________________
૭૦ ]
સીતાએ રામના કંઠમાં આપેલ સ્વયંવરમાળા [ પર્વ ૭ મું પછી જાનકી દિવ્ય અલંકારોને ધારણ કરીને સખીઓથી પરવારી સતી જાણે ભૂમિ પર ચાલતી દેવી હોય તેમ તે મંડપમાં આવી. લોકોનાં નેત્રને અમૃતની સરિતા જેવી તે જાનકી રામને મનમાં ધારી ધનુષ્યની પૂજા કરીને ત્યાં ઊભી રહી. નારદના કહેવા પ્રમાણે જ તે સીતાના રૂપને જોઈને કુમાર ભામંડલને કામદેવ પ્રહાર કરવા લાગ્યો. તે વખતે જનકના એક દ્વારપાલે ઊંચા હાથ કરીને કહ્યું કે-“હે સર્વ ખેચરો અને પૃથ્વીચારી રાજાઓ! તમને જનક રાજા કહે છે કે જે આ બે ધનુષ્યમાંથી એક ધનુષ્યને ચઢાવે તે મારી પુત્રીને પરણે.” આ પ્રમાણે સાંભળી પરાક્રમી ખેચ અને ભૂચર રાજાએ ધનુષ્ય ચઢાવવા માટે ધનુષ્યની પાસે એક પછી એક આવવા લાગ્યા, પરંતુ ભયંકર સર્પોથી વીંટાએલા અને તીવ્ર તેજવાળા તે બંને ધનુષ્યને સ્પર્શ કરવાને પણ કોઈ સમર્થ થયું નહિ, તે ચઢાવવાની તે વાત જ શી કરવી ! ધનુષ્યમાંથી નીકળતા તણખાની અનેક જવાલાએથી દગ્ધ થયેલા તેઓ લજજાથી અધમુખ થઈને પાછા નિવૃત્ત થતા હતા. પછી જેના કાંચનમય કુંડલ ચલાયમાન થઈ રહ્યા છે એવા દશરથકુમાર રામ ગજેદ્રની લીલાએ ગમન કરતાં તે ધનુષ્યની પાસે આવ્યા. તે સમયે ચંદ્રગતિ વિગેરે રાજાઓએ ઉપહાસ્યથી અને જનકે શંકાથી જોયેલા લક્ષ્મણના જયેષ્ઠ બંધુ રામે નિઃશંકપણે વજને ઈંદ્ર સ્પર્શ કરે તેમ જેની ઉપરથી સર્પ અને અગ્નિજવાળા શાંત થઈ ગયેલ છે એવા વાવત્ત ધનુષ્યને કરવડે સ્પર્શ કર્યો. પછી ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ એવા રામે લેઢાની પીઠ ઉપર રાખી બરૂની જેમ નમાવીને તે ધનુષ્યને પણછ ઉપર ચઢાવ્યું, અને તેને કાન સુધી ખેંચીને એવું આસફાલન કર્યું કે જેથી પિતાની કીર્તિના પટ જેવું તે ધનુષ્ય શબ્દથી ભૂમિ અને અંતરીક્ષના ઉદરને પૂર્ણ કરતું ગાજી ઉઠયું. તત્કાલ સીતાએ વયમેવ રામના કંઠમાં સવયંવરમાળા નાંખી અને રામે ધનુષ્ય ઉપરથી પણછને ઉતારી નાંખી. પછી લક્ષમણે પણ રામની આજ્ઞાથી તત્કાલ અવાવર્ત ધનુષ્ય ચઢાવ્યું તેને લેકે વિમયથી જોઈ રહ્યા. તેનું આસ્ફાલન કરતાં તેણે નાદથી દિશાઓનાં મુખને બધિર કરી નાંખ્યાં. પછી પણછને ઉતારીને તેને પાછું તેના સ્થાન ઉપર મૂકી દીધું. તે વખતે ચકિત અને વિસ્મિત થયેલા વિદ્યાધરોએ દેવકન્યા જેવી અદ્ભુત પિતાની અઢાર કન્યાએ લક્ષ્મણને આપી. ચંદ્રગતિ વિગેરે વિદ્યાધરોના રાજાઓ વિલખા થઈને તપી ગયેલા ભામંડલ સહિત પિતપતાને સ્થાનકે ગયાં.
જનક રાજાએ મોકલેલા સંદેશાથી તત્કાળ દશરથ રાજા ત્યાં આવ્યા, અને રામ અને સીતાને મોટા ઉત્સવથી વિવાહ કર્યો. જનકના ભાઈ કનકે સુપ્રભા રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી ભદ્રા નામની પુત્રી ભરતને આપી. પછી દશરથ પુત્રો અને વધુઓની સાથે નગરજને જેમાં ઉત્સવ કરી રહ્યા છે એવી અધ્યા નગરીમાં આવ્યા.
એકદા દશરથ રાજાએ મોટી સમૃદ્ધિથી ચેત્યમહત્સવ અને શાંતિસ્નાત્ર કરાવ્યાં. પછી રાજાએ સ્નાત્રજળ અંતઃપુરના અધિકારી વૃદ્ધ પુરૂષની સાથે પ્રથમ પિતાની પટ્ટરાણીને કહ્યું અને પછી દાસીઓ દ્વારા બીજી રાણીઓને સ્નાત્રજળ મોકલાવ્યું. યૌવનવયને લીધે શીવ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org