Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૬]
પિતાને ત્યાંથી પણ અંજનાને થયેલ તિરસ્કાર [૫ ૭ મું. ઊભી રહે નહિ. મારું સ્થાન તારા જેવીને રહેવા ચોગ્ય નથી.” આ પ્રમાણે અંજનાને તિરસ્કાર કરી રાક્ષસીની જેવી નિર્દય કેતુમતીએ તેને તેના પિતાને ઘેર મૂકી આવવા માટે સેવક પુરૂષને આજ્ઞા કરી. તેઓ અંજનાને વસંતતિલકા સહિત વાહનમાં બેસારી મહેન્દ્ર નગરની સમીપે લઈ ગયા, અને ત્યાં નેત્રમાં અછુ લાવી તેને વાહનમાંથી ઉતારી, પછી માતાની જેમ નમસ્કાર કરી અને તેને ખમાવીને તેઓ પાછા ગયા. ઉત્તમ સેવકે સ્વામીના પરિવાર ઉપર પણ સ્વામીની સમાન વૃત્તિવાળા હોય છે.
તે સમયે જાણે તેના દુખથી દુઃખી થયો હોય તેમ સૂર્ય અસ્ત પામી ગયે. કારણ કે સપુરૂષ સજનની વિપત્તિ જોઈ શકતા નથી. પછી ત્યાં અંજનાએ ઘુવડ પક્ષીના ઘેર ઘુત્કારથી, ફાઉડીઓના ફેકારથી, નાહારના આક્રંદથી, શીકારી પ્રાણીઓના વિવિધ શબ્દોથી અને રાક્ષસેના સંગીતની જેવા પિંગળાના કોલાહલથી જાણે પોતાના કાન કુટી ગયા હોય તેમ આખી રાત્રિ જાગ્રતપણેજ નિગમન કરી. પ્રાતઃકાળે તે દીન બાળા લજજાથી સંકેચ પામતી સતી ભિક્ષુકીની જેમ પરિવારહિત, પિતાના ગૃહદ્વાર પાસે હળવે હળવે આવી. તેને અચાનક આવેલી જોઈ પ્રતિહારી સંભ્રમ પામી ગયે.. પછી વસંતતિલકાના કહેવાથી તેની તેવી અવસ્થા તેણે રાજાની પાસે નિવેદન કરી. તે જાણું રાજાનું મુખ નમ્ર અને શ્યામ થઈ ગયું. તે વિચારમાં પડ્યો કે “અહા! વિધિના વિપાકની પેઠે સ્ત્રીઓનું ચરિત્ર પણ અચિંત્ય છે. આ કુલટા અંજના મારા કુળને કલંકિત કરવાને માટે મારે ઘેર આવી છે, પરંતુ અંજનને લેશ પણ ઉજજવળ વસ્ત્રને દુષિત કરે છે. આ પ્રમાણે રાજા ચિંતવતું હતું, તેવામાં તેને પ્રસન્નકીતિ નામે નીતિમાન પુત્ર અપ્રસન્નમુખે કહેવા લાગ્યો–“આ દુષ્ટાને સત્વરે અહીંથી કાઢી મૂકે, તેણે આપણા કુળને દૂષિત કર્યું છે, સર્ષે સેલી આંગળીને બુદ્ધિમાન પુરૂષ શું નથી છેદી નાંખતે?” તે વખતે મત્સાહ નામને એક મંત્રી બે-“દુહિતાઓને સાસુ તરફથી દુઃખ ઉત્પન્ન થાય ત્યારે પિતાના ઘરનું જ શરણ હોય છે. હે પ્રભુ! કદી તેની સાસુ કેતુમતીએ કૂર થઈને આ નિર્દોષ બાળા ઉપર કઈ ખટે દેષ ઉત્પન્ન કરીને કાઢી મૂકી હશે તે શી ખબર? માટે જ્યાં સુધી આ સદેષ છે કે નિર્દોષ છે એવી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી તેનું ગુપ્ત રીતે પાલન કરો. એને પિતાની પુત્રી જાણીને એના ઉપર એટલી કૃપા કરે.” રાજાએ કહ્યું- “સર્વ ઠેકાણે સાસુ તે એવી હોય છે, પણ વધૂઓનું આવું ચરિત્ર કઈ ઠેકાણે હેય નહિ. આપણે પ્રથમથી સાંભળ્યું છે કે આ અંજના પવનંજયને શ્રેષ્ય હતી, અર્થાત પવનંજયને તેની સાથે પ્રીતિભાવ નહોતે, તે પવનંજય થકી તેને ગર્ભ શી રીતે સંભવે? માટે આ સર્વથા દેશવતી છે. તેની સાસુએ તેને કાઢી મૂકી તે સારું જ કર્યું છે, માટે અહીંથી પણ કાઢી મૂકે, તેનું મુખ આપણે શું નહિ.” આવી રાજાની આજ્ઞા થતાં જ દીનમુખે આકંદ કરતા લોકોએ કષ્ટથી જોયેલી તે અંજનાને દ્વારપાળે કાઢી મૂકી. સુધા અને તુષાથી પીડિત, શ્રાંત થયેલી, નિઃશ્વાસ નાંખતી, અશ્રુ વર્ષાવતી, દર્ભથી વિંધાયેલા પગમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org