશે, માટે પિતાને તે દુઃખ ન થવું જોઈએ, તેથી ભરત ભલે રાજા થાય, હું એક પાળાની જેમ રામની પછવાડે વનમાં જઈશ.” આ પ્રમાણે વિચારી સૌમિત્રિ પિતાની રજા લઈને પિતાની માતા સુમિત્રાને પૂછવા ગયે. ત્યાં જઈ તેને પ્રણામ કરીને બે -“હે માતા ! રામ વનમાં જાય છે, તેથી તેમની પછવાડે હું પણ જઈશ, કેમકે સમુદ્ર વિના મર્યાદાની જેમ રામ વિના લક્ષ્મણ રહેવાને સમર્થ નથી.” આવાં પુત્રનાં વચન સાંભળી માંડમાંડ ધીરજ રાખીને સુમિત્રા બેલી-વત્સ! તને સાબાશ છે, મારો પુત્ર હોય તે જયેષ્ઠ બંધુને જ અનુસરે. પણ હે વત્સ! રામચંદ્ર મને નમસ્કાર કરીને કયારના ગયા છે, તેથી તારે છેટું પડી જશે, માટે હવે તું વિલંબ કર નહિ.” આવાં માતાનાં વચન સાંભળી “માતા! તમને ધન્ય છે, તમે જ ખરેખરાં મારાં માતા છે.' એમ કહી તેમને પ્રણામ કરીને લક્ષમણ અપરાજિતા (કૌશલ્યા) ને પ્રણામ કરવા ગયે. તેમને પ્રણામ કરીને લક્ષમણુ બે-માતા! મારા આર્યબંધુ એકાકી વનમાં ગયા છે, તેથી તેમની પછવાડે જવાને હું ઉત્સુક છું, માટે તમારી રજા લેવા આવ્યો છું.” કૌશલ્યા નેત્રમાં અશ્રુ લાવીને બેલ્યાં-“વત્સ! હું મંદભાગ્યા મારી ગઈ છું, કારણ કે તું પણ મને છેડીને વનમાં જાય છે. તે લક્ષમણ! રામના વિરહથી પીડિત એવી મને આશ્વાસન આપવાને તું એક તે અહીં જ રહે, પ્રયાણ કર નહિ.' લમણે કહ્યું-“હે માતા! તમે રામની માતા છે. અર્ધ રાખે નહિ. મારા બંધુ દૂર ચાલ્યા જાય છે, માટે હું સત્વર તેમની પછવાડે જઈશ. તેથી હે દેવી! મને વિધ્ર કરો નહિ. હું સદા રામને આધીન છું.” આ પ્રમાણે કહી પ્રણામ કરીને લક્ષ્મણ ધનુષ્યભાથા લઈ સત્વર રામસીતાની પછવાડે દેડી પુગ્યા. પછી જેમનાં મુખકમળ પ્રફુલ્લિત છે એવાં એ ત્રણે વિકાસ માટે ઉપવનમાં જાય તેમ વનવાસને માટે ઉદ્યમી થઈનગરીમાંથી બહાર નીકળ્યાં.
જ્યારે પ્રાણની જેમ રામ, લક્ષમણ અને સીતા નગરની બહાર નીકળ્યાં, ત્યારે નગરીનાં નર તથા નારીઓ મહા કષ્ટકારી દશાને પામી ગયાં. નગરજને મોટા રાગથી તેઓની પછવાડે
૧ સુમિત્રાનો પુત્ર લક્ષ્મણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org