Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૨]. તારા ઉપર સાહસગતિને પ્રેમ
[પર્વ ૭ મું. સાહસગતિના જોવામાં આવી, એટલે તત્કાળ તે કામપીડિત થયે. તેથી સાહસગતિએ માણસ મોકલી જવલનશિખ પાસે તેની માગણી કરી. તે પ્રમાણે વાનરપતિ સુગ્રીવે પણ માગણી કરી. કેમકે “રત્નના અથી ઘણું હોય છે. સાહસગતિ ને સુગ્રીવ બંને જાતિવાન, રૂપવાન અને પરાક્રમી હતા, તેથી આ કન્યા કેને આપવી?' તેવું તેના પિતાએ કઈ નિમિત્તજ્ઞાનીને પૂછયું. નિમિતીઆએ કહ્યું કે સાહસગતિ અલ્પાયુષ્ય છે અને સુગ્રીવ દીર્ધાયુષ્ય છે. તેથી જવલનશિખે તે કન્યા સગ્રીવને આપી. તે ખબર જાણી અભિલાષા અને વિયેગને લીધે સાહસગતિ દિવસે દિવસે અંગારાથી દાઝેલે હોય તેમ કઈ ઠેકાણે પણ નિવૃત્તિ પામે નહિ. તારાની સાથે ક્રીડા કરતાં સુગ્રીવને અંગદ અને જયાનંદ નામે બે દિગ્ગજ જેવા પરાક્રમી પુત્ર થયા. તારાને અનુરાગી સાહસગતિ મન્મથે મંથન કરેલા આત્માવાળે થયે સતે કામવિકારની તીવ્રતાને સૂચવનારા અનેક પ્રકારના વિચાર કરવા લાગ્યું. છેવટે “બળથી કે છળથી હું તેનું જરૂર હરણ કરીશ.” આ પ્રમાણે ચિંતવીને રૂપનું પરાવર્તન કરે તેવી શેમુવી નામની વિદ્યાનું તેણે સ્મરણ કર્યું, અને પછી તે ચક્રાંક રાજાના પુત્રે ક્ષુદ્રહિમાચલની ગુફામાં રહી તે વિદ્યા સાધવાને આરંભ કર્યો.
અહીં સૂર્ય જેમ પૂર્વગિરિના તટમાંથી નીકળે તેમ રાવણ દિગ્વિજય કરવાને માટે લંકાપુરીથી બહાર નીકળે. બીજા દ્વીપમાં રહેનારા વિદ્યારે અને રાજાઓને વશ કરીને તે પાતાળલંકામાં આવ્યું. ત્યાં રહેલા સૂર્પણખાના પતિ અરવિદ્યાધરે મૃદુ ભાષણપૂર્વક ભેટે આપને સેવકની જેમ રાવણની સવિશેષ પૂજા કરી. પછી ઈદ્રરાજાને જીતવાની ઈચ્છાએ ચાલતા રાવણની સાથે તે ખરવિદ્યાધર ચૌદહજાર વિદ્યાધરેથી પરવાર્યો સતે ચાલ્યું. તે વખતે સુગ્રીવ પણ પિતાની સેના લઈને વાયુ પછવાડે અગ્નિની જેમ બળવાન રાક્ષસપતિ રાવણની પછવાડે ચાલે. અસંખ્ય સેનાથી ભૂમિ અને અંતરીક્ષના મધ્ય ભાગને રૂંધી દેતે રાવણ સમુદ્રની પેઠે ઉદ્દબ્રાંત થઈ અખલિતપણે ચાલવા લાગ્યો. આગળ ચાલતાં વિંધ્યગિરિ ઉપરથી ઉતરતી ચતુર કામિનીની જેવી રેવા નદી તેના જવામાં આવી. તે શબ્દ કરતી હંસણીથી જાણે કટિમેખલા બાંધી હેય તેવી દેખાતી હતી, વિશાળ તટભૂમિવડે તે નિતંબથી શેભિત હોય તેવી જણાતી હતી, અતિ બંગુર તરંગોથી કેશને ધારણ કરનારી હોય તેવી દશ્યમાન થતી હતી અને વારંવાર ઉછળતાં માછલાંઓના ફુરણથી જાણે કટાક્ષ મૂકતી હોય તેવી લાગતી હતી. આવી રેવાનદીને તીર ઉપર યુથથી વિંટાયેલા હસ્તિપતિની જેમ રાવણે સૈન્ય સહિત પડાવ કર્યો. ત્યાં રાવણ રેવા નદીમાં સ્નાન કરી, બે ઉજજવળ વસ્ત્ર પહેરી અને સમાધિવડે દઢ આસન કરીને બેઠે, અને મણિમય ૫ટ્ટ ઉપર રત્નમય અહંતબિંબનું સ્થાપન કરી, રેવાના જળથી તેમને સ્નાન કરાવી તેનાં વિકાસી કમળાવડે પૂજન કરવાનો આરંભ કર્યો. એ પ્રમાણે તે પૂજામાં વ્યગ્ર થઈ રહ્યો હતા, તેવામાં સમુદ્રની વેલની જેમ અકસ્માત રેવાનદીમાં મોટું પૂર આવ્યું. ગુલ્મની જેમ વૃક્ષને મૂળમાંથી ઉખેડતું તે જળ નદીના ઉંચા કિનારાની ઉપર પણ પ્રસરવા લાગ્યું. જાણે શક્તિપુટ હોય તેમ આકાશ સુધી ઉછળતી તરંગોની પંક્તિઓ કાંઠાને પાડીને તટ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org