Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪ થા.
ભામ'ડલ એ જનકપુત્ર છે એવુ' પ્રદર્શિત થવુ
[૧
ચાલનારી દાસીએએ ઉતાવળે આવીને બીજી રાણીઓને સ્નાત્રજળ પહેાંચાડયુ' એટલે તેમણે તત્કાળ તેનું વંદન કર્યું. પેલા 'તઃપુરના અધિકારી વૃદ્ધપણાને લીધે શનિની જેમ મંદમ - ચાલતા હતા તેથી પટ્ટરાણીને સ્નાત્રજળ તરત મળ્યું નહીં; એટલે તે વિચારવા લાગી કે ‘રાજાએ બધી રાણીઆની ઉપર જિને દ્રનુ સ્નાત્રજળ માકલીને પ્રસાદ કર્યાં, અને હું' પટ્ટરાણી છતાં મને મેકલાવ્યું નહિ; માટે મારા જેવી મંદભાગ્યાને જીવીને શુ કરવુ છે? માનના ધ્વંસ થયા છતાં જીવવુ તે મરણુથી પણ વિશેષ દુઃખરૂપ છે. ’ આ પ્રમાણે વિચારી મરવાના નિશ્ચય કરીને એ મનસ્વિનીએ અંદરના ખંડમાં જઈ વસ્રવડે ફ્રાંસે ખાવાના આરંભ કર્યાં, તેટલામાં રાજા દશરથ ત્યાં આવી ચડ્યા. તેને તેવી સ્થિતિમાં જોઈ, તેના મરણેાન્મુખપણાથી ભય પામી રાજાએ તેને પેાતાના ઉત્સંગમાં એસારીને પૂછ્યું કે-‘ પ્રિયા ! શું અપમાન થવાથી તેં આવું દુઃસાહસ આરંભ્યું છે? દેવચેગે મારાથી તે કાંઈ તારૂં અપમાન નથી થયુ?' તે ગદ્ગદ્ સ્વરે ખેલી-‘તમે બધી રાણીઓને જિનસ્નાત્રનુ જળ મેકલાવ્યુ અને મારે માટે મેાકલાળ્યુ નહી'. આ પ્રમાણે જેવી તે કહેતી હતી, તેવામાં પેલે વૃદ્ધ કંચુકી ‘આ સ્નાત્રજળ રાજાએ મેકલાવ્યુ` છે’ એમ ખેલતે ત્યાં આવ્યેા. રાજાએ તે પવિત્ર જળથી તરતજ પટ્ટરાણીના મસ્તકપર અભિસિચન કર્યું. પછી તે કંચુકીને રાજાએ પૂછ્યું' કે-‘તું . આટલા મેડા કેમ આન્ગેા ? ’કંચુકી બેલ્યું– સ્વામી ! સવ કાર્યોંમાં અસમથ એવી મારી વૃદ્ધાવસ્થાનાજ આમાં અપરાધ છે, આપ સ્વયમેવ મારી સામુ જુએ.' રાજાએ તેની સામે જોયું તે તે મરવાને ઈચ્છતા હોય તેમ પગલે પગલે સ્ખલિત થતા હતા, મુખમાંથી લાળ પડતી હતી, દાંત પડી ગયા હતા, મુખ ઉપર વળીઆ પડડ્યા હતા, સવ અંગમાં શ્વેત રામ થઈ ગયા હતા, બ્રગુટીના વાળથી નેત્ર ઢંકાઈ ગયાં હતાં, માંસ અને રૂધિર સુકાઇ ગયાં હતાં અને સર્વ અંગ ધ્રુજતાં હતાં. આવા તે ક ંચુકીને જોઈને રાજાને વિચાર થયા કે જ્યાં સુધી મારી એવી સ્થિતિ થઈ નથી ત્યાં સુધીમાં મારે મેાક્ષને માટે પ્રયત્ન કરી લેવા જોઈએ.' આવા મનોરથથી રાજા વિષયેાથી પરાસ્મુખ થઈ ગયા, અને એ પ્રમાણે સ`સાર પર વૈરાગ્યવાળા ચિત્તથી તેણે કેટલેાક કાળ નિગમન કર્યાં.
ܐ
એકદા સત્યભૂતિ નામે ચતુર્ગાની મહામુનિ સંઘની સાથે તે નગરીએ સમેટસર્યાં. તેના ખખર સાંભળી રાજા દશરથ પુત્રાદિક પરિવાર સાથે ત્યાં જઈ તેમને વંદના કરીને દેશના સાંભળવાની ઇચ્છાએ તેમની સમીપે બેઠા. તે સમયે વૈતાઢયગિરિથી વિદ્યાધરના અનેક રાજાએ સહિત રાજા ચંદ્રગતિ સીતાની અભિલાષાથી તપ્ત એવા ભામંડલને સાથે લઈ રથાવત્ત ગિરિપરના અહુ તેને વંદના કરીને પાછા ફરતાં આકાશમાગે ત્યાં આવી ચડયો. સત્યભૂતિ મુનિને ત્યાં સમવસરેલા જોઈ તે આકાશમાંથી નીચે ઉતર્યાં, અને તેમને વંદના કરીને તે પણ દેશના સાંભળવા બેઠા. ભામંડલને સીતાના અભિલાષના સંતાપ છે તે જાણી લઈ સત્યવાદી સત્યભૂતિ સૂરિએ સમયને ચેાગ્ય દેશના આપી, તેમાં પ્રસંગેાપાત તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org