Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૩ જો. મુનિએ કહેલ અંજનાને પૂર્વભવ. નીકળેલા રૂધિરવડે ભૂમિતળને રંગતી, પગલે પગલે ખલિત થતી અને વૃક્ષે વૃક્ષે વિશ્રામ લેતી અંજના દિશાઓને પણ રેવરાવતી સખીની સાથે ત્યાંથી ચાલી નીકળી. જે જે નગરમાં કે ગામમાં તે જતી ત્યાં પ્રથમથી આવેલા રાજપુરૂષ તેને રહેવા દેતા નહીં; તેથી તે કોઈ પણ જગ્યાએ સ્થિતિ કરી શકી નહિ. ચારે તરફ ભટક્તી તે બાળા અનુક્રમે એક મહાઅટીમાં આવી પહોંચી. ત્યાં પર્વતના કુંજમાં એક વૃક્ષની નીચે બેસીને તે વિલાપ કરવા લાગી“અહા! હું મંદ ભાગ્યવાળીને ગુરૂજનોથી પણ અપરાધનું વિવેચન થયા સિવાય પ્રથમથી જ દંડ થયે. હે કેતુમતી સાસુ! તમે કુળને કલંક લાગવા ન દીધું તે સારું કર્યું. હે પિતા! તમે પણ સંબંધીના ભયથી સારું વિચાર્યું. દુઃખિત નારીઓને આશ્વાસનનું કારણ માતા છે.
માતા! તમે પણ પતિના છંદને અનુસરીને મારી ઉપેક્ષા કરી. હે ભાઈ! પિતા જીવતાં તારો કોઈ દોષ નથી. હે નાથ! એક તમે દૂર રહેતાં મારે સર્વે જ શત્રુ થયા. હે પ્રિય! સર્વથા પતિ વિનાની સ્ત્રી એક દિવસ પણ આવશે નહિ, કે જેવી રીતે મંદભાગ્યમાં શિરોમણિ એવી હું હજુ જીવું છું !”
આ પ્રમાણે વિલાપ કરતી અંજનાને તેની સખીએ સમજાવીને આગળ ચલાવી; ત્યાં એક ગુફાની અંદર ધ્યાન કરતા અમિતગતિ નામના એક મુનિ તેમને જોવામાં આવ્યા. તે ચારણ શ્રમણ મુનિને નમસ્કાર કરીને તે બંને સ્ત્રીઓ વિનયપૂર્વક તેમની પાસે બેઠી, એટલે મુનિએ પણ ધ્યાન સમાપ્ત કર્યું અને પિતાને દક્ષિણ કર ઉંચે કરીને મરથ અને કલ્યાણરૂપ મોટા આરામમાં નીક જેવી ધર્મલાભરૂ૫ આશિષ આપી. પછી વસંતસેનાએ ભક્તિથી નમસ્કાર કરીને અંજનાનું બધું દુઃખ મૂળથી મુનિને કહી બતાવ્યું, અને આ અંજનાના ગર્ભમાં કેણ છે? અને કયા કર્મથી અંજનાને આવી દશા પ્રાપ્ત થઈ છે? આ પ્રમાણે પૂછ્યું, એટલે મુનિ બેલ્યા–“આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રને વિષે અંદર નામના નગરમાં પ્રિયનંદી નામે એક વણિક રહેતે હતો. તેને જયા નામની સ્ત્રીથી ચંદ્રની જેમ કળાને નિધિ અને જેને દમ (ઈન્દ્રિયદમન) પ્રિય છે એ દમયંત નામે એક પુત્ર થશે. એક વખતે તે ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયે, ત્યાં સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર એવા એક મુનિરાજના તેને દર્શન થયાં. તેણે તેમની પાસેથી શુદ્ધ બુદ્ધિએ ધર્મ સાંભળ્યો, અને પ્રતિબંધ પામીને સમતિ તથા બીજા વિવિધ નિયમો ગ્રહણ કર્યા. ત્યારથી તેણે મુનિઓને યોગ્ય અને અનિંદિત દાન આપવા માંડયું. તપ અને સંયમમાંજ એક નિષ્ઠા રાખતા તે કાળક્રમે મૃત્યુ પામી બીજા દેવલેકમાં પરમદ્ધિક દેવતા છે. ત્યાંથી ચ્યવને આ જંબૂદ્વીપમાં મૃગાંકપુરના રાજ, વીરચંદ્રની પ્રિયંગુલક્ષ્મી નામની રાણીથી પુત્રપણે અવતર્યો. તે સિંહચંદ્ર એવા નામથી વિખ્યાત થઈ જૈનધર્મને સ્વીકારી કર્મચગે મૃત્યુ પામીને દેવપણાને પ્રાપ્ત થશે. ત્યાંથી વીને
આ વિતાઢય ગિરિપર આવેલા વારૂણ નામના નગરમાં સુકંઠ રાજા અને કનકેદારી રાણીને સિંહવાહન નામે પુત્ર થયો. ચિરકાળ રાજ્ય ભેગવી શ્રી વિમલપ્રભુના તીર્થમાં લક્ષ્મીધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org