________________
૬૬ ]
મ્લેચ્છ રાજાઓના ઉપદ્રવ
[ પ ૭ સુ'
પુષ્પવતી અને ચ'દ્રગતિના નેત્રરૂપ કુમુદમાં ચંદ્ર જેવા તે ખાળક ખેચરીએના હાથે લાલિત થતા વૃદ્ધિ પામવા લાગ્યું.
અહી' જ્યારે પુત્રનું હરણ થયું. ત્યારે રાણી વિદેહાએ કરૂણ સ્વરે રૂદન કરી પેાતાના કુટુંખીને શેકસાગરમાં મગ્ન કરી દીધા. રાજા જનકે તેની શોધ કરવા માટે પ્રત્યેક દિશામાં તે માકલ્યા; પરંતુ લાંબે કાળે પણ તેના ખખર કેઈ ઠેકાણેથી મળ્યા નહિ. જનક રાજાએ આ પુત્રીમાં અનેક ગુણરૂપ ધાન્યના અંકુરા છે' એવુ ધારી તે યુગલીકપણે જન્મેલી પુત્રીનુ` સીતા એવુ' નામ પાડ્યું. કેટલેક કાળે તેમનેા શેક મંદ પડી ગયે. કારણ કે આ સંસારમાં માસ ઉપર શાક અને હર્ષ આવે છે અને જાય છે. સીતા કુમારી રૂપલાવણ્યની સૌંપત્તિ સાથે વૃદ્ધિ પામવા લાગી. હળવે હળવે તે ચંદ્રલેખાની જેમ કળા પૂર્ણ થઈ ગઈ, અનુક્રમે એ કમળાક્ષી ખાળા ચૌવનવયને પ્રાપ્ત થતાં ઉત્તમ લાવણ્યમય લહરીઓની સરિતા થઈ સતી લક્ષ્મીની જેવી દેખાવા લાગી. તેને જોઈને ‘આને ચેાગ્ય વર કાણુ થશે ?' એમ જનક રાજા રાતદિવસ ચિ'તા કરવા લાગ્યા. તેણે પેાતાના મંત્રીએની સાથે વિચાર કરીને પેાતાના ચક્ષુએ અનેક રાજાએના કુમારીને જોયા, પણ તેમાંથી કોઈ તેને રૂચિકર થયે નહિ.
તે સમયે અખબર દેશના આતરંગતમ વિગેરે દૈત્ય જેવા ઘણા મ્લેચ્છ રાજાએ આવીને જનકની ભૂમિ ઉપર ઉપદ્રવ કરવા લાગ્યા. કલ્પાંત કાળના સમુદ્રજળની જેમ તેમને નિરોધ કરવાને અસમર્થ એવા જનકે દશરથ રાજાને ખેલાવવા માટે એક દૂત મેાકલ્યા. મેટા મનવાળા દશરથે તે આવેલા તને સસ’ભ્રમથી લાવી પેાતાની પાસે બેસારીને જે કાય માટે આવ્યે હોય તે કહેવા કહ્યું. ત ખેલ્યુંા– ” હે મહાભુજ ! મારા સ્વામીને અનેક આપ્ત પુરૂષા છે, પણ આત્માની જેમ તેએના હૃદયમિત્ર તે એક તમેજ છે, રાજા જનકને સુખદુ:ખમાં ગ્રહણ કરવા ચેાગ્ય તમેજ છે. અધુના તેઓ વિધુર છે તેથી તેઓએ કુળદેવતાની જેમ તમારૂ સ્મરણ કર્યું છે. વૈતાઢગિરિની દક્ષિણમાં અને કૈલાસ' પતની ઉત્તરમાં ભયંકર પ્રજાવાળા ઘણા અનાય જનપદે છે. તેએામાં ખખ`રકુળના જેવા અખર નામે દેશ છે. તે દારૂણ આચારવાળા પુરૂષાથી અત્યંત દારૂણ છે. તે દેશના આભૂષણરૂપ મયૂરસાલ નામે નગર છે. તેમાં આતરંગતમ નામે અતિદારૂણ મ્લેચ્છ રાજા છે. તેના હજારેા પુત્રો રાજા થઈ ને જીકે, મંકન અને કાંબાજ વિગેરે દેશેાને ભેગવે છે. હમણાં તે આતરંગતમ રાજાએ અક્ષય અÀાહિણી (સેના )વાળા તે સર્વ રાજાએ સહિત આવીને જનક રાજાની ભૂમિને ભાંગી નાંખી છે. તે દુરાશયાએ પ્રત્યેક સ્થાને ચત્યેના નાશ કર્યાં છે. તેઓને જન્મ પત પહેાંચે તેટલી સ'પત્તિ મેળવવા કરતાં પણ ધર્માંમાં વિઘ્ર કરવુ... વિશેષ ઈષ્ટ છે; માટે અત્યંત ઈષ્ટ એવા ધર્મનું અને જનક રાજાનુ તમે રક્ષણ કરે. તે તેના તમે પ્રાણુરૂપ છે. ” આ પ્રમાણેનાં ડૂતનાં વચન સાંભળીને તત્કાળ દશરથ રાજાએ યાત્રાભેરી વગડાવી. સત્પુરૂષા સત્પુરૂષાની ૧ પવત વિશેષ ૨ દેશા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org