________________
સુરસુંદરી ચરિત્ર * રે! રે! ચિરાધમ ! ઉભયથી વિરુદ્ધ એવા આ કૃત્યનું આચરણ કરીને હવે તું કયાં જઈશ? " રે! રે! પામર! કોના બલથી આવું આ કાર્ય તે આચર્યું છે? મારી સ્ત્રીનું હરણ કરી હવે નાસવાના ઉપાય તું શેાધે છે, પરંતુ હવે તું કઈ પ્રકારે છુટવાને નથી અને કસાઈના વાડામાં ગએલા સસલાની માફક હાલમાં તું મરણ પામીશ.
રે! મૂઢ ! આવા અકૃત્યની બુદ્ધિ તને ક્યા અધભીએ આપી?
અથવા દૈવ જ્યારે કોપાયમાન થાય છે, ત્યારે તે પુરુષને શું લાકડી લઈને મારે છે?
રે ! મૂઢ ! હે પુણ્યહીન ! હે ઉત્પથગામી ! રે નિર્લજજ ! તારી ઉપર યમરાજા ખરેખર કુપિત થયે છે, તેથી આવું સાહસ કર્યું છે.
દુરાચાર! જેના બલવડે તે આ રાજવિરુદ્ધ કાર્ય કર્યું છે, તેનું નામ તું જલદી અહીં પ્રગટ કરી?
વળી તું કહી શકે, મને કહ્યું નહીં. આ હું પોતે જ મારા તીક્ષણ એવા અધચંદ્ર બાણ વડે તારા મસ્તકને છેટું છું; જે તારામાં કંઈપણ પરાક્રમ હોય તે યુદ્ધ કરવા તું તૈયાર થા. હવે તારું જીવન આવી રહ્યું છે
રે મૂખ! તને એટલે પણ વિચાર ન આવ્યું કે, બલવાનની સાથે વૈર કરવું, તે મરણની જ નિશાની છે. એમ કહી તેણે પિતાના ધનુષ તરફ દષ્ટિ કરી.