Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૬ ]
ઇંદ્રનું નગર રથનું પુર લેવા રાવણનું આવવું [ પર્વ ૭ મું બલવાનથી પણ અતિ બલવાન વીરોને ઉત્પન્ન કરે છે, માટે “હું સર્વથી વિશેષ પરાક્રમી છું” એ અહંકાર કેઈએ કરવો નહીં. હાલમાં સુકેશ રાક્ષસના કુળમાં સૂર્ય સમાન લંકાપતિ રાવણ નામે એક વીર ઉત્પન્ન થયેલું છે, જે સર્વના વીરત્વને હરનારે છે, પ્રતાપમાં સૂર્ય જેવો છે, અને સહસ્ત્રાંશ જેવા વીરને કબજે કરનારો છે. વળી તેણે લીલામાત્રમાં કૈલાસ' પર્વતને ઉપાડ્યો હતો, મરૂત્તરાજાના યજ્ઞને ભંગ કર્યો હતો અને જંબુદ્વીપના પતિ યક્ષરાજથી પણ તેનું મન #ભ પામ્યું નહોતું. અહંત પ્રભુની પાસે પોતાની ભુજવણવડે ગાયન કરતે જોઈને સંતુષ્ટ થયેલા ધરણે તેને અમેઘ શક્તિ આપી છે, અને પ્રભુ, મંત્ર તથા ઉત્સાહ એ ત્રણે શક્તિથી તે ઉર્જિત છે. વળી જાણે તેની બે ભુજા હેય તેવા તેની સરખા બે ભાઈએ (કુંભકર્ણ અને વિભીષણ) થી તે ઉત્કટ છે. એ રાવણે તારા સેવક વૈશ્રવણને તથા યમને હેલા માત્રમાં ભગ્ન કરી દીધા છે, વાળના ભાઈ વાનરપતિ સુગ્રીવને પિતાને પત્તિ કર્યો છે, અને જેની આસપાસ અગ્નિને દુલ્ય કિલે હતે એવા દુર્ભયપુરમાં પણ પ્રવેશ કરીને તેના અનુજ ભાઈએ નલકુબરને કબજે કર્યો છે. એવો તે વીર રાવણ અત્યારે તારી સામે આવ્યો છે, તે પ્રલયકાળના અગ્નિ જે એ ઉદ્ધત રાવણ પ્રણિપાતરૂપ અમૃતવૃષ્ટિથી શમી જશે, તે સિવાય શાંત થશે નહિ. તારી રૂપવતી નામે સ્વરૂપવતી પુત્રીને રાવણ વેરે આપ, કે જેથી એવો સંબંધ બંધાવાને લીધે તારે તેની સાથે ઉત્તમ સંધિ થશે.” પિતાનાં આવાં વચન સાંભળી ઈંદ્ર કપ કરી બોલ્યા- “હે પિતા! આ વધ કરવા લાયક રાવણને હું મારી કન્યા કેમ કરીને આપું? કારણ કે તેની સાથે આધુનિક વૈર નથી પણ વંશપરંપરાનું વૈર છે. પિતા વિજયસિંહને તેના પક્ષના રાજાએ મારી નાંખ્યા હતા તે સંભાર. તેના પિતામહ માળીને માથું જે મેં કર્યું હતું તે આને માથે પણ કરીશ. એ ભલે આવે, તે કેણ માત્ર છે! તમે સનેહને લીધે ભીરૂ થાઓ નહિ, સ્વાભાવિક ધૈર્યને ધારણ કરે. તમે તમારા પુત્રનું પરાક્રમ ઘણીવાર જોયેલું છે, શું તમે મારા પરાક્રમને જાણતા નથી?”
આ પ્રમાણે ઇદ્ર કહેતું હતું, તેવામાં દુર્ધર રાવણે રથનૂપુર નગરે આવીને પિતાની સેનાવડે તે નગરને ઘેરી લીધું. મહા પરાક્રમી રાવણે પ્રથમ દૂત મોકલશે. તે તે મિષ્ટ વચનેવડે ઈંદ્રને કહ્યું – “જે રાજાઓ વિદ્યા અને ભુજાબલથી ગાવિષ્ટ હતા તે સર્વેએ આવીને ભેટ ધરી રાવણની પૂજા કરેલી છે. રાવણની વિસ્મૃતિથી અને તમારી સરલતાથી આટલે કાળ ચાલ્યો ગયો. પરંતુ હવે ભક્તિ બતાવવાને તમારે સમય છે, તેથી તેના પ્રત્યે ભક્તિ બતાવે અથવા શક્તિ બતાવે; જે ભક્તિ અને શક્તિ બંનેથી રહિત થશે તો એમના એમ વિનાશ પામી જશે.” ઇંદ્ર બે –દીન રાજાઓએ તેને પૂજે તેથી તે રાવણુ મત્ત થઈ ગયેલ છે, તેટલા માટે તે મારી પાસેથી પણ પૂજાની વાંચ્છા કરે છે, પરંતુ આટલે કાળ તે રાવણને જેમ તેમ સુખને માટે ગયે, પણ હવે તેને આ કાળરૂપ કાળ આવેલ છે. માટે તું જઈને તારા સ્વામીને
૧. અષ્ટાપદ પર્વત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org