Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૪] પવનંજયનું પ્રહસિત સહિત અંજનાના મહેલમાં આવવું. [ પર્વ ૭ મું. તારે યુક્ત છે, તેથી તેની પાસે જઈ પ્રિયવચને તેની આજ્ઞા મેળવીને સ્વાર્થને માટે તારે પાછું અહીં આવવું.” આ પ્રમાણે હૃદયની જેમ ભાવી સંભાવના કરનાર તે મિત્રની પ્રેરણાથી પવનય તેને સાથે લઈ ત્યાંથી ઉડીને અંજનાસુંદરીના મંદિરમાં આવ્યો અને ગુપ્તપણે દ્વાર ઉપર ઉભે રહ્યો. પ્રથમ પ્રહસિત આગળ થઈને તેના ઘરમાં પેકે. તે વખતે અંજનાસુંદરી અલ્પ જળમાં રહેલી માછલી જેમ પલંગ ઉપર તરફડતી હતી, હિમવડે કમલિની પીડાય તેમ ચંદ્રની સ્નાથી તે પીડાતી હતી, હદયના અંતરતાપથી તેના હારનાં મોતી કુટી જતાં હતાં, લાંબા નિઃશ્વાસથી તેના કેશની શ્રેણી ચપળ થતી હતી, અસહ્ય પીડાવડે પછડાતી ભુજાઓથી મણિનાં કંકણે ભાંગી જતાં હતાં. વસંતતિલકા સખી તેને વારંવાર ધીરજ આપતી હતી, અને જાણે કાષ્ઠમય હોય તેમ તેની દૃષ્ટિ અને ચિત્ત શૂન્ય થઈ ગયાં હતાં. આવી સ્થિતિમાં રહેલી અંજનાસુંદરી પ્રહસિતના જોવામાં આવી. પ્રહસિતને વ્યંતરની જેમ અકસ્માત પિતાના મહેલમાં આવેલ જોઈ “અહિં કોણ આવ્યું?” તેમ ભય પામતી તે બાળા ધીરજ લાવીને બેલી-“અરે! તમે કેણ છો? અને પરપુરૂષ છતાં અહીં કેમ આવ્યા છે ? અથવા મારે તે જાણવાની જરૂર નથી, તમે આ પરસ્ત્રીને ઘરમાંથી જતા રહો. હે વસંતતિલકા! આ પુરૂષને ભુજથી પકડીને બહાર કાઢ. હું ચંદ્રના જેવી નિર્મળ છું તેથી તેને જોવાને પણ રોગ્ય નથી. મારા પતિ પવનંજય સિવાય આ મારા સ્થાનમાં કઈ બીજાને પ્રવેશ કરવાને અધિકાર નથી. તું શું જોઈ રહી છે?” તે સાંભળી પ્રહસિત નમસ્કાર કરીને બોલ્યો“સ્વામિની! ચિરકાળે ઉત્કંતિ થઈને આવેલા પવનંજયના સમાગમની તમને વધામણું છે. કામદેવના મિત્ર વસંતની જેમ હું તેને પ્રહસિત નામને મિત્ર તમારી આગળ આવ્યો છું, મારી પછવાડે તમારા પતિ આવેલા જ છે એમ જાણી લેજે.” અંજના બેલી-“અરે પ્રહસિત! વિધિએજ મારું હાસ્ય કરેલું છે, તે તમે મને શા માટે હસે છે? આ મકરીને સમય નથી, અથવા એમાં તમારે દેષ નથી. મારા પૂર્વ કર્મને જ દોષ છેનહિં તે તે કુળવાન પતિ મારે શા માટે ત્યાગ કરે? પાણિગ્રહણથી માંડીને પતિએ ત્યાગ કરેલી એવી મને આજે બાવીસ વર્ષ વીતી ગયાં છે, તથાપિ હું પાપિણી અદ્યાપિ જીવું છું.” આ પ્રમાણેનાં તેનાં વચને સાંભળી તેના દુઃખને ભાર જેની ઉપર આવેલું છે એ પવનંજય અંદર પ્રવેશ કરીને અશ્રુથી ગદ્ગદ્ વાણુંએ આ પ્રમાણે બે-“હે પ્રિયા ! મૂર્ખ છતાં પિતાને ડાહ્યો માનનારા એવા મેં વિવાહથી માંડીને તારા જેવી નિર્દોષ ને દેષિત ગણી ત્યાગ કરેલી છે. મારા દેષથી તું આવી દુસહ દુર્દશાને પ્રાપ્ત થઈ છે અને થોડા વખતમાં મૃત્યુ પણ પામી જાત. પણ મારા ભાગ્યને તું જીવતી રહી છે. આ પ્રમાણે બોલતા પિતાના પતિને એળખીને લજજાવતી બાળા પલંગની ઈસને ટેકે લઈ સુખ નીચું રાખીને ઊભી થઈ. પછી હસ્તી જેમ લતાને પકડે તેમ વલયાકાર ભુજાએ તેને પકડી લઈને પવનંજય પલંગ ઉપર બેઠે. પવનંજયે ફરીથી કહ્યું-“હે પ્રિયા! શુદ્ર બુદ્ધિવાળા મેં તારા જેવી નિરપરાધી સ્ત્રીને ખી કરી છે તે ક્ષમા કરજે.' પતિનાં આવાં વચન સાંભળી અંજના બેલી-અનાથ ! એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org