Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૮ ]
રાવણના કારાગ્રડમાંથી ઈંદ્રની મુક્તિ. [પર્વ ૭ મું કૈલાસ પર્વતને ધારણ કર્યો હતે એવા તમારી જેવા પરાક્રમી વીરથી છતાતાં અમને જરા પણ લજજા આવતી નથી, તેમજ તમારી જેવા વીરની પાસે યાચના કરવાથી પણ અમને બીલકુલ લજાવું પડે તેમ નથી, માટે હું યાચના કરું છું કે ઇંદ્રને છેડી દે અને મને પુત્રભિક્ષા આપો.” રાવણ બોલ્ય-“જે એ ઈંદ્ર તેના દિક્પાલ અને પરિવાર સહિત નિરંતર આ પ્રમાણેનું કામ કરવું કબુલ કરે તે હું તેને છોડું. સાંભળ
મારી આ લંકાપુરીને ક્ષણે ક્ષણે વાસગૃહની ભૂમિની જેમ તૃણ કાષ્ઠ વિગેરે કચરાથી રહિત કરે, નિત્ય પ્રાતઃકાળે મેઘની જેમ આ નગરીમાં દિવ્ય સુગંધી જળવડે સિંચન કરે, અને સર્વ દેવાલમાં માળીની જેમ પુછપને ચુંટી અને ગુંથીને તેની માળાઓ પૂરી પાડે. આ પ્રમાણે નિત્યકાર્ય કરતે સતો આ તમારો પુત્ર ફરીથી રાજ્યનું ગ્રહણ કરો અને મારા પ્રાસાદથી આનંદ પામે.” પછી “તે પ્રમાણે મારે પુત્ર કરશે” એવું જ્યારે સહસ્ત્રારે કબુલ કર્યું ત્યારે રાવણે પિતાના બંધુની જેમ સત્કાર કરી ઇદ્રને છોડી મૂક્યો. પછી ઇંદ્ર રથનપુરમાં આવીને મોટા ઉદ્દેશથી રહેવા લાગે. કેમકે તેજસ્વી પુરૂષને નિસ્તેજ થવું તે મૃત્યુથી પણ દુસહ છે.
એવામાં નિવણસંગમ નામે એક જ્ઞાની મુનિ ત્યાં સાસર્યા. તે સાંભભી ઇંદ્ર તેમને વાંદવા આવ્યું. ઇ પૂછયું-“ભગવન ! કથા કર્મથી આ રાવણના તિરકારને હું પ્રાપ્ત થયે તે કહે.” મુનિ બેલ્યા- “અરિંજય નામના નગરમાં પૂર્વે જવલનસિંહ નામે એક વિદ્યાધરનો રાજા હતા. તેને વેગવતી નામે પ્રિયા હતી. તેઓને એક અહિલ્યા નામે રૂપવતી દુહિતા થઈ. તેના સ્વયંવરમાં વિદ્યાધરોના સર્વ રાજાઓ એકઠા થયા. તેમાં ચંદ્રાવત નગરને રાજા આનંદમાળી અને સૂર્યાવત નગરને સ્વામી તડિત્રભ પણ આવ્યા હતા. તે તડિપ્રભ તું પિતજ હતા. તમે બન્ને સાથે આવ્યા હતા, તે છતાં તારો ત્યાગ કરીને અહિલ્યા સ્વેચ્છાએ આનંદમાળીને વરી, તેથી તારે પરાભવ થશે. ત્યારથી “હું છતાં અહિલ્યા તેને કેમ વરે?” એવી આનંદમાળીની ઉપર ઈર્ષ્યા થઈ
એકદા આ સંસારપર વૈરાગ્ય થવાથી આનંદમાળીએ દીક્ષા લીધી અને તીવ્ર તપસ્યા કરતે સતો તે મહર્ષિઓની સાથે વિહાર કરવા લાગે. એક વખતે વિહાર કરતે કરતે તે રથાવર્ત નામના ગિરિ ઉપર આવ્યો અને ધ્યાનમાં સ્થિત થયે. ત્યાં તે તારા જેવામાં આવ્યું, એટલે તને અહિલ્યાના સ્વયંવરનું મરણ થયું; તેથી તે તત્કાળ તેને બાંધી લીધો અને અનેક પ્રકારના પ્રહાર કર્યા, તથાપિ તે પર્વતની જેમ જરા પણ ધ્યાનથી ચલિત થયા નહિ. તે વખતે કલ્યાણ ગણધર નામે તેના ભાઈ જે સાધુઓમાં અગ્રણી હતા અને જે તેની સાથે જ હતા તેણે તને તેમ કરતો જોઈને વૃક્ષ પર વિદ્યુતની જેમ તારી ઉપર તેજલેશ્યા મૂકી. તે સમયે તારી પત્ની સત્યશ્રીએ ભક્તિવચનથી તે મુનિને શાંત કર્યા, તેથી તેમણે તેજલેશ્યા પાદી સંહરી લીધી, જેથી તું દગ્ધ થયે નહિ; પણ મુનિતિરસ્કારના પાપથી કેટલાએક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org