Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૫૦]
અંજનાને શોધવા પવનંજયનું નીકળવું. [૫ ૭ મું. પાછો લાવીને અંજનાને સેં. પછી મનની જેવા વેગવાળા વિમાન વડે પ્રતિસૂર્ય, જેમાં મહત્સવ થઈ રહ્યો છે એવા હનુપુર નગરમાં શીઘ આવી પહોંચે. ત્યાં અંજનાને તેણે હર્ષથી પોતાના ઘરમાં ઉતારી. જાણે કુળદેવી આવી હોય તેમ માનીને તેના સર્વ અંતઃપુરે તેની પૂજા કરી. જન્મતાંજ હનુપુર નગરમાં પ્રથમ આવ્યું, તેથી માતુલ પ્રતિસૂર્યો અંજનાના પુત્રનું હનુમાન એવું નામ પાડ્યું. તેના વિમાનમાંથી પડવા વડે પર્વત ચૂર્ણ થઈ ગયે, તેથી તેણે તેનું શ્રીશૈલ એવું બીજું પણ નામ પાડ્યું. માનસ સરોવરના કમલવનમાં રાજહંસના શિશુની જેમ હનુમાનકુમાર યથાસુખે કીડા કરતો ત્યાં મોટો થવા લાગ્યો. અને
જે દેષ કેતુમતી સાસુએ પિતાની ઉપર આરોપણ કરે છે તે હવે કેવી રીતે ઉતરશે ?' તેની નિરંતર ચિંતા કરતી અંજના શલ્ય સહિત હેય તેમ રહેવા લાગી.
અહીં રાવણની મદદે ગયેલા પવનંજયે સંધિ કરીને ખર દૂષણને વરૂણ પાસેથી છોડાવ્યા અને રાવણને સંતેષ પમાડ્યો. પછી રાવણ પરિવાર સાથે લંકામાં ગયે, અને પવનંજય તેની રજા લઈ પિતાના નગરમાં આવ્યું. માતાપિતાને પ્રણામ કરી તે અંજનાના વાસગૃહમાં આવ્યું. ત્યાં અંજનારહિત તે વાસગૃહ જયસ્નારહિત ચંદ્રના જેવું નિસ્તેજ જોવામાં આવ્યું. ત્યાં રહેલી કેઈ એક સ્ત્રીને તેણે પૂછ્યું કે “નેત્રને અમૃતાંજન જેવી મારી પ્રિયા અંજના કયાં છે?” તેણે કહ્યું કે “તમે રણયાત્રામાં ગયા પછી કેટલેક દિવસે ગર્ભસંભવના દેષથી તમારી માતા કેતુમતીએ તેને કાઢી મૂકી છે, અને પાપી સેવક પુરૂષે તમારી માતાના હુકમથી મહેંદ્ર નગરની નજીકના અરયમાં હરિણીની જેમ ભયાકુલ એવી તે બાળાને મૂકી આવ્યા છે.” તે સાંભળતાંજ પવનંજ્ય પવનવેગે પારેવાની જેમ પ્રિયાને મળવાને ઉત્સુક થઈ પિતાના સાસરાના નગરમાં આવ્યું. ત્યાં પણ પ્રિયાને જોઈ નહીં, ત્યારે તેણે કઈ સ્ત્રીને પૂછયું કે “અહીં મારી પ્રિયા અંજના આવી હતી કે નહિં?” તે સ્ત્રીએ કહ્યું “હા! તે વસંતતિલકા સાથે અહીં આવી હતી, પણ તેની ઉપર આવેલા વ્યભિચારના દેષથી તેના પિતાએ તેને કાઢી મૂકેલી છે.” તે વચનથી જાણે વાથી હણુ હોય તે થઈ પવનંજય પ્રિયાને શોધવા માટે પર્વત અને વન વિગેરેમાં ભમવા લાગે. કોઈ ઠેકાણે જ્યારે તેને પિતાની પ્રિયાના ખબર મળ્યા નહિ, ત્યારે શાપથી ભ્રષ્ટ થયેલા દેવની જેમ ખેદ પામી તેણે પિતાના પ્રહસિત નામના મિત્રને કહ્યું, “હે મિત્ર! તું જઈને મારાં માતાપિતાને કહે કે બધી પૃથ્વીમાં ભટકતાં હજુ સુધી મેં કઈ ઠેકાણે અંજનાસુંદરીને જોઈ નહીં, હજુ ફરીવાર અરણ્યમાં જઈ તે બિચારીને શોધ કરીશ. જે મળશે તે સારૂ, નહિ તે છેવટ હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” પવનંજયના કહેવાથી પ્રહસિતે તત્કાળ આદિત્યપુરમાં આવી પ્રહૂલાદ અને કેતુમતીને તે સંદેશો કહ્યો. તે સાંભળીને કેતુમતી જાણે હદયમાં પાષાણથી હણાઈ હોય તેમ મૂર્શિત થઈને પૃથ્વી પર પડી. થોડીવારે સંજ્ઞા મેળવીને તે બેલી કે-“હે કઠિન હૃદયવાળા પ્રહસિત! મરવાને નિશ્ચય કરનારા તારા તે પ્રિય મિત્રને વનમાં એકલે મૂકીને તું અહીં કેમ આ ? અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org