Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૮] અંજનાને પૂર્વ ભવ.
[પર્વ ૭મું. મુનિની પાસે તેણે વ્રત ગ્રહણ કર્યું. દુસ્તપ તપસ્યા કરી મૃત્યુ પામીને તે લાંતક દેવલોકમાં દેવતા થયે. ત્યાંથી ચ્યવને આ તારી સખી અંજનાના ઉદરમાં આવ્યું છે. એ પુત્ર ગુણનું સ્થાન, મહા પરાક્રમી, વિદ્યાધરને રાજા, ચરમદેહી અને પાપરહિત મનવાળો થશે, હવે તારી સખીને પૂર્વ ભવ સાંભળ. કનકપુર નગરમાં કનકરથ નામે એક મહારથીઓમાં શિરોમણિ રાજા હતા. તેને કનકેરી અને લક્ષ્મીવતી નામે બે પત્નીઓ હતી; તેમાં લહમવતી અત્યંત શ્રદ્ધાળુ શ્રાવિકા હતી. તે પિતાના ગૃહત્યમાં રત્નમય જિનબિંબને સ્થાપિત કરીને બન્ને કાળ તેની પૂજા અને વંદના કરતી હતી. કનકેદરીને તે વિષે ઈર્ષ્યા થવાથી તે દુષ્ટ હદયની બીએ એક વખતે તે જિનબિંબ હરી લઈ અપવિત્ર ઉકરડામાં સંતાડી દીધું. તે વખતે જયશ્રી નામે એક સાધ્વી વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યાં. તે તેને પ્રતિમા સંતાડતી દેખીને ત્યાં–અરે ભલી સ્ત્રી ! આ તે શું કર્યું? આ ભગવંતની પ્રતિમાને અહીં નાખવાથી તેં તારા આત્માને સંસારનાં અનેક દુઃખને પાત્ર કર્યો.” શ્રી સાથ્વીના આ પ્રમાણે કહેવાથી કનકાદરીને પશ્ચાત્તાપ થયે. તેથી તત્કાળ તે પ્રતિમા ત્યાંથી લઈ શુદ્ધ કરી ખમાવીને જે સ્થાને હતી ત્યાં મૂકી દીધી. ત્યારથી તે સમક્તિધારી થઈને જૈનધર્મને પાળવા લાગી. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામીને સૌધર્મ કલ્પમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને આ તારી સખી મહેંદ્ર રાજાની પુત્રી થઈ. તેણે અહંતની પ્રતિમા દુસ્થાને નાંખી હતી તેનું આ ફળ તેને પ્રાપ્ત થયેલું છે. તું તે ભવમાં તે કર્મ કરવામાં તેને અનુમોદન કરનાર અને મદદગાર હતી, તેથી તું પશુ તેની સાથે તેનું ફળ ભેગવે છે. પણ હવે તે દુષ્ટ કર્મનું ફળ પ્રાયઃ ભોગવી લીધું છે, માટે હવે ભવે ભવે શુભ ફળને આપનાર જિનધર્મને ગ્રહણ કરે. અહીંથી આ સ્ત્રીને માને અકસ્માત આવીને તેને પોતાને ઘેર લઈ જશે, અને થોડા સમયમાં તેને તેના પતિની સાથે પણ મેલાપ થશે.”
આ પ્રમાણે કહી તે બને સ્ત્રીઓને આહત ધર્મમાં સ્થાપિત કરીને તે મુનિ ગરૂડની જેમ આકાશમાં ઉડી ગયા. તેવામાં ત્યાં આવતે એક યુવાન સિંહ તેમના જોવામાં આવ્યું. પિતાના પુચ્છના પછાડવાથી જાણે પૃથ્વીને ફાડતા હોય તે તે દેખાતો હતો. મોટા બુકાર દવનિથી દિશાઓના કુંજને પુરી દેતો, હાથીઓના રૂધિરથી વિકરાળ હતો, ને દીપક જેવાં ચકચકિત હતાં, દાઢે વજન કંદ જેવી હતી, દાંત કરવતના જેવા ક્રૂર હતા, કેશવાળ અગ્નિની જવાળા જેવી હતી, નખ લેહના અંકુશ જેવા હતા અને તેનું ઉરાસ્થળ શિલા જેવું હતું. આવા સિંહને જોતાંજ તે બન્ને સ્ત્રીઓ જાણે ભૂતળમાં પેસવાને ઇચ્છતી હોય તેમ જમીન તરફ જતી સતી કંપવા લાગી, અને ભય પામેલી હરિણીની જેમ હવે ક્યાં જવું? એવા ભયથી સ્થિર થઈ ગઈ, તેવામાં તે ગુહાના અધિપતિ મણિચૂળ નામના ગંધર્વે અષ્ટાપદ પ્રાણીનું રૂપ લઈ તે સિંહને મારી નાખ્યું. પછી અષ્ટાપદનું રૂપ સંહરી લઈ પિતાનું મૂળ
૧ છેલ્લું જેનું શરીર છે એ અથાત તેજ ભવમાં મેક્ષે જનારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org