________________
૨૦
સુરસુંદરી ચરિત્ર ત્યારપછી વિષયરૂપી વિષથી ઘેરાઈ ગયેલા તે અધમે આગ્નેય નામે ભયંકર અસ્ત્રને મારી ઉપર છેડવાની તૈયારી કરી. - અનેક અગ્નિના કણિઆઓ જેની આસપાસ ઉછળી રહ્યા છે, સ્કૂરણયમાન એવી હજારો જવાલાએ વીંટાઈ રહેલી છે અને અતિ ભયંકર એવું તે આગ્નેય અસ્ત્ર મારા વધને માટે એકદમ તેણે છેડયું.
તે પણ મારી પાસે આવ્યું તે ખરું, પરંતુ તે દિવ્ય મણીને પ્રભાવથી શક્તિહીન થઈ ગયું, તેમજ મારી પાછળ ભમીને એકદમ શાંત થઈ ગયું.
ત્યાર પછી તેણે અનુક્રમે વાયુ આદિક સર્વ શસ્ત્રો અનુક્રમે મારી ઉપર અજમાવી જોયાં.
પરંતુ તેઓ પણ મારા મણિના પ્રભાવથી દૂરથી જ લીન થઈ ગયાં. અર્થાત્ તે સમંત્રક અસ્ત્રોની કંઈપણ શક્તિ ચાલી નહીં,
ત્યારપછી અમેઘ શક્તિવાળાં છતાં પણ તે સર્વ શઓને નિષ્ફલ થયેલાં જાણીને તે રાજકુમારનું મુખ કાંતિહીન થઈ ગયું અને તેનું હૃદય વિસ્મયને લીધે ચક્તિ થઈ ગયું. - એક ક્ષણમાત્ર વિચાર કરી ફરીથી પણ તે બલ્ય,
હે બેચરાધમ ! મારા ચમત્કારી મંત્ર, વિદ્યા કે ઓષધિના પ્રભાવથી આ સર્વ શસ્ત્રોને પ્રભાવ મેં અટકાવ્યો છે, એમ તારા મનમાં તું ગર્વ કરીશ નહીં.