Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ જે.] રાવણ તથા ઇદ્ર વચ્ચે થયેલું દારૂણ યુદ્ધ.
[ ૩૭. કહે કે તે ભક્તિ અથવા શક્તિ બતાવે; જે શક્તિ અને ભક્તિએ રહિત થશે તે તે સત્વર વિનાશ પામી જશે.” તે આવીને રાવણને તે પ્રમાણે કહ્યું, એટલે રાવણ કે પથી ભયંકર થઈમેટા ઉત્સાહથી સર્વ સૈન્યની સાથે તૈયાર થઈ ગયે. ઇંદ્ર પણ તૈયાર થઈને ઉતાવળે રથનૂપુર નગરમાંથી બહાર નીકળે. કેમકે વીર લેકે બીજા વીરના અહંકારને કે આડંબરને સહન કરી શકતા નથી,
પછી સામતેની સાથે સામંતે, સૈનિકની સાથે સૈનિકો અને સેનાપતિઓની સાથે સેનાપતિઓ-એમ બંને સૈન્યનું પરસ્પર યુદ્ધ શરૂ થયું. શસ્ત્રોને વર્ષાવતા બંને સિન્ય વચ્ચે સંવત અને પુષ્પરાવર્ત મેઘની જેમ માટે સંફેટ થઈ પડ્યો. પછી “આ બિચારા મસાલાના જેવા સૈનિકોને મારીને શું કરવું?’ એમ કહેતે રાવણ ભુવનાલંકાર નામના ગજેંદ્ર ઉપર ચડી અને પશુછ ઉપર ધનુષ ચડાવી ઐરાવણ હસ્તી ઉપર રહેલા ઇંદ્રની સામે આવ્યું. રાવણ અને ઇંદ્રના હાથીઓ પરસ્પર મુખમાં સૂંઢ વીંટાળીને જાણે નાગપાશ રચતા હોય તેમ સામસામા મળ્યા. બંને મહા બલવાન ગજેદ્રો દાંતે દાંતે પરસ્પર પ્રહાર કરી અરણિ કાષ્ટના મથનની જેમ તેમાંથી અગ્નિના તણખા ઉડાડવા લાગ્યા. માંહોમાંહે દાંતના આઘાતથી, વિરહિણી સ્ત્રીના હાથમાંથી નીકળી પડે તેમ સુવર્ણ વલયની શ્રેણ તેમાંથી નીકળીને પૃથ્વી પર પડવા લાગી. પરસ્પર દાંતના ઘાતથી છેદાઈ ગયેલા શરીરમાંથી, ગંડસ્થળમાંથી મદધારાની જેમ રૂધિરની ધારા ઝરવા લાગી. તે અવસરે રાવણ અને ઇંદ્ર પણ ક્ષણવાર શલ્યથી, ક્ષણવાર બાણોથી અને ક્ષણવાર મુદૂગરથી બીજા બે હાથી હોય તેમ સામસામા પ્રહાર કરવા લાગ્યા. એ બંને મહા બળવાન હતા, તેથી તેઓ એક બીજાનાં અને અવડે ચૂર્ણ કરતા હતા. એમ પૂર્વ અને પશ્ચિમ સાગરની જેમ તેમાંથી એક પણ હીન થયે નહીં. ને રણરૂપ યજ્ઞમાં દીક્ષિત થયેલા તે બંને બાધ્ય અને બાધતાને કરનારા ઉત્સર્ગ તથા અપવાદ માર્ગની જેમ મંત્રાસ્ત્રોથી એક બીજાનાં અસ્ત્રને તત્કાળ બાધ કરતા સતા યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે ઐરાવણ અને ભુવનાલંકાર–એ બંને હાથી એક ડીંટમાં રહેલાં બે ફળની જેમ ગાઢપણે મળી ગયા, ત્યારે છળને જાણનાર રાવણ પિતાના હાથી ઉપરથી ઉછળીને ઐરાવણ ઉપર કુદી પડ્યો, અને તેના મહાવતને મારી નાંખીને મોટા હાથીની જેમ ઇંદ્રને બાંધી લીધે. પછી મધપુડાને ભમરીઓની જેમ રાક્ષસવીરોએ હર્ષથી ઉગ્ર કોલાહલ કરીને ચારે તરફથી તે હાથીને ઘેરી લીધે, અર્થાત્ તેની ફરતા ફરી વળ્યા. જ્યારે રાવણે ઇંદ્રને પકડી લીધે, ત્યારે તેનું સર્વ સૈન્ય ઉપદ્રવિત થઈ ગયું. કારણ કે “સ્વામી છતાતાં સિન્ય પણ છતાય છે.” પછી રાવણ ઐરાવણહસ્તી સહિત ઇંદ્રને પોતાની છાવણીમાં લઈ ગયો અને પિતે વૈતાઢ્યની બંને શ્રેણીઓને નાયક થશે. ત્યાંથી પાછા ફરીને રાવણ તત્કાળ લંકામાં ગયે અને કાષ્ઠના પાંજરામાં પોપટને નાખે તેમ ઇંદ્રને કારાગૃહમાં નાંખે.
આ ખબર પડતાં ઇંદ્રને પિતા સહસ્ત્રાર દિકપાલ સહિત લંકામાં આવ્યું, અને રાવણને નમસ્કાર કરી એક પાળાની જેમ અંજલિ જેડીને બોલ્ય-“જેણે એક પાષાણના ખંડની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org