Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૦]
પશુવધાત્મક યજ્ઞની પ્રવૃત્તિ ક્યારે થઈ? [ પર્વ ૭મું લાગ્યા–અહીં ચારણયુગલ નામે એક નગર છે. ત્યાં અધન નામે એક રાજા થયે, તેને દિતિ નામે પ્રિયા હતી. તેને સુલસા નામે એક રૂપવતી દુહિતા થઈ હતી. અધન રાજાએ તેના સ્વયંવરમાં બેલાવવાથી સર્વ રાજાએ ત્યાં આવ્યા, તેઓમાં સગર નામે રાજા સર્વથી અધિક હતું. તે સગરની આજ્ઞાથી મદદરી નામની એક પ્રતિહારી અધન રાજાના આવાસમાં વારંવાર જતી હતી. એક વખતે દિતિ રાણી સુલતાકુમારીની સાથે ગૃહદ્યાનના કદલીગૃહમાં બેઠી હતી, તેવામાં મંદોદરી પણ ત્યાં આવી ચડી. તે બંનેનાં વચન સાંભળવાની ઈચ્છાથી મંદદરી લતાઓમાં સંતાઈ રહી. તે વખતે દિતિએ સુલસાને કહ્યું-વત્સ! તારા આ સ્વયંવરમાં મારા મનમાં એક શલ્ય છે, અને તેને ઉદ્ધાર કરે તારે આધીન છે, માટે તું સારી રીતે મૂળથી તે વાત સાંભળ-શ્રી ત્રાષભસ્વામીને ભરત અને બાહુબલી નામે મુખ્ય બે વંશધર પુત્રો હતા, જેના પુત્ર સૂર્ય અને સેમ થયા હતા. તેમાં તેમના વંશમાં તૃણબિંદ નામે મારો ભાઈ ચેલે છે અને તારા પિતા અધન રાજા સૂર્યના વંશમાં થયેલા છે. અને રાજાની બેન સત્યયશા તૃણબિંદુ રાજાની સ્ત્રી થયેલ છે, અને તેને મધુપિંગ નામે એક પુત્ર થયેલે છે. હે સુંદરી! તને એ મધુપિંગને આપવાની મારી ઇચ્છા છે, અને તારા પિતા તને સ્વયંવરમાં આવેલા રાજાઓમાંથી કોઈ પણ વરને આપવાને ઈ છે છે. હવે સ્વયંવરમાં તું કોને વરીશ તે હું જાણું શકતી નથી. તેથી એક મોટું શલ્ય મારા હૃદયમાં સાલે છે, માટે સર્વ રાજાઓની વચમાં તારે મારા બ્રા/જ (ભત્રીજા) મધુપિંગને વરે એમ કબુલ કર.” આવી પોતાની માતાની શિક્ષા સુલસાએ સ્વીકારી. આ સર્વ વાત ગુપ્ત રીતે સાંભળીને મંદોદરીએ સગરરાજા પાસે નિવેદન કરી.
સગરરાજાએ પિતાના પુરોહિત વિશ્વભૂતિને આજ્ઞા કરી, એટલે તત્કાળ તે શીઘ્રકવિએ એક રાજલક્ષણસંહિતા રચી કાઢી. તેમાં તેણે એવું લખ્યું કે જેથી સગર રાજા સર્વ રાજલક્ષણોથી યુક્ત ગણાય અને મધુપિંગ રાજલક્ષણરહિત ઠરે. તે પુસ્તક તેણે પુરાણની જેમ પિટીમાં મૂક્યું. પછી એક વખતે રાજાની આજ્ઞાથી તે પુરોહિતે રાજસભામાં તે પ્રગટ કર્યું. તે વખતે પ્રથમ સગરરાજાએ કહ્યું કે-“આ પુસ્તક વંચાતાં તેમાં બતાવેલા રાજલક્ષણેથી જે રહિત જણાય તે સર્વને વધ કરવા યોગ્ય અને ત્યાજ્ય છે.” પછી જેમ જેમ પુરોહિતે તે પુસ્તક વાંચવા માંડયું તેમ તેમ તેમાં બતાવેલાં લક્ષણ પિતાનામાં નહિ હેવાથી મધુપિંગ લજજા પામવા લાગ્યો. છેવટે મધુપિંગ ત્યાંથી ઉઠી ગયું અને સુલસા સગરરાજાને વરી. તત્કાળ તેમને વિવાહ થયે, અને પછી સર્વે પિતપોતાને સ્થાનકે ગયા.
મધુપિંગ અપમાન થવાથી બાળતપ કરીને મૃત્યુ પામ્ય, અને સાઠ હજાર અસુરને સ્વામી મહાકાળ નામે અસુર થશે. તેણે અવધિજ્ઞાનવડે સુલતાના સ્વયંવરમાં પોતાનું અપમાન થવાના કારણભૂત સગરરાજાએ કૃત્રિમ બનાવેલું સર્વ ચરિત્ર જાણ્યું તેથી તેણે વિચાર કર્યો કે “સગરરાજાને અને બીજા રાજાઓને મારી નાંખું.” પછી તે અસુર તેમનું છિદ્ર જેતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org