Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૩ . ] વરૂણને પરાજય-રાવણને જય
[ ૫૩ સાધી લીધી. શેષનાગની જેવી લાંબી ભુજાવાળા, અસ્ત્રશાસ્ત્રમાં પ્રવીણ અને કાંતિવડ સૂર્ય જે હનુમાન અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થશે.
આ સમયમાં ક્રોધીઓમાં શ્રેષ્ઠ અને બળના પર્વત જેવો રાવણ સંધીમાં કાંઈ દૂષણ ઉત્પન્ન કરીને વરૂણને જીતવા ચાલ્યો. દૂતો મોકલીને તેડાવેલા વિદ્યાધર વૈતાઢયગિરિના કટક જેવું કટક તૈયાર કરીને ત્યાં જવા ચાલ્યા. પવનજ્ય અને પ્રતિસૂર્ય પણ ત્યાં જવાને તૈયાર થયા. તે વખતે અવષ્ટભ આપવામાં ગિરિ જે હનુમાન આ પ્રમાણે બે–“હે પિતાઓ! તમે બંને અહીંજ રહે, હું એકલેજ શત્રુઓને જીતી લઈશ. તીક્ષ્ણ હથિયાર પાસે છતાં બાહુથી કાણુ યુદ્ધ કરે? હું બાળક છું એવું ધારી મારી ઉપર અનુકંપા લાવશે નહિ; કારણ કે આપણું કુળમાં જન્મેલા પુરૂષોને પરાક્રમને અવસર આવે ત્યારે વયનું પ્રમાણ રહેતું નથી.” એવી રીતે કરી અતિ આગ્રહથી તેમને રોકી, પિતાને જવા માટે તેમની રજા મેળવી. તેઓએ જેના મસ્તપર ચુંબન કરેલું છે એવા હનુમાને પ્રસ્થાનમંગળ કર્યું. એ દુર્વાર પરાક્રમી હનુમાન મોટા સામંતે, સેનાપતિઓ અને સેંકડો સેનાથી પરવાર્યો સતે રાવણની છાવણીમાં આવ્યું. જાણે મૂર્તિમાન વિજય હાય તેવા હનુમાનને આવતો અને પ્રણામ કરતો જોઈ રાવણે હર્ષથી તેને પોતાના ઉત્સંગમાં બેસાર્યો. પછી રાવણ વરૂણની નગરી પાસે જઈ યુદ્ધ કરવા ઊભે રહ્યો, એટલે વરૂણ અને તેના પરાક્રમી સો પુત્રો યુદ્ધ કરવા માટે નીકળ્યા. વરૂણના પુત્રો રાવણની સાથે યુદ્ધ કરવા લાગ્યા અને વરૂણ, સુગ્રીવ વિગેરે વીરેની સાથે યુદ્ધ કરવા લાગે. મેટા પરાક્રમી અને રાતા નેત્રવાળા વરૂણના પુત્રોએ ડુક્કરને જાતિવંત શ્વાન ખેદ પમાડે તેમ રાવણને યુદ્ધમાં મુંઝવી દીધું. તે સમયે ગજેન્દ્રોની સામે કેસરીકિશોરની જેમ ક્રોધથી દુર્ધર એવા દારૂણ હનુમાને પશુઓની જેમ પિતાની વિદ્યાના સામર્થ્યથી વરૂણના પુત્રોને બાંધી લીધા. તે જોઈ માર્ગમાં વૃક્ષેને હાથી પ્રજાવે તેમ સુગ્રીવ વિગેરેને કંપાવતે વરૂણુ ક્રોધથી હનુમાન ઉપર દેડી આવ્યું. બાણોની શ્રેણીને વર્ષાવતા રાવણે નદીના વેગને પર્વત રોકે તેમ વરૂણને વચમાંજ ખલિત કર્યો, તેથી જેમ વૃષભ સાથે વૃષભ અને હાથી સાથે હાથી લડે, તેમ ક્રોધોધ વરૂણની સાથે રાવણે ઘણીવાર યુદ્ધ ચલાવ્યું. છેવટે છળને જાણનારા સવણે સર્વ બળથી વરૂણને આકુળ વ્યાકુળ કરી ઉછળીને ઇંદ્રને બાંધી લીધો હતો તેમ તેને બાંધી લીધે. “સર્વ ઠેકાણે છળ બલવાન છે.” પછી જય જય નાદથી દિશાઓના મુખને શબ્દાયમાન કરતા વિશાળ સ્કંધવાળે રાવણ પિતાની છાવણીમાં આવ્યો, અને પુત્ર સહિત વશ થઈને રહેવા કબુલ થયેલા વરૂણને રાવણે છોડી મૂક્યો. મહાત્માઓને કેપ પ્રણિપાત ખુધીજ હોય છે.
વરૂણે સત્યવતી નામની પિતાની પુત્રી હનુમાનને આપી, કેમકે “પિતાની જાતે જેનું બળ જેલું છે એ જામાતા મળવો દુર્લભ છે.”
શવણ ત્યાંથી લંકામાં આવે અને ચંદ્રણખા (સૂ )ની અનંગકુસુમા નામની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org