Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૨ જે.] ઇદ્રનું ક્ષે જવું. રાવણની પ્રતિજ્ઞા.
[૩૯ ભવમાં પરિભ્રમણ કરી, કેઈક ભવમાં શુભકર્મ ઉપાર્જન કરી તું આ સહસ્ત્રારને પુત્ર ઇદ્ર થયેલ છે. આ રાવણુથી તારો જે પરાભવ થયો તે મહામુનિને તિરસ્કાર અને પ્રહાર કરવાના કર્મનું ફળ તને પ્રાપ્ત થયેલું છે. ઇંદ્રથી માંડીને એક કીડા સુધી સર્વને લાંબે કાળે પણ તેનાં કરેલાં કર્મ અવશ્ય ફળ આપે છે, એવી સંસારની સ્થિતિ છે. આ પ્રમાણે પિતાને પૂર્વ વૃત્તાંત સાંભળી ઈંદ્ર પિતાના પુત્ર દત્તવીર્યને રાજ્ય આપીને દીક્ષા લીધી અને ઉગ્ર તપ કરીને મોક્ષે ગયા.
અન્યદા રાવણ સ્વર્ણતુંગ ગિરિ ઉપર જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા અનંતવીર્ય નામના મુનિને વંદના કરવા ગયે. વંદના કરીને રાવણ યંગ્ય સ્થાને બેઠે અને કર્ણને અમૃતની નીક જેવી તેમની ધર્મદેશના સાંભળી. દેશનાને અંતે રાવણે પૂછ્યું – “મારૂં મરણ શા કારણથી અને કેનાથી થશે?” ભગવાન મહર્ષિ બોલ્યા-હે રાવણ! ભવિષ્યમાં થનારા વાસુદેવને હાથે પરસ્ત્રીને દેષથી પ્રતિવાસુદેવ એવા તારૂં મૃત્યુ થશે.” તે સાંભળી રાવણે તત્કાળ તેજ મુનિની પાસે એવો અભિગ્રહ લીધે કે “મને નહિ ઈચ્છતી પરસ્ત્રીની સાથે હું કદિ પણ રમીશ નહિ.” પછી જ્ઞાનરત્નના સાગર એવા તે મુનિને વંદના કરીને રાવણ પુષ્પક વિમાનમાં બેસી પિતાની નગરીમાં આવ્યું, અને પિતાના નગરની સ્ત્રીઓના નેત્રરૂપ નીલકુમુદને હર્ષ વૈભવ આપવામાં ચંદ્ર સમાન થયે.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरूषचरिते महाकाव्ये सप्तमे पर्वणि रावणदिग्विजयो नाम द्वितीयः सर्गः ॥ २ ॥
ttttttt સર્ગ ૩ જ. tttttttttt
હનુમાનની ઉત્પત્તિ અને વરૂણનું સાધન વૈતાથગિરિ ઉપર આવેલા આદિત્યપુર નામના નગરમાં પ્રહલાદ નામે એક રાજા હતો. તેને કેતુમતી નામે પ્રિયા હતી. તેમને પવનંજય નામે એક પુત્ર થયે, જે બળથી અને આકાશગમનથી પવનના જે વિજયી હતો. તે સમયમાં ભરતક્ષેત્રને વિષે સમુદ્રને કિનારે આવેલા દંતી પર્વતની ઉપર માહેદ્રપુર નગરમાં મહેંદ્ર નામે એક વિદ્યાધરનો રાજા હતો. તેને હૃદયસુંદરી નામે પત્ની હતી. તેમને અરિંદમ વિગેરે સો પુત્રની ઉપર અંજનાસુંદરી નામે એક પુત્રી થઈ હતી. જ્યારે તે બાળા ઉત્કટ યૌવનને પ્રાપ્ત થઈ ત્યારે તેના પિતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org