Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૮]
પશુવધાત્મક યજ્ઞની પ્રવૃત્તિ ક્યારે થઈ? [પર્વ ૭ મું. બેલે છે? આપણું ગુરૂએ તો અજ પદને અર્થ એ બતાવ્યું છે કે ત્રણ વર્ષનું જુનું ધાન્ય કે જે ફરીવાર ઉગતું નથી તે ન કહેવાય છે. કારણકે તેની વ્યુત્પત્તિ એવી છે કે “રાતે તિ મનાઃ ” જે ન ઉત્પન્ન થાય (ઉગે નહીં) તે મા કહેવાય છે. આ પ્રમાણે આપણુ ગુરૂએ બતાવેલી વ્યાખ્યા તું શા હેતુથી ભૂલી ગયે?” પર્વત બોલ્યો કે-મારા પિતા (ગુરુ) એ એવું કહ્યું જ નથી, તેમણે તે મન ને અર્થ “મેઘ' (મું ) જ કહેલ છે, અને નિઘંટુ (કેષ)માં પણ તેમજ છે.” મેં કહ્યું કે “શબ્દના અર્થોની કલ્પના મુખ્ય અને ગૌણ એમ બે પ્રકારની હોય છે, તેમાં ગુરૂએ અહીં ગણુ અર્થ કહે છે. વળી ગુરૂ ધર્મને જ ઉપદેશ કરનાર હોય છે, અને ધર્માત્મક વચન તેજ વેદ કહેવાય છે, માટે છે મિત્ર ! તે બંનેને અન્યથા કરીને તે પાપ ઉપાર્જન કર નહિ.” પર્વત આક્ષેપથી બેલ્થ“અરે ! ગુરૂએ તે મગ શબ્દનો અર્થ મેંઢજ કહે છે, તે છતાં ગુરૂનો ઉપદેશ અને શબ્દનો અર્થ ઉલ્લંઘીને તું અધમ ઉપાર્જન કરે છે? લોકે મિથ્યાભિમાનવાળી વાણી દંડના ભયથી બોલતા નથી, માટે આપણા વચ્ચે પિતપતાના પક્ષનું સ્થાપન કરવામાં જે પેટે ઠરે તેની જિવા છેદવાનું પણ થાઓ; અને આપણ બંનેની વચ્ચે આપણા સહાધ્યાયી અને સત્યવાદી વસુરાજાને પ્રમાણિક કરો.” તે સાંભળી મેં તે પ્રમાણે કબુલ રાખ્યું. કારણ કે સત્યવાદીઓને ક્ષેભ હેતે નથી.
આ પ્રતિજ્ઞાની ખબર થતાં પર્વતને તેની માતાએ એકાંતમાં કહ્યું-“હે પુત્ર! “મર એટલે ત્રણ વર્ષનું ધાન્ય” એવું મેં પણ તારા પિતા પાસેથી ઘરનું કામકાજ કરતાં સાંભળ્યું હતું; તેથી તે ગર્વથી જે આ જિહા છેદવાનું પણ કર્યું તે સારું કર્યું નથી. કારણ કે અવિચારિત કાયના કરનારા વિપત્તિનું સ્થાન થઈ પડે છે. પર્વત બે-“હે માતા! હું તે એ પ્રતિજ્ઞા કરી ચુક્યો છું, તેથી હવે જે થયું તે થયું, બીજું થવાનું નથી.” પછી પોતાના પુત્ર પર્વતને પ્રાપ્ત થવાનાં કષ્ટની પીડાથી હૃદયમાં આકુળવ્યાકુળ થતી તેની માતા વસુરાજાની પાસે આવી. કારણ કે પુત્રને માટે પ્રાણુ શું ન કરે?
પર્વતની માતાને જઈ વસુરાજા બો–“હે અંબા! આજે તમારા દર્શનથી મારે ક્ષીરકદંબ ગુરૂના દર્શન થયાં છે. કહો, તમારું શું કામ કરૂં? અથવા તમને શું આપું?” તે બેલી-“હે રાજા! મને પુત્રરૂપ ભિક્ષા આપો. હે વત્સ! પુત્ર વિના મારે બીજા ધનધાન્ય શા કામનાં છે!” વસુ બેલ્યો-“માતા! તમારે પુત્ર પર્વત મારે પાળવા ગ્ય છે અને પૂજવા યોગ્ય છે. કારણકે “ગુરૂની જેમ ગુરૂના પુત્રની સાથે પણ વર્તવું જોઈએ” એમ વેદ કહે છે. હે માતા! આજે અકાળે રેષ ધરનારા કાળે તેનું પાનું ઉખેળ્યું છે? મારા ભાઈ પર્વતને કેણુ મારવા ઈચ્છે છે? કહે, તમે કેમ આતુર થઈ ગયાં છે?” આ પ્રમાણે પૂછવાથી તેણે મગ શબ્દની વ્યાખ્યાનું વૃત્તાંત, પુત્રનું પણ અને તેમાં તમારું પ્રમાણિકપણું-એ સર્વ વાત જણાવી પછી પ્રાર્થના કરી કે “હે વત્સ! તારા ભાઈ પર્વતની રક્ષા કરવાને માટે તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org