Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪ ] રામનું પરાક્રમ
[ ૬૭ રક્ષા કરવામાં કદી વિલંબ કરતા નથી. તે વખતે રામે આવીને પિતા પ્રત્યે કહ્યું કે“હે પિતા! પ્લેચ્છ લેકેને ઉછેદ કરવાને માટે તમે જાતે જશે, ત્યારે અનુજબંધુ સહિત આ રામ અહીં શું કરશે? પુત્રના નેહને લીધે તમે અમને અસમર્થ ગણે છે, પણ ઈક્વાકુવંશના પુરૂષોમાં જન્મથી જ પરાક્રમ સિદ્ધ છે, માટે હે પિતા ! તમે પ્રસન્ન થઈને વિરામ પામે, અને સ્વેચ્છાને ઉછેદ કરવાની મને આજ્ઞા આપે. થોડા કાળમાં તમે આપના પુત્રની જયવાર્તા સાંભળશે.” આ પ્રમાણે કહી મહા પ્રયત્ન રાજાની આજ્ઞા મેળવી રામ પોતાના અનુજબંધુઓ સહિત મોટી સેના લઈને મિથિલાપુરીએ ગયા. જેમ મોટા વનમાં ચમૂર, હાથી, શાલ અને સિંહ દેખાય તેમ તેણે નગરીના પરિસર ભાગમાં પ્લેચ્છ સુભટોને દીઠા. જેમની ભુજાઓમાં રણ કરવાની કડુ (ખરજ) આવે છે અને જેઓ પિતાને વિજયી માને છે એવા તે સ્વેચ્છે તત્કાળ તે મહા પરાક્રમી રામને ઉપદ્રવ કરવા લાગ્યા. રજને ઉડાડનાર મહાવાયુ જેમ જગતને અંધ કરે, તેમ તેઓએ ક્ષણવારમાં રામના સિન્યને અવડે આંધળું કરી દીધું. તે વખતે શત્રુઓ અને તેમનું સૈન્ય પિતાની જીત માનવા લાગ્યું, જનક રાજા પિતાનું મરણ માનવા લાગ્યો અને લેકે પિતાને સંહાર ધારવા લાગ્યા, એટલામાં તો હર્ષ માનતા રામે ધનુષને પણછ ઉપર ચડાવ્યું, અને રણનાટકના વાછત્રરૂપ તેને ટંકાર શબદ કર્યો. પછી પૃથ્વીપર રહેલા દેવની જેમ બ્રગુટીના ભંગને પણ નહિ કરતા રામે મૃગેને શિકારીની જેમ તે ધનુષ્યવડે કટી સ્કેચ છોને વીંધી નાખ્યા. “આ જનક રાજા રાંક છે, તેનું સૈન્ય એક સસલા જેવું છે, અને તેની સહાય કરવાને આવેલું સૈન્ય તે પ્રથમથી જ દીનતાને પામી ગયું છે; પણ અરે ! આ બાણે આકાશને આચ્છાદન કરતાં ગરૂડની જેમ અહીં આવે છે તે કેનાં હશે?” તેમ પરસ્પર બેલતા આતરંગાદિક પ્લેચ્છ રાજાએ કેપ અને વિસ્મય પામી નજીક આવીને રામની ઉપર એક સાથે અસ્ત્રવૃષ્ટિ કરવા લાગ્યા. દુરાપાતિ, દઢઘાતિ અને શીદ્યવેધી રાઘવે (રામે) હાથીઓને અષ્ટાપદની જેમ તે સ્વેચ્છને હલામાત્રમાં ભગ્ન કરી દીધા. ક્ષણવારમાં તે મ્લેચ્છ કાકપક્ષીની જેમ દશે દિશામાં નાસી ગયા, એટલે જનકરાજા અને જનપદના લેકે સર્વ સ્વસ્થ થયા. રામનું પરાક્રમ જોઈને હર્ષ પામેલા જનકરાજાએ પિતાની પુત્રી સીતા રામને આપી. રામના આવવાથી જનકને પુત્રી માટે વરની પ્રાપ્તિ અને સ્વેચ્છને વિજય એ બે કામ સિદ્ધ થઈ ગયાં.
એ સમયમાં લેક પાસેથી જાનકીના રૂપનું વિશેષ વર્ણન સાંભળી તેને જોવા માટે નારદ ત્યાં આવ્યા, અને તેણે કન્યાગ્રહમાં પ્રવેશ કર્યો. પીળાં નેત્રવાળા, પીળા કેશને ધરનારા, મોટા ઉદરવાળા, હાથમાં છત્રી અને દંડને રાખનારા, કેપીન માત્રને પહેરનારા, કૃશ શરીરવાળા અને જેના માથા પર વાળ ઊડી રહ્યા છે એવા ભયંકર નારદને જોઈ સીતા ભય પામી ગઈ. તેથી કંપતી કંપતી “હે મા !” એમ બેલતી ગર્ભાગારમાં પેસી ગઈ. તે સાંભળીને તત્કાળ
૧ લંગોટી. .૨ અંદર ઓરડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org