________________
૬૮].
ભામંડલને સીતા માટે થયેલ આસક્તિ [ પર્વ ૭ મું દેડી આવેલ દાસીઓએ અને દ્વારપાળોએ કોલાહલ કરીને કંઠ, શિખા અને બાહુવડે નારદને પકડી લીધા. તેમના કલકલ શબ્દથી યમદૂતની જેવા શસ્ત્રધારી રાજપુરૂષે “એને મારે, મારો” એમ બોલતાં દોડી આવ્યા. નારદ તે સર્વથી ક્ષેભ પામી તેમની પાસેથી માંડમાંડ છુટી, ઊડીને વૈતાઢયગિરિ પર આવ્યા. પછી તેમણે વિચાર્યું કે “વ્યાધ્રીઓ પાસેથી ગાયની જેમ હું તે દાસીઓ પાસેથી માંડમાંડ જીવતે છુટીને ભાગ્યબળથી જ્યાં ઘણું વિદ્યાધરના રાજાઓ રહે છે એવા આ વૈતાઢયગિરિ ઉપર આવી પહોંચે છું. આ ગિરિની દક્ષિણ શ્રેણીમાં ઇંદ્રના જે પરાક્રમી ભામંડલ નામે ચંદ્રગતિને યુવાન પુત્ર છે, તે એક પટ ઉપર સીતાને આલેખી તેને બતાવું, જેથી તે બલાત્કારે તેનું હરણ કરશે, એટલે તેણે મારી ઉપર જે કર્યું તેને બદલે મળશે. આ વિચાર કરીને નારદે ત્રણ જગતમાં નહિ જોવામાં આવેલું એવું સીતાનું સ્વરૂપ પટ ઉપર આલેખીને ભામંડલને બતાવ્યું. તે જોતાંજ ભૂતની જેમ કામદેવે ભામંડલના શરીરમાં પ્રવેશ કર્યો. તેથી વિંધ્યાચલમાંથી ખેંચી લાવેલા હાથીની જેમ તેને નિદ્રા પણ આવી નહીં. તેણે મધુર ભેજન ખાવું બંધ કર્યું, પીવા ગ્ય પીવું બંધ કર્યું, અને ધ્યાનસ્થ યેગીની જેમ મૌન ધરીને રહેવા લાગે. ભામંડલને આ વિધુર જોઈ રાજા ચંદ્રગતિએ પૂછ્યું કે-“હે વત્સ! તને શું માનસિક પીડા પડે છે કે શરીરમાં કોઈ વ્યાધિ થયો છે? અથવા શું કેઈએ તારી આજ્ઞાને ભંગ કર્યો છે? અથવા બીજું કાંઈ તારા દુઃખનું કારણ છે? જે હોય તે કહે.” પિતાને આ પ્રશ્ન સાંભળી ભામંડલ કુમાર લજજાથી બન્ને પ્રકારે નમ્ર મુખ ધરી રો. કેમકે “કુલીન પુત્રો ગુરૂજનને તેવું કહેવાને કેમ સમર્થ થાય?” પછી ભામંડલના મિત્રોએ “નારદે આણેલી ચિત્રલિખિત સ્ત્રીની કામના (ઈચ્છા) ભામંડલના દુઃખનું કારણ છે” એમ કહ્યું, એટલે રાજાએ નારદને રાજગૃહમાં એકાંતે બોલાવીને પૂછ્યું કે-“તમે જે ચિત્રલિખિત આ બતાવી તે કોણ છે? અને કેની પુત્રી છે?” નારદે કહ્યું કે-“જે મેં ચિત્રમાં આલેખીને બતાવી છે તે કન્યા જનક રાજાની પુત્રી છે અને તેનું નામ સીતા છે. જેવી તે રૂપમાં છે, તેવી ચિત્રમાં આલેખવાને હું કે બીજે કંઈ પણ મનુષ્ય સમર્થ નથી, કેમ કે મૂર્તિ વડે તે લેકેત્તર સ્ત્રી છે. તે સીતાનું જેવું રૂપ છે તેવું રૂપ દેવીઓમાં, નાગકુમારીઓમાં કે ગંધર્વોની સ્ત્રીઓમાં પણ નથી, તે માનવીરીની તે વાત જ શી કરવી! તેના રૂપની જેવા યથાર્થ રૂપને વિકુર્વિવાને દેવતાઓ, અનુસરવાને દેવનટ અને રચવાને પ્રજાપતિ પણ સમર્થ નથી. તેની આકૃતિમાં તથા વચનમાં જે માધુર્ય છે અને તેના કંઠમાં અને હાથપગમાં જે રક્તતા છે તે અનિર્વચનીય જ છે. જેવી રીતે તેના યથાર્થ રૂપને આલેખવાને હું સમર્થ નથી, તેવી રીતે તેના રૂપનું વર્ણન કરવાને પણ હું સમર્થ નથી; તથાપિ હું તમને પરમાર્થ પણે કહું છું કે “એ સ્ત્રી ભામંડલને યોગ્ય છે' એવું મનમાં વિચારીને યથાબુદ્ધિ તેને પટમાં આલેખીને મેં તેમને બતાવેલ છે.”
૧ અંતરથી અને બાહ્યથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org