Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સુકોશળ રાજાએ લીધેલ દીક્ષા.
[[પર્વ ૭ મું. દીતિધર રાજા દક્ષા ન લેતાં ગૃહવાસમાં રહ્યો. કેટલેક કાળ ગયા પછી તેને સહદેવી રાણીથી મુકેશલ નામે પુત્ર થયે. તેને જન્મ થતાં જ “આ બાલપુત્ર જન્મેલે જાણી મારા પતિ દીક્ષા લેશે” એવું ધારી સહદેવીએ તેને ગોપવી દીધું. તે બાલક ગુપ્ત છતાં રાજાના જાણવામાં આવી ગયે. કેમકે “ઉદય પામેલા સૂર્યને ગોપવવાને કોણ સમર્થ છે?” પછી સ્વાર્થ કુશળ એવા કીતિધર રાજાએ સુકેશલ કુમારને રાજ્ય ઉપર બેસારીને વિજયસેન મુનિની પાસે દીક્ષા લીધી. તીવ્ર તપસ્યા કરતા અને અનેક પરીષહાને સહન કરતા તે રાજર્ષિ ગુરૂની આજ્ઞા પામીને એકાકી વિહાર કરવા લાગ્યા. એક વખતે કીર્તિધર મુનિ માપવાસી હેવાથી પારણાની ઈચ્છાએ સાકેત નગરમાં આવ્યા. ત્યાં મધ્યાન્હ વખતે ભિક્ષાને માટે તે ભમવા લાગ્યા. રાજમહેલ ઉપર રહેલી સહદેવીએ તેમને જોયા, એટલે તેણે વિચાર્યું કે-“પૂર્વે આ પતિ દીક્ષિત થયા તેથી હું પતિરહિત તે થઈ છું, હવે મારો પુત્ર સુકેશલ જે એમને જોઈને દીક્ષા લેશે તે હું પુત્રવગરની થઈશ, અને આ પૃથ્વી ધણી વગરની થઈ જશે, માટે આ રાજ્યની કુશળતા રહેવા સારૂ આ મુનિ મારા પતિ છે, વ્રતધારી છે અને નિરપરાધી છે, તે છતાં પણ તેને નગરમાંથી કાઢી મૂકાવવા જોઈએ.” આ વિચાર કરીને સહદેવીએ બીજા વિશધારીઓની પાસે તેને નગરની બહાર કાઢી મૂકાવ્યા. જેમનું મન લેભથી પરાભવ પામ્યું હોય છે તેને ચિરકાળ વિવેક રહેતેજ નથી. તે વ્રતધારી સ્વામીને નગરની બહાર કાઢી મૂકેલા જાણી સુકેશલની ધાત્રીમાતા છુટે મુખે રોવા લાગી. રાજા સુકેશલે તેને પૂછયું કે “તું કેમ રૂએ છે. ત્યારે તેણે શેકયુક્ત ગદ્ગદ્ અક્ષરે કહ્યું-“હે વત્સ! જ્યારે ‘તમે બાળક હતા ત્યારે તમારા પિતાએ તેમને રાજ્ય ઉપર બેસારીને દીક્ષા લીધી હતી. તેઓ હમણા ભિક્ષાને માટે આપણા નગરમાં આવ્યા હતા. તેમનું દર્શન થતાંજ તમે વ્રત ગ્રહણ કરશે એવી શંકાથી તમારી માતાએ તેમને નગર બહાર કાઢી મૂકાવ્યા છે. એ દુઃખથી હું રૂદન કરૂં છું.” તે સાંભળતાંજ સુકોશલ વિરક્ત થઈ પિતાની પાસે આવ્યો અને અંજલિ જેડી વતની યાચના કરી. તે વખતે તેની પત્ની ચિત્રમાળા ગર્ભિણી હતી, તે મંત્રીઓની સાથે આવીને કહેવા લાગી-“હે સ્વામી! આ અનાથ રાજ્યને ત્યાગ કરવાને તમે યોગ્ય નથી.” રાજા સુકેશલે કહ્યું કે “તારા ગર્ભમાં જે પુત્ર છે તેને મેં રાજ્ય ઉપર અભિષેક કરેલ છે. કેમ કે ભવિષ્ય કાળમાં પણ ભૂતકાળને ઉપચાર થાય છે. એ પ્રમાણે કહી સર્વ લેકની સંભાવના કરી ચુકેશલે પિતાની પાસે દીક્ષા ગ્રહણ કરી અને મહા આકરી તપસ્યા કરવા લાગ્યા, મમતારહિત અને કષાયવર્જિત એ પિતા પુત્ર મહામુનિ થઈ પૃથ્વીતળને પવિત્ર કરતાં સાથેજ વિહાર કરવા લાગ્યા. પુત્રના વિયોગથી સહદેવીને ઘણે ખેદ થયે; તેથી આ ધ્યાનપરાયણપણે મૃત્યુ પામીને તે કઈ ગિરિની ગુફામાં વાઘણ થઈ.
કીર્તિધર અને સુકેશલ મુનિ કે જે મનને દમન કરનારા, પિતાના શરીરમાં પણ નિઃસ્પૃહ અને સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર હતા તેઓ ચાતુર્માસ નિગમન કરવાને માટે એક
૧ અબા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org