________________
[[ ૭૩
સર્ગ ૪ ]
દશરથ રાજાને પૂર્વ ભાવ. પરાક્રમી પુત્ર થશે. એક વખતે રત્નમાળી ગવ પામેલા વિદ્યાધરપતિ વજનયનને જીતવાને માટે સિંહપુર ગયે. ત્યાં તેણે બાલ, વૃદ્ધ, સ્ત્રી, પશુ અને ઉપવન સહિત બધા સિંહપુરને દહન કરવા માંડ્યું. તે વખતે ઉપમન્યુ નામના તેના પૂર્વ જન્મના પુરોહિતને જીવ જે સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયે હતે તેણે આવીને કહ્યું-“હે મહાનુભાવ! આવું ઉગ્ર પાપ કર નહિ, તું પૂર્વ જન્મમાં ભૂરિનંદન નામે રાજા હતા. તે વખતે તે વિવેકથી માંસભેજન ન કરવું એવી પ્રતિજ્ઞા લીધી હતી, પછી ઉપમન્યુ નામના પુરોહિતના કહેવાથી તે તે પ્રતિજ્ઞા માંગી હતી. એક વખતે ઉપમન્યુ પુરોહિતને સ્કંદ નામના એક પુરૂષે મારી નાંખે ત્યાંથી તે હાથી થયે. તે હાથીને ભૂરિનંદન રાજાએ પકડી લીધો. એકદા યુદ્ધમાં તે હાથી મૃત્યુ પામ્ય, અને ભૂરિનંદન રાજાની ગાંધારી નામની પત્નીના ઉદરથી અરિસૂદન નામે પુત્રપણે ઉત્પન્ન થયે. ત્યાં જાતિસ્મરણાને ઉત્પન્ન થતાં તેણે રિક્ષા લીધી. ત્યાંથી મૃત્યુ પામીને આ હું સહસ્ત્રાર' દેવકમાં દેવતા થયેલ છું. રાજા ભૂરિનંદન મૃત્યુ પામીને એક વનમાં અજગર થયે. ત્યાં દાવાનળથી દગ્ધ થઈને બીજી નરકભૂમિમાં ગયે. પૂર્વના સ્નેહને લીધે મેં નરકમાં જઈને તેને પ્રતિબંધ આપે. ત્યાંથી નીકળીને તું રત્નમાળી રાજા થયે છે. જેમ પૂર્વભવે માંસના પચ્ચખાણુનો ભંગ કર્યો હતો, તેમ અનંત દુઃખદાયક પરિણામવાળે આ નગરદાહ તું કર નહિ.” આ પ્રમાણે પોતાને પૂર્વભવ સાંભળી રત્નમાળી યુદ્ધમાંથી નિવૃત્ત થયે; અને તારા (સૂર્ય જ્યના) સૂર્યનંદન નામના પુત્રને રાજ્ય ઉપર બેસારીને તત્કાળ સૂર્ય જય પુત્ર સહિત તિલકસુંદર નામના આચાર્યની પાસે દીક્ષા લીધી. બંને જણ મુનિ પણામાં મૃત્યુ પામી મહાશુક્ર દેવલેકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને સૂર્ય જય તે તું દશરથ થશે, અને રત્નમાળી ચ્યવને આ જનકરાજા થયે. પરેશહિત ઉપમન્યુ સહસ્ત્રાર દેવકથી અવીને આ જનકનો અનુજ બંધુ કનક થયે, અને નંદિવર્ધ્વનના ભવમાં તારા પિતા નંદિઘોષ હતો તે પ્રવેયકમાંથી અવીને આ હું સત્યભૂતિ થ છું.”
આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળીને દશરથ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે; તેથી તત્કાળ તેમને વાંદી દીક્ષા લેવાની ઈચ્છાએ રાજ્યભાર રામને માથે મૂકવા માટે રાજમહેલમાં આવ્યું. દીક્ષા લેવામાં ઉત્સુક એવા તેણે રાણીઓ, પુત્રો અને મંત્રીઓને બોલાવી યથાયોગ્ય રીતે સૌની સાથે સુધારસ સમાન આલાપ કરીને રજા માંગી. તે વખતે ભરતે નમસ્કાર કરીને કહ્યું કે-“હે પ્રભુ! તમારી સાથે હું પણ સર્વવિરતિ ગ્રહણ કરીશ, તમારા વિના હું ઘરમાં રહીશ નહિ. હે સ્વામી! અન્યથા મને અત્યંત દુઃખદાયક બે કષ્ટ થશે. એક તમારે વિરહ અને બીજે આ સંસારને તાપ.” ભરતનાં આવાં વચન સાંભળીને “જે આ પ્રમાણે નિશ્ચય થશે તો પછી મારે પતિ કે પુત્ર કાંઈ પણ રહેશે નહિ” એવા વિચારથી ભય પામીને
૧ આઠમું દેવલોક. ૨ સાતમું દેવલેક, 1c - 10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org